Page #1
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો “નૈનશાસન-ના " જૈન શાસનની વિચારણીય પ્રશ્નો * દિવ્ય સાંનિધ્ય * પ.પૂ. ગુરુદેવ શ્રી જંબૂવિજયજી મહારાજ * માર્ગદર્શન * ડૉ. પ્રીતમબેન સિંઘવી * સંપાદક * ભૂષણ શાહ * પ્રકાશક * મિશન જૈનત્વ જાગરણ જંબૂવૃક્ષ' સી/૫૦૪, શ્રી હરિ અર્જુન સોસાયટી, ચાણક્યપુરી ઓવર બ્રિજની નીચે, પ્રભાત ચૌકની પાસે, ઘાટલોડીયા અમદાવાદ-૩૮૦૦૬૧ મો. ૯૬૦૧પ૯૫૩૪, 9408202125
Page #2
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો જૈન શાસનનાવિચારણીય પ્રશ્નો (c) लेखक एवं प्रकाशक * प्रतियाँ : 100 * प्रकाशन वर्ष : वि.सं. 2075, ई. सं. 2019 * मूल्य : 100 Rs * न्याय क्षेत्र : अहमदाबाद प्राप्ति स्थान 'मिशन जैनत्व जागरण' के सभी केन्द्र अहमदाबाद मुंबई लुधियाणा 101,शान्तम् एपार्ट. हेरत मणियार अभिषेक जैन, हरिदास पार्क, ए/11, ओम जोशी अपार्ट शान्ति निटवेर्स सेटेलाइट रोड, लल्लभाई पार्क रोड, पुराना बाजार अमहदाबाद ऐंजललैंड स्कूल के सामने लुधियाणा (पंजाब) अंधेरी (वेस्ट) मुंबई जयपुर (राज.) आकाश जैन भीलवाड़ा (राज.) उदयपुर (राज.) ए/133, नित्यानंद नगर सुनिल जैन (बालड़) क्वीन्स रोड, जयपुर अरुण कुमार बडाला "सुपार्श्व" जैन मंदिर के पास अध्यक्ष अखिल भारतीय नाशिक (महा.) जमना विहार-भीलवाड़ा श्री जैन श्वेताम्बर मूर्तिपूजक आनंद नागशेठिया Bangalore युवक महासंघ उदयपुर शहर 641, महाशोबा लेन Premlataji Chauhan 427-बी, एमराल्ड टावर, 425, 2 Floor, रविवार पेठ, हाथीपोल, 7th B Main, 4th Block नाशिक (महा.) उदयपुर-313001 (राज.) Jaynagar, Bangalore आग्रा (उ.प्र.) सचिन जैन * प्रस्तुत पुस्तक पू. साधु-साध्वी भदवंतों को पत्र प्राप्त होने पर भेंट डी-19, अलका कुंज स्वरूप भेजी जाएगी। * आवश्यकता न होने पर पुस्तक को प्रकाशक के खावेरी फेझ-2 पते पर वापस भेजने का कष्ट करें। * आप इसे Online भी पढ़ सकते कमलानगर -आग्रा हैं.... www.jaineliabrary.org. पर। * पुस्तक के विषय में आपके अभिप्राय अवश्य भेजें। * पोस्ट से या कुरियर से मंगवाने वाले प्रकाशक के एड्रेस से मंगावा सकते हैं। * मुद्रक : ममता क्रियेशन, मुंबई (77384 08740)
Page #3
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો સમર્પણ મારા પ્રેરણાસ્ત્રોત, શાસન અને સમર્પિતતા ના સ્વામી, જેમના મોગમાં જૈનશાસનની વફાદારીનું લોહી વહી રહ્યું છે. એવા પ.પૂ.આ.વિમલસાગરસૂરિ મ.સા. ને પ્રસ્તુત પુપ સાદર સમર્પિત. ભૂષણ
Page #4
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - માં અનુક્રમણિકા * હૃદયની વ્યથા સામ સામે ચાલતી પત્રિકાબાજી પર પ્રતિબંધ જરૂરી વિહારક્ષેત્રો માં ફેલાવો જરૂરી 3 આમંત્રણ પત્રિકાઓ,સ્તવન આદિના પુસ્તકો, વગર વિચાર્યું ચાલતા ચોપાનીયા (મેગેઝીનો) પર લગામ જરૂરી.... જૈન રક્ષક સેના ની આવશ્યકતા સાધર્મિકો ની મદદ ની આવશ્યકતા 6 જૈનોના તીર્થોમાં સ્ટાફ સંપૂર્ણ જૈન જ હોવો જોઈએ 7 નવા જૈનો બનાવવાની ખાસ જરૂરત 8 નવા બનતા તીર્થો અંગે BAGOL 2464101 team (Cell)-il yar 10 પ્રાચીન ગ્રંથો ની સુરક્ષા અંગે 11 પ્રાચીન જિનબિંબોની સુરક્ષા અંગે સંગઠન તીર્થરક્ષા 14 નાના સાધુભગવંતો ની ટીમો બને 15 ગુરુમૂર્તિ અને દેવ-દેવીની મૂર્તિ અંગે 16 દેવદ્રવ્ય અંગે 17 વૃદ્ધ સાધુ-સાધ્વીજીના સ્થિરવાસ અંગે 18 જૈન પ્રતિમાભંડાર એવં સંગ્રહાલયની આવશ્યકતા 19 ભપકાદાર આયોજન અંગે 20 અકસ્માત અને વિહારના પ્રશ્નો 21 ટ્રસ્ટીઓ અંગે 22 જૈનસંસ્થાઓની જરૂરત હિન્દુત્વ શ્રમણ સંસ્થા વિરોધીઓ અંગે જૈનોના વિરોધીઓ અંગે ગિરિરાજને બચાવવા અંગે ર૭ જીર્ણોદ્ધાર અંગે સાધુ જીવન અંગે 29 ધર્મક્ષેત્રે જૈનોને વિશેષ જોડવા અંગે 30 દરેક કાર્યના સેન્ટ્રલાઈઝેશન અંગે... 31. ચાલો ઈઝરાઈલ દેશની જેમ આપણે આગળ વધીએ.. 32. પરિશિષ્ટ-૧ 33. પરિશિષ્ટ-૨ 34. પરિશિષ્ટ-૩ 35. પરિશિષ્ટ-૪ 36. પરિશિષ્ટ-૫ 37. પરિશિષ્ટ-૬ 38. પરિશિષ્ટ-૭ 24 2 N
Page #5
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો યની યથા... કોણ પાળશે એક તિથિ કે બે તિથિ ? કોણ પાળશે સૂતક ધર્મ? કોણ કરશે ચોમાસામાં શત્રુંજયની યાત્રા? કોણ બોલશે સંતિકરં? કોણ રાખશે ગ્રહણ સમયે મંદિરો બંધ? કોણ કરશે નવાંગી ગુરુપૂજન? આટલા મિક્ષ પ્રશ્નો જોઈને વિચારતા થઈ ગયા ને? પણ મારો મુદ્દો માત્ર એટલો જ છે કે જો જૈનો જ નહિ બચે તો આ બધી ક્રિયાઓ કોણ કરશે? જૈનો ની વસ્તી દિવસે દિવસ ઘટતી જાય છે....બચેલા જૈનો પણ અન્ય ધર્મ પાછળ પાગલ છે....કેટલાય જૈનો ધર્મ છોડી સંપ્રદાયવાદની પાછળ પાગલ છે...કેટલાય જૈનો ને જૈન એટલે શું તે પણ ખબર નથી.. તો કેટલાય જૈન ધર્મના નામે રાજકારણ ના રોટલા શેકી રહ્યા છે. વળી દેરાસર ઉપાશ્રયમાં આવી સાધુ ભ. ના પરિચયમાં આવનાર જૈનો માત્ર 20% છે, તો બાકીના 80% જૈનો કોના ભરોસે? વળી તે બચેલા 20% માંથી પણ 5% હશે જે થોડા વફાદાર બાકી 15% તો માત્ર પ્રભાવનાસ્વામીવાત્સલ્ય અને કટાસણા ફાડવા માટે ના...આ સ્થિતી વર્તમાનમાં શ્રી જૈન સંઘ ની છે...તો પછી આપણા ઓચ્છવ-મોચ્છવ, આડંબર, સ્વામીવાત્સલ્ય વગેરેએ શું ઉકાયું? સત્ય- સિદ્ધાંત -શાસન ની વાતોથી શું થયુ? સમજવાની જરૂરત છે કે હાલ જૈનો સાંઈબાબા, ગણપતિ, હનુમાન, શ્રીમદ્, સ્થાનક, દાદા ભગવાન વગેરે પંથો તરફ વળવા લાગ્યા છે...આ વાત ખરેખર વિચારણીય છે...જૈનો અને હિંદુને એક ગણનારા લોકોની આ ભેળસેળ છે...FOREIGN માં ભણવા મોકલતા વાલીઓ પણ વિચારતા નથી કે જૈનત્વ ક્યાં સુધી ટકશે તેમના છોકરાઓનું, FOREIGN માં જનારા મોટાભાગના છોકરાઓ જૈનશાસનથી સંપૂર્ણ વિમુખ થઈ જતા હોય છે. તેઓ સ્વામીનારાયણ, ઇસ્કોન આદિ તરફ વળવા લાગે છે. આવા સમયમાં જે જૈનો છે તેમનામાં જૈનત્વ કેમ બચશે તેના સમુચિત ઉપાયો કરવાનો સ્થિર વિચાર સાથે સ્થિર કાર્ય શરૂકરી દેવાય તે ઈચ્છનીય છે. મેં ખુદ મારી નજરે જૈનો ને ઇસ્લામ ખ્રિસ્તી, વગેરે ધર્મો સ્વીકારતા જોયા છે... તો હિંદુધર્મ જૈનો સ્વીકારે છે તે આજે સહજ બની ગયું છે. જૈનોના ઘરમાં ચોકલેટ-બિસ્કીટ-કેક આદિ દ્વારા INDIRECTLY ઈંડા ઘુસી ગયા છે...તો દારૂ, જુગાર આદિ પ્રવૃતિઓ
Page #6
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો STATUSSYMBOL માટે થઈ રહી છે...દેવ-દેવી આદિના ફોટા જૈનોના ઘરમાં જોવાય તે હવે નવાઈ નથી. વળી જ્યોતિષ, યોગ, વાસ્તુશાસ્ત્ર, મંત્ર-તંત્ર આદિના માધ્યમોથી અન્યધર્મી બાવા-જોગી આદિનો પરિચય પણ જૈનોમાં સહજ જોવા મળે છે...આવા સમયે શું કરવું તે મુખ્યપણે વિચારવું જોઈએ. ક્યા મોરચે લડીશું આપણે? ચારે બાજુથી આફત છે. અચાનક જ આકાશમાંથી વાદળ ફાટે અને બે વર્ષ પૂર્વે બદ્રીનાથ માં જે ઘટના બની હતી તેવું થાય તો શું કરો? આવી જ કંઈ પરિસ્થિતી વર્તમાન જૈનશાસનની બની રહી છે..જુઓ થોડા નમુના... જૈનોની દીકરીઓ મુસ્લિમ, ખ્રિસ્તી, હિંદુઓ સાથે ભાગી જાય છે લઘુમતી માં જૈનો મુકાયા પણ ફાયદાઓ શું? શત્રુંજય તીર્થ પર ખુલ્લેઆમ આક્રમણ છતા આપણે ચુપ... શિવસેનાએ પર્યુષણમાં જૈન મંદિરોની બહાર માંસ-મછલીવહેંચી.. શેત્રુંજય પર બની ગયું મોટું શિવમંદિર.. સમેતશિખર, કેશરીયાજી આદિ તીર્થો આપણા હાથમાંથી ગયા... પ્રતિમાજીઓની ખુલ્લેઆમ ચોરી થાય છે..બહાર ફોરેનમાં એકસપોર્ટ થઈ જાય અનુપમંડળ જૈનોની વિરુદ્ધ લખે છે-કાર્યો કરે છે છતાં... સાધુ-સાધ્વીજી ભગવંતોની ખુલ્લેઆમ હત્યા....અકસ્માત...છેડતી... સાધુ-સાધ્વીજી ભગવંતો ની ખુલ્લેઆમ મશ્કરી-ધમકી અપાય છે.... અનશન/સંથારા જેવી જૈન ધર્મની આંતરિક બાબતમાં પણ સરકારી દખલ છાપા/ મેગેઝીનોમાં જૈનશાસન વિરુદ્ધ લખાતા બેફામ લેખો... જૈન મંદિરો તોડાવવા/જૈન મંદિરો બાંધવાન દેવા માટે કોર્ટના જજમેન્ટ ઉપાશ્રય બનાવવા તથા પરઠવવા પર લાગતું સ્ટે... આંતરિક પ્રશ્નો કોર્ટે જાય છે. કરોડો રૂપિયાનો હોમ થાય છે... સરકાર ધાર્મિક એકટ બનાવી જિનાલયોની મૂડી સાફ કરવા ઈચ્છે છે.. બેલગામ આદિમાં લાખો જૈનો ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા... આવા તો અનેક બનાવો જૈનશાસનમાં રોજ રોજ બની રહ્યા છે...છતાં પણ
Page #7
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો આપણે બધા માત્ર વાતો કરીએ છીએ..જોઈએ છીએ પણ કશુંજ કરી શકતા નથી. આપણે બધા ગાંધારીના નરઅવતાર ની માફક ચુપચાપ બેઠા છીએ. તો બધી જ જવાબદારી વર્તમાનના જૈનાચાર્યો ની રહેશે 'વાર્યા નિનશાસનોન્નતિરા' આવું કથન શાસ્ત્રોમાં જૈનાચાર્યો માટે છે. વર્તમાનમાં અનેક આંતરિક પ્રશ્નોના કારણે જૈનશાસનની અવનતિ થઈ રહી છે.શાસન સીદાઈ રહ્યું છે.છતા નાના-નાના પ્રશ્નોમાં અમે સાચા, તમે ખોટા આદિ દ્વારા જૈનશાસનનું આંતરિક શાંત વાતાવરણ કલુષિત કરનારા જૈનાચાર્યો, પદસ્થો, મુનિભગવંતો, સાધુ-સાધ્વીજી, શ્રાવક - શ્રાવિકાને સંઘ ક્યારેય માફ નહિ કરે. વિવાદો, પ્રોજેકટો, ભક્તો, સાધ્વીજીઓ અને સોશિયલ મીડિયાથી ઘેરાયેલા પૂજ્યો જજે હવે સાચી રીતે જાગૃત થઈ જૈનશાસન ના અભ્યદય અને રક્ષા માટે કાર્યો નહિ કરે તો શાસન બહુ મોટી મુસીબત માં મૂકાઈ જશે તેની તમામ જવાબદારી વર્તમાનના જૈનાચાર્યો ની રહેશે. વર્તમાનની કે આવતી પેઢી ક્યારેય તેમને માફ નહિ કરે. પ્રસ્તુત પુસ્તક અંગે કંઈક - ખાસ તો આ મુદ્દાઓ શ્રમણ સંમેલન - 2017 ને અનુલક્ષીને લખવામાં આવ્યા હતા. સંમેલન સમયે લગભગ આચાર્ય ભગવંતોને મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દાઓ માંથી અમુક મુદ્દાઓ પર શ્રમણ સંમેલનમાં ચર્ચા થઈ તો અમુક પર ઠરાવો પણ થયા છે. પ્રસ્તુત મુદ્દાઓ કોઈને અનુલક્ષીને, અથવા કોઈને નજર સામે રાખી લખ્યા નથી. મેં માત્ર મારા વિચારો લખ્યા છે. બધા વિચારો સર્વમાન્ય ન પણ બને..છતાં દેવ-ગુરુ કૃપાથી શાસન માટે જે કરવા જેવું લાગ્યું તે કર્યું અને હજુ પણ કરવાની ભાવના છે. પ્રસ્તુત પુસ્તકથી જેમના પણ મન દુભાયા હોય તેમને ખાસ મિચ્છામિ દુક્કડમ્. ખાસ તો આ પુસ્તક પાછળ ઘણા બધા આચાર્ય-મુનિ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણા છે. ઘણા એ કહ્યું કે પુસ્તક છપાવવા જેવું છે. તેથી મેં છપાવ્યું છે. પ્રેરણાદાતા ગુરુભગવંતોનો હું ત્રણી છું. પ્રસ્તુત પુસ્તકના પ્રફ ચેકીંગ માટે પ.પૂ.વિદુષી સા ચંદનબાલાશ્રીજી મ.સા એ નાદુરસ્ત તબીયતમાં પણ જહેમત ઉઠાવી છે તે બદલ તેમનો ઋણી છું. તે સિવાય ભાઈ હેરત, આકાશ, આશિષ, તેજસ, ઋષભ, હિમાંશુ, અભિષેક આદિ શાસન રક્ષાના કાર્યો માં સદાય સહાય કરનાર કલ્યાણ મિત્રો નો સદાય ઋણી છું.... વિશેષ હવે પછી..... - ભૂષણ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (1) સામ સામે ચાલતી પત્રિકાબાજી પર પ્રતિબંધ જરૂરીઃ રાજકારણીઓને પણ શરમાવે તેવી હલકી,ગંદી પત્રિકાઓ હાલ સામ-સામે છપાઈ રહી છે. આત્મા, પરભવ કે મોક્ષનો જેમને ડર નથી અને નરકમાં જવા સદા ઈચ્છતા લોકો જ આવી આક્ષેપાત્મક પત્રિકાઓના નિર્માતા છે. જૈનશાસનની એકતા ને તોડનારા છે...આવી પત્રિકાઓ સામે ચુપ બેસવા કરતા ચોક્કસ કાર્યવાહી કરી નનામી પત્રિકાઓ છાપનારાઓની નનામી કાઢવી જ જોઈએ...જે આવી કાર્યવાહી થશે તો જ આવા તોફાની લોકોના તોફાન ઘટશે અને અંતે શાસનમાં શાંતિ સ્થપાશે....પત્રિકાઓ દ્વારા ડર,અફવાહ અને દહેશત ફેલાવતા તે-તે આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી ઈચ્છનીય છે... હમણાં હમણાં એક વિચિત્ર પ્રથા ચાલુ થઈ છે...કારણ વગર ખંડન મંડન ચાલે છે...એક ચોપાનીયું છપાવે તો બીજો પ્રતિકારક ચોપાનિયું છપાવે...ક્યારેક છાપામાં છપાવે તો ક્યારેક શ્રાવકોના જુઠા નામોથી છપાવે... અંતે લાખો રૂપિયા નો હોમ થાય છે અને પ્રસ્તુત કાર્ય જૈનશાસનની હીલનામાં પરિણમે છે...બે બિલાડી ની લડાઈમાં લાભ વાંદરાને થાય...આ કાર્ય માટે એક પ્રવર સમિતિ હોય જે આવા પૂજ્યો અને ગૃહસ્થો સામે પગલા ભરે તથા આવી પ્રવૃત્તિને બંધ કરાવે.. (અ) અલગ અલગ સમાચારી ભલે હોય પણ સમાનતા નો ભાવ આવશ્યક છે. સામાચારી ભેદ ભલે હોય પરંતુ તે સામાચારી ભેદ ને જતું કરવું ખુબ જ આવશ્યક છે. નાના પ્રશ્નો માં પણ કંઈ જ જતું ન કરવાની તૈયારીથી અંતે પ્રશ્નો મોટા થાય છે જે ભાગલાઓમાં પરિણામે છે...મતભેદ અંતે મનભેદમાં ટ્રાન્સફર થાય છે... વિશ્વને શાંતિ-પ્રેમ કરુણા- અહિંસા, એકતા નો પાઠ શીખવનાર જૈનધર્મ જ આજે પોતે દુઃખદ સ્થિતિ માં મૂકાયેલો છે. અમે સાચા તમે ખોટા આવી ભાવનાઓમાંથી જૈન શાસન ઊંચુ નથી આવતું...જેને જે ફાવે તે આરાધના કરે પણ આરાધનાના નામે કજીયા-કંકાશ બંધ કરે તે વિનંતી છે...વળી બહાર પડતા વિવાદાસ્પદ ચોપાનીયા આપી એક બીજાને ઉશ્કેરવાની તુચ્છ મનોવૃત્તિ પર પણ કાબુ મેળળવા જેવો છે... આ માયા-પ્રપંચ માં જૈન શાસન નથી...જૈન શાસન તો ઉચ્ચકોટિના વિચારોમાં છે... જ્યાં શત્રુને પણ મિત્ર બનાવવાની ભાવના છે...જ્યાં અપકાર કર્તા પર પણ ઉપકાર કરવાની ભાવના છે...
Page #9
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો જે (2) વિહાર ક્ષેત્રો માં ફેલાવો જરુરી... કા એક સાધ્વીજી ભગવંતે મને કહેલું કે...ગુજરાતમાં આપણા ગુરુદેવો ચોથો આરો વર્તાવે છે...બહાર નીકળો... જોવા મળશે કે છઠ્ઠો આરો કેવો હોય... મુંબઈ પાલીતાણા, અમદાવાદ અને સુરત આ ચાર સેન્ટરો માં જ લગભગ 80% જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો બિરાજમાન હોય છે. બાકીના ક્ષેત્રો 20% ગુરુ ભગવંતોના ભાગમાં હોય છે. આ સેન્ટરો સિવાય જૈનોની વસ્તી નથી તે વાત મોટી ભ્રમણા છે...ઉત્તરભારત,રાજસ્થાન, (જયપુર, બિકાનેર, બાડમેર, જોધપુર, પાલી, ઉદયપુર આદિમાં), પૂર્વ દેશ (કલકત્તા,કાનપુર,કટક આદિ), દક્ષિણ દેઈ (કોચીન, ચેન્નાઈ, કોઈમ્બુર, બેંગલોર, હૈદ્રાબાદ આદિ) ને બાદ કરતા નાના-નાના સેન્ટરોમાં વિચરણ નહીવત છે. આના કારણે આપણે ત્યાંના લોકો સ્થાનક તેરાપંથી બની રહ્યા છે... મારી દષ્ટિએ ડોલી-વ્હીલચેર આદિ અપવાદો ને વાપરી ને પણ દૂર દેશાંતર પ્રદેશો માં વિચરણ કરવું જોઈએ. જે લોકો સ્થાનક-તેરાપંથ માં ભળ્યા છે તેઓ કહે છે કે અમે મૂળથી તો મૂર્તિપૂજક જ છીએ...આપના સાધુ-સાધ્વીજી ભ. ના વિચરણ ના અભાવે અમે ત્યાં જઈએ છીએ...આવા લોકોની આવી હાલત માટે જવાબદાર કોણ? જેગ,અભ્યાસ,વેયાવચ્ચ આદિ ના બહાનાઓ માંથી બહાર આવી વર્તમાનમાં વિચરણ દ્વારા સાધના કરવાની ખાસ જરૂરત જણાય છે...આ માટે ખાસ તો અમદાવાદ-પાલિતાણા આદિમાં કાયમી રહેતા સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રેરણા આપવી પડશે અને સંપ્રદાય લેવલે દર વર્ષે 5/15 ગ્રુપો તે બાજુ વિચરણ કરે તેવી વ્યવસ્થા કરવી પડશે... સાધ્વીજી ભગવંતોની વિહાર ની વ્યવસ્થા નો પણ વિચાર કરવો પડે તેમના વિહારની બધીજ વ્યવસ્થા તેમના ગચ્છાધિપતિ કરે...વિહારધામો આદિ જગ્યાએ થી તેમણે પૈસા માંગવા ન પડે તે પણ જરૂરી છે...અમુક સમુદાયમાં આ પ્રકારની વ્યવસ્થા થયેલી છે...બધા સમુદાયમાં આવી વ્યવસ્થા થાય તે ઈચ્છનીય છે...વધતા જતા સાઈકલ-વ્હીલચેર-ડોળીના ભાવો પર કાબૂ મેળવવો જોઈએ.... સામે તેમના બીજા હરીફ પણ ઊભા કરવા જોઈએ જેથી તેઓ કાબુમાં રહે...એક ચોક્કસ સંસ્થા સ્થપાય જ્યાંથી તેમની નિમણૂક થાય તેમને બેચ આપવામાં આવે...જે ગુરુભગવંતોને જરૂરત હોય તે પ્રમાણે તેઓ પ્રસ્તુત સંસ્થા નો સમ્પર્ક કરે ને સંસ્થા દ્વારા ફિક્સ ભાડા સાથેના ભાઈ-બહેનો ની વ્યવસ્થા થાય તે અંગે વિચારવા જેવું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો થી 3) આમંત્રણ પત્રિકાઓ, સ્તવન આદિના પુસ્તકો, વગર વિચાર્યું ચાલતા ચોપાનીયા (મેગેઝીનો) પર લગામ જરૂરી છે, (A) ધાર્મિક પત્રિકાઓઃ હમણાં જૈન સંઘ માં એક ફેશન ચાલે છે.... એક 108 ની પત્રિકા છપાવે તો બીજો 500 ની છપાવે....ભલે ને ઉપયોગ હોય કે ન હોય..દર વર્ષે જૈન સંઘ ના કરોડો રૂપિયા પરઠવવા માં જાય છે...વર્તમાનમાં દુનિયા પણ સાદગી તરફ વળી રહી છે. બધું જ દેખાદેખીથી ચાલે છે...કહેવાતી શાસન પ્રભાવના ના ભ્રમમાંથી બહાર આવી આ બધી પત્રિકાઓ પર થોડી લગામ લગાવવાની જરૂરત છે. આ માટે આપણે અમુક મુદ્દાઓ પર વિચાર કરીએ...(૧) * આમંત્રણ પત્રિકા 20 રૂ. સુધીની જ છપાવવી * સસ્તા 4-5 બેનરો છપાવી અથવા બ્લેક બોર્ડ પર લખી લગાવાય.... * પોસ્ટકાર્ડ-કાગળ-ઝેરોક્ષ આદિના માધ્યમે પણ સમાચાર મોકલી શકાય.. * છાપેલા એડ્રેસો દ્વારા મોક્લાવાતી પત્રિકાઓ બંધ થાય... જાતે સ્વહસ્તે જ એડ્રેસ લખાય (B) પંચાગ-અનાવશ્યક પંચાગોને પણ તિલાંજલિ આપવી જોઈએ. 1 પંચાગના ટોકન ચાર્જ રૂ.૧૦ રાખવાનો...જેથી જરૂરત હોય તેટલા જ પંચાગો મોકલાવી શકાય અને દેરાસર ની પેઢીમાં ઢગલા ન થાય.વળી પંચાગ સાવ સાદા છપાવવા જેવા છે. હમણાં કેલેન્ડર જેવા મલ્ટીકલર પેઈટીંગવાળા છપાય છે તે પણ ખોટું છે. સમુદાય લેવલે 1 જ પંચાગ છપાવાય...તે પણ જરૂરત પૂરતા. (C) સ્તવનના પુસ્તકો.. ઈશ્વરીય દાસતા નો સદાય અસ્વીકાર કરતો જૈન સંઘ હમણાં હમણાં પ્રભુ ભક્તિના માર્ગે ખુબ જ આગળ વધ્યો છે...ભક્તિમાં સ્તવનો-સ્તુતિઓ નું મોટો ફાળો છે. આ માટે દર પ્રસગે-પ્રસંગે પુસ્તકો છપાવાતા હોય છે....જેના કારણે જિનાલય-ઉપાશ્રયના પરિસરમાં આવી અગણિત ચોપડીઓ ના થપ્પા થવા માંડ્યા છે. આવા પુસ્તકો-પુસ્તિકાઓ પર લગામ આવશ્યક છે...જરૂરી મુદ્દાઓ નીચે.. * જરૂરત હોય તેટલા જ પુસ્તકો છપાવવા અથવા ઝેરોક્ષ કરાવવી. * શ્રાવકો જાતે સ્તવન-સ્તુતિની ડાયરીઓ બનાવે તે આવશ્યક છે...
Page #11
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - * જેમણે પૂર્વે છપાવી હોય તેમની પાસેથી લઈ લેવી...કામ પૂર્ણ થયે પરત કરવી... * જિનાલય-ઉપાશ્રયમાં મુકેલી ચોપડીઓ વાપરવાનો આગ્રહ રાખવો * એક ચોક્કસ કાર્યકર અથવા સંસ્થા નીમવી જ્યાંથી આવા પુસ્તકો પ્રાપ્ત થાય અને કામ પૂર્ણ થયા બાદ પરત મોકલાવી શકાય. આવું સુંદર કાર્ય હર્ષદભાઈ ભીમાણી(અમદાવાદ-નવરંગપુરા) વાળા તથા ધરણેન્દ્રભાઈ (કરુણા ટ્રસ્ટસુરત) કરી રહ્યા છે. તેમનો સંપર્ક સાધવાથી અથવા શ્રી બાબુલાલ સરેમલજી બેડાવાળા (સાબરમતી) નો સંપર્ક કરવાથી આવા અનેક પુસ્તકો પ્રાપ્ત થશે અને બિનજરૂરી છાપકામનો અંત થશે.... આ એક એવો નિયમ બનાવવા જેવો છે કે કોઈપણ સાધુભગવંતને કે શ્રાવકોને પુસ્તક છપાવવું હોય તો તેમના સમુદાયના ગચ્છાધિપતિનો પત્ર આવશ્યક છે.
Page #12
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (4) જૈન રક્ષક સેના ની આવશ્યકતા જેમ દેશની રક્ષા માટે સેનાની આવશ્યકતા હોય તેમ શાસનની રક્ષા માટે જિન શાસન રક્ષક સેનાની આવશ્યકતા હોય છે...ધર્મો રક્ષતિ રક્ષિત: ના અનુસાર ધર્મની રક્ષા કરનાર વ્યક્તિની રક્ષા ખુદ ધર્મ જ કરે છે... professionaly લગભગ આવા 500-1000 જેટલા યુવાનોની સેના બનાવવા માં આવે. તેમના જીવન નિર્વાહની બધી જવાબદારી સંઘ ઉઠાવે...જૈનોમાં જમ્રતવાળા ઉપરાંત સરાકક્ષેત્ર, બોડેલી ક્ષેત્ર, ગુર્જર-જાટવ ક્ષેત્રમાંથી આવા યુવાનોને પગાર આપી કાયમી ધોરણે રાખવામાં આવે. પાલિતાણા (પાલિતાણા માં ઘણી ધર્મશાળાઓ ખાલી પડી છે, પણ માલિક કોણ? તે સૌથી મોટો પ્રશ્ન છે.) જેવા ક્ષેત્રમાં તેમની વ્યવસ્થા કરવી...એક લઘુ ઉદ્યોગ પણ સ્થાપવો જેના દ્વારા તેમના પાસેથી કાયમી ધોરણે કામ લઈ શકાય...વળી 7-8 ટ્રકો પણ વસાવી લેવી જેથી જરૂરત સમયે આ સેનાને તરત જ ટ્રક માં ભરી ઘટના સ્થળે રવાના કરવી...વળી આ સેના ચોક્કસ ગુરુભગવંત ના માર્ગદર્શનમાં ચાલે તે આવશ્યક છે. તેમણે રહેવા-જમવાની યોગ્ય સગવડ માટે પાલિતાણામાં ખાલી પડી રહેલી ધર્મશાળા અને 1 રૂ.આદિમાં જમાડતી ભોજનશાળામાં વ્યવસ્થા કરી શકાય....વળી તેમને ધર્મભાવનાથી વાસિત બનાવવા માટે દરરોજ ધાર્મિક જ્ઞાન સાથે જેહાદી(ધર્મરક્ષાના ) પ્રવચનો પણ આપવામાં આવે...(૧) તો સાથે તેમણે કરાટે મિલીટરી ની ટ્રેઈનિંગ પણ આપવામાં આવે તે આવશ્યક છે. તેમનો ચોક્કસ સેના જેવો યુનિફોર્મ હોય....સેનાની જેમ કમાન્ડો પણ હોય...તેમણે લડવા માટે government માન્ય ચોક્કસ હથિયાર પણ રાખવામાં આવે...તો થોડા વિસ્તાર પછી દરેક ક્ષેત્રોમાં તેમની આવી શાખા ખોલવામાં આવે તે આવશ્યક છે. આ માટે ચોક્કસ ગુરુભગવંતો આ વાતને ધ્યાનમાં લે. પ્રવચનોમાં સતત પ્રેરણા આપે... પાઠશાળા ના બાળકોને રોજ નાનપણથી જ આવા શૂરવીરતાના પાઠો શીખવવામાં આવે તે અતિ આવશ્યક છે.....આવા સુંદર શાસનરક્ષાના કાર્યો માટે એક મોટા પાયે ફંડ અને દરેક સંઘ લેવલે દર મહિને ચોક્કસ રકમ આપવામાં આવે તે આવશ્યક છે...આવું કાર્ય થતા જૈનશાસનની રક્ષા ખુબ જ સુંદર-યોગ્ય રીતે થઈ શકશે.
Page #13
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (5) સાધર્મિકો ની મદદ ની આવશ્યકતા પર્યુષણમાં દર વર્ષે સાંભળવામાં આવે છે કે એક બાજુ બધી જ ધર્મક્રિયા ઓ બીજી બાજુ સાધર્મિક ભક્તિ મુકવામાં આવે તો સાધર્મિકનું પલ્લું નમી જાય. પરંતુ સાધર્મિકોને મુકવાનો પલ્લો હજુ સુધી ક્યાંય દેખાતો નથી...સ્કુલ ફી થી માંડી અનાજની ભક્તિ માટે ઉપાશ્રય-ઉપાશ્રય ફરતા અને લાઈનો માં ઉભા રહેતા તે-તે સાધર્મિકો અંગે સ્પષ્ટ વિચારણાની આવશ્યક્તા છે......૫૦% નકલી અને 50% અસલી જરૂરત વાળા હોય તેવું પણ બને છે...છતાય યોગ્ય સાધર્મિકો ની મદદ માટે એક ચોક્કસ સંસ્થા સંઘ લેવલે સ્થપાય...જેમણે જરત હોય તે ત્યાં જઈ શકે.ગુભગવંતો અને શ્રાવક દ્વારા મળીને દત્તક યોજના બનાવી લેવાય...એક ગુરુભગવંત હસ્તક આવા 100 કુટુંબોને દત્તક લેવામાં આવે તોય કામ થઈ જાય...એક સુંદર સેન્ટ્રલાઈઝડ નેટવર્ક ની આવશ્યક્તા છે...જૈનો ની ફેકટરી, દુકાનો, સ્કૂલો, કોલેજો આદિમાં સૌપ્રથમ જૈનો ને જ ચાન્સ આપવામાં આવે આ અંગે ગણીવર્ય નયપાસાગરજી મહારાજે સુંદર વિચારણા રજુ કરેલી...હાલ શ્રાવકો માટે ‘શ્રાવક આરોગ્યમ્' નામની પોલીસી તેઓ લઈને આવ્યા છે. તેમની વિચારધારા જૈનશાસન ની ઉન્નતિ માટે ખુબ જ યોગ્ય અને યથાર્થ છે. આવા વિચારો ધરાવતા ગુરુભગવંતો ની એક ટીમ બનાવવી જોઈએ..અને ટીમવર્ક થવું જોઈએ...તેમને યોગ્ય ટેકો પણ આપવો જોઈએ. આપણે ત્યાં જૈનોની સ્કૂલો હોસ્પિટલો,ઉદ્યોગોની અછત છે જે, ખાસ માત્ર સાધર્મિક અને સામાન્ય સ્થિતિ ધરાવતા જૈનો માટે હોય...સ્કૂલો-કોલેજો જૈનોની ઘણી છે પણ સામાન્ય લોકો માટે નથી...વર્ષો પૂર્વે આપણા પૂર્વજો એ ઘણી સ્કૂલો-કોલેજો બનાવી છે. પરંતુ યોગ્ય સંચાલન ન થવાના કારણે અન્ય લોકોના હાથમાં જતી જાય છે. અમદાવાદની પ્રસિદ્ધ .D. અને C.N. જેવી કોલેજો પણ જૈનોએ બનાવેલી છે પરંતુ જૈનોના કોઈ કામમાં આવતી નથી. આવા તો અનેક દ્રષ્ટાંતો છે...જે સ્કુલ-કોલેજ આદિ આપણે વર્ષો પૂર્વે બનાવેલા છે તે જ આપણે વધારે ડેવલોપ કરવા જેવા છેયોગ્ય ટ્રસ્ટીઓને નીમવા જેવા છે... અને સંચાલન યોગ્ય રીતે કરવા જેવું છે. આ ઉપરાંત તપોવન જેવી પણ બીજી સંસ્થાઓ –સંકુલો ઉભા કરવાની ખાસ આવશ્યકતા છે....ગુરુકુલમ્ આદિ સંસ્થાઓ પણ આ અંગે ખુબ જ સારું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત જયેન્દ્ર રમણલાલ શાહ(જરસા) એ પણ આવા સંકુલનો પ્લાન બનાવ્યો છે. જે જલ્દી થી અમલમાં આવે તેવી ભાવના છે... જૈનો માટે તદન ફ્રી એવી હોસ્પિટલ પણ હોવી જોઈએ જેથી સીદાતા સાધર્મિકોને યોગ્ય મદદ આપણે કરી શકીએ. આ ઉપરાંત સાધર્મિકો માટે ખાસ સ્વરોજગાર કેન્દ્રો સ્થપાય. ઉદ્યોગો સ્થપાય તો આપના ભાઈઓ જલ્દીથી ઊંચા આવે....
Page #14
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 9) જૈનોના તીર્થો માં સ્ટાફ સંપૂર્ણ જૈન જ હોવો જોઈએ જૈનોના તીર્થો આદિમાં સ્ટાફ સંપૂર્ણ પણે જૈન જ હોવો જોઈએ. આ અંગે મેં બે કેટેગરી વિચારી છે...(૧)જિનભક્ત(પુજારી) (2) જિનરક્ષક(મુનીમ)...પુજારીગોઠી આદિ શબ્દોને તિલાંજલિ આપી આપણે જિનભક્ત અને જિનરક્ષક બને પ્રકારના પદ આપણા જ સાધર્મિકો ને આપવાના છે...સ્વામીનારાયણ ની તમામ સંસ્થામાં કાર્યકર તો હરિભક્ત જ મળશે....આવું જ કંઈ શીખોના ગુરુદ્વારામાં છે...જ્યારે આપણે ત્યાં બધો જ સ્ટાફ પરધર્મી જોવા મળશે..વળી પરધર્મી સ્ટાફ પણ જૈનધર્મ પ્રત્યે જરાય બહુમાન ધરાવતો હોતો નથી... માત્ર પૈસા કમાવાનું સાધન જ સમજી કામ કરે છે. વળી આપણા તીર્થોમાં તેમની હાજરી ના કારણે તેઓ નાના-મોટા અજૈન મંદિરો બનાવતા હોય છે...અને પૂજા આદિ તદ્દન ભાવશૂન્ય થઈ કરતા હોય છે...તો જિનાલાયોની સ્વચ્છતા અંગે પણ બહુ મોટો પ્રશ્ન હંમેશા રહેતો હોય છે... આ વસ્તુના નિવારણ માટે એક ચોક્કસ સમિતિ બનાવવી...જે જિનભક્ત અને જિનરક્ષકો નું સંચાલન કરે. તેમના પગારો ફિક્સ...તેમનો ડ્રેસકોડ પણ પરમાત્માના જિનાલય ની જેમ વિશેષ હોય...હમણાં કેટલાક પુજારી ધોતી ઉપર ગંજી કે ટી-શર્ટ પહેરતા હોય છે...આ વસ્તુનો ખાસ નિવારણ થાય અને કેશરીયાજી માં જેમ અદ્ભુત સાફા સહિત નો ડ્રેસકોડ પુજારી માટે છે તેવો અન્ય જગ્યાએ પણ લાગુ કરાવવો રહ્યો...વળી સમિતિ જિનભક્તો અને જિનરક્ષકો ને ટ્રેનીંગ પણ આપે. તેમના કાર્ય અનુસાર તેમનો પગાર પણ વધે તો જિનભક્તો આગળ વધી જિનરક્ષકો સુધી પહોચી પણ શકે તેવું પ્લાનિંગ કરાય....વળી આપણા યુવાનોને પણ આ કાર્ય માટે પ્રવચનાદિમાં ઉપદેશ આપવો તથા વીમા પોલીસી, કાયમી નોકરી, ચોક્કસ પગાર, કાયમી નિવાસ આદિ તથા પેન્શન આદિ દ્વારા આપણા યુવાનો ને પણ આ કાર્ય માટે આકર્ષિત કરી શકાય...આ ઉપરાંત સરાક જાતિ, બોડેલી ના પરમાર ક્ષત્રિયો,જયપુર આસપાસ ના ગુર્જર-જાટવો જ્યાં જૈનત્વ જાગરણ અભિયાનો ચાલુ છે તેવા ક્ષેત્રોમાંથી આવા કાર્ય માટે યુવાનો તૈયાર કરવા...આ ઉપરાંત વિશેષ પ્રેરણાઓ આપી-આપી આવા જિનભક્તો અને જિનરક્ષકો તૈયાર કરવામાં આવશે તો જૈનશાસનમાં તીર્થરક્ષા-જિનાલયરક્ષા આદિ કાર્યો સહજ રીતે થશે. (એક વખત અમદાવાદની આણંદજી કલ્યાણજી પેઢી ની મુલાકાત લઇ આવવા જેવી છે)
Page #15
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - એકવાર હું લક્ષ્મણીજી (M.P) માં ગયેલો..એકદમ સુમસામ વિસ્તાર... યાત્રિકોની નહીવત્ અવર જવર...મને લાગ્યું દેરાસરમાં કંઈ સારા-વાના નહિ હોય...પરંતુ હું જેવો જિનાલયમાં ગયો જીનાલયની સાફ-સફાઈ અને પૂજા-સજાવેલા ફૂલો આદિ જોઈ મારો ભ્રમ ભાંગી ગયો.....કારણ કે પુજારીઓ બોડેલી ક્ષેત્ર ના હતા...આવું તો અનેક તીર્થોમાં મેં જોયું છે. આપણા લોકો હોય તો બહુ મોટો ફરક પડતો હોય ...ભાવથી પૂજા કરે...મંદિરને સંભાળે....દિગમ્બરો ને ત્યાં આવું કાર્ય થતું હોય છે. તેમને ત્યાં પૂજા કરનાર અને જિનાલય સંભાળનાર દિગમ્બર જ હોય છે. જે ના છુટકે અન્યધર્મી રાખે તો 4-5 વર્ષમાં તેને પ્યોર દિગમ્બર જૈન બનાવી દે અને થોડા વર્ષો બાદ ધર્મઝનૂની કટ્ટર દિગમ્બર જૈન બની જાય....
Page #16
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો ફી (7) નવા જૈનો બનાવવાની ખાસ જરજીત પર પ.પૂ. આ.રત્નપ્રભસુ.મ. આદિ આપણા પૂર્વાચાર્યો એ નવા-નવા લાખો લોકોને પ્રતિબોધ આપી જૈનો બનાવ્યા. જેના કારણે આજે આપણે કહેવા પૂરતા જૈનો મળે છે. હવે ફરી ફરી આવા વિશેષ કાર્યો ની જરૂરત છે...બોડેલી ક્ષેત્રમાં પ. પૂ. આ. ઇન્દ્રદિન્નસૂરિજી મહારાજે લાખો પરમાર ક્ષત્રિયો ને પુનઃ જૈન બનાવ્યા....હાલ સરાક આદિ ના ક્ષેત્રો માં પણ આવા સુંદર અભિયાનો ચાલે છે. અમારા દ્વારા પણ જયપુરઆગ્રાની વચ્ચે ગુર્જર-જાટવો ના ક્ષેત્રમાં પણ આવા અભિયાન અંતર્ગત હમણાં 27 જેટલા જિનાલયોની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ...જરૂરત છે આ કામોમાં વેગ લગાવવાની..નામના, ગુરુનું નામ,સમુદાયનું કામ, હરીફાઈ આદિ છોડી ને બધાએ આ કાર્ય માં જોડાવાની જરૂરત છે...બધાએ તન-મન-ધનથી જોડાઈ અને જૈનશાસન ની મંગલવીણા વગાડવાની ખાસ જરૂરત છે... દરેક સમુદાય એવું આચાર્ય ભગવંતોના લેવલે આવા પ્રોજેક્ટો શરુ થાય અને દરેક ક્ષેત્રમાં જૈનધર્મની વૃદ્ધિ ની યોજના બનાવવામાં આવે તો ઘણું કાર્ય થઈ જાય..હમણાં થોડા વર્ષો થી પ.પૂ.આ.નરરત્નસૂરિજી મ.સા. ની આજ્ઞાથી તેમના સાધ્વીજી ભગવંતો આ સુંદર કાર્યમાં જોડાયા છે અને ધર્મપ્રચારને વેગ આપ્યો છે... તો સરાક ક્ષેત્રમાં આ. રાજેન્દ્રસૂરિજી મ.સા., આ. રાજશેખરસૂરિજી મ.સા. આદિએ પણ ધર્મપ્રચારની ગતિને વેગ આપ્યો છે. તો બીજી તરફ જયપુર આસપાસ ના એરિયામાં અમારા દ્વારા પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. આ કાર્યમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.પુણ્યપાલસૂરિજી મ.સા. આદિ સરસ રસ લઈ કાર્યોને આગળ વધારી રહ્યા છે. બીજી એક વાત પાલિતાણા માં વસતા બારોટો આદિ પણ જૈનધર્મ પ્રત્યે ખુબ જ શ્રદ્ધા એવં લાગણી વાળા છે. છતાં આપણે તેમને જૈન ધર્મના અનુયાયી કેમ ન બનાવી શકાય? કેસરીયાજી માં ભીલો જૈનધર્મના તીર્થકરો પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા રાખે છે તો તે ભીલોને જૈન કેમ ન બનાવી શકાય? જો તે-તે લોકોને જૈન બનાવી દેવામાં આવે...જૈનશાસન પ્રત્યે શ્રદ્ધા ભાવવાળા બનાવવામાં આવે તો ઘણું કાર્ય થઈ જાય તેમ છે..દિગમ્બરો માં પણ સરાક ક્ષેત્રમાં પુ. જ્ઞાનસાગરજી મ.સા. આ કાર્ય કરી રહ્યા છે. તેઓને સરાક ઉદ્ધારક ની પદવી પણ આપવામાં આવી છે...“સરાક સોપાન' નામનું તેમનું મેગેઝીન પણ પ્રકશિત થાય છે.... આચાર્ય ભગવંતો ભલે કદાચ પોતે આ કાર્યન પણ કરી શકે પરંતુ પોતાના હાથ નીચે તૈયાર થયેલી યુવાશક્તિને આ કાર્યમાં જોડે તેવી ખાસ આવશ્યકતા છે.......
Page #17
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (8) નવા બનતા તીર્થો અંગે (A) અસલી નામવાળા નકલી તીર્થો અંગે અમદાવાદ ની આસપાસ થોડા સમયમાં ઘણા બધા કલ્યાણકભૂમિ ના નામો સાથે તીર્થો બનતા જાય છે... સાવત્થી, ચંપાપુરી, રાજગૃહી, પાવાપુરી, સમેતશિખર આદિ આવા તીર્થો બનાવવા પાછળનો આશય સમજાતો નથી....જો આવા સ્થાપના તીર્થો બનશે તો મૂળ કલ્યાણકભૂમિ નું મહત્વ ઘટશે...અને વર્ષો પછી નવો ભ્રમ ઊભો થશે....લોકો આ સ્થાપના તીર્થો ને જ સાચી કલ્યાણકભૂમિ માની લેશે જેનું પાપ તે-તે સ્થાપકોને લાગશે... આવા વિચિત્ર તીર્થો બનાવવા કરતા મૌલિક તીર્થો બનાવો ને..શું વાંધો છે? ઊલટું મૌલિક તીર્થો હશે તો તે-તે તીર્થનું માહાભ્ય પણ વધશે.. હવે જે આ તીર્થો બન્યા છે તેનું નામ બદલવા માટે કમર કરવાની જરૂરત છે... (B) હાઈવે પર કહેવાતા તીર્થો અને વિહારધામો અંગે છેલ્લા 10-15 વર્ષથી હાઈવે પર વિહારધામો અને કહેવાતા તીર્થો ખુબ જ વધતા જાય છે. જે તીર્થો અને વિહારધામો નું કોઈ ભવિષ્ય દેખાતું નથી...અમુક તીર્થો તો આવતા 2-5 વર્ષમાં બંધ કરવા પડશે તેવું અત્યારથી લાગી રહ્યું છે...(જેમ ધંધુકા પાસે એક તીર્થ વેંચાઈ ગયું તેમ.)વળી હાઇવે-ટુ હાઈવે Fast વિહાર અને અકસ્માત નું કારણ પણ આ તીર્થો અને વિહારધામો છે. શું છેલ્લા 2500 વર્ષ થી વિહાર નતો થતો? ગામડે-ગામડે સાધુ-સાધ્વીજી ભગવંતો વિચરણ કરતા...અન્યધર્મના લોકો વચ્ચે પ્રવચનો થતા...અન્યધર્મી લોકો આપણા પૂજ્યો સાથે જોડાતા તો ઘણા અન્યધર્મી લોકો આ રીતે દીક્ષા પણ પામ્યા છે....વળી ગામડાઓમાં વિહારના કારણે વિહાર પણ ધીમો થતો...માસકલ્પ અથવા તેને અનુસરતી વ્યવસ્થાના પરિણામે ગામડાઓમાં વસતા શ્રાવકો પણ પૂજ્યો ના પગલે ધર્મભાવનાથી વાસિત બનતા... વળી આ બનતા નવા તીર્થો-ધામો નો ઉપયોગ અમુક સમય માટે જ થતો હોય છે...બાકી ના સમય માં આ ધામો ખોટી પ્રવૃતિની જગ્યા બની જાય છે...દારૂ– જુગાર-છોકરા છોકરીઓના એકાંત ની જગ્યા આ તીર્થો બની જતા ઘણાએ જોયા છે....વળી પરમાત્માથી માંડી ધર્મશાળા બધુ જ અર્જન પંડાઓના ભરોસે...હિસાબ-કિતાબમાં કાયમ માટે ગરબડ તો ધર્મશાળા આદિ પર તેમનો
Page #18
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - પૂર્ણ કબજે જોવા મળે. તો વળી આપણા ટ્રસ્ટીઓને આવવાની જોવાની ફુરસદ પણ ક્યાં હોય છે? વળી પ્રતિમાજી-આભૂષણો ની ચોરી નો પણ ભય.. આપણા પૂર્વજોએ કોઈ પણ તીર્થ ગામ બહાર બનાવ્યા હોય તેવો ઉલ્લેખ મળે છે ખરો? એક પણ એવા પ્રસિદ્ધ તીર્થો છે ખરા? શંખેશ્વર-નાગેશ્વર-અજાહરા-તંભન પાટણ આદિ અનેક તીર્થો ગામની વચ્ચો વચ્ચ જ જોવા મળે છે. જૈનો ભલે જતા રહે પણ ગામ હોય વસ્તી હોય તો તીર્થો નું રક્ષણ થાય...માટે વિચાર કરી હાઈવે પર તીર્થો બનાવવાનું માંડી વાળવું જોઈએ.
Page #19
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (9) અલગ અલગ team Cell ની જરૂરતઃ કિક (A) જૈનશાસન વિરોધી લેખોના પ્રતિકાર માટે “બાળદીક્ષા એ બળાત્કાર છે”, “મંદિરોમાં ચોરી મને ગમે છે”, “જૈન સાધુ શા માટે ન થવાય” આવા વિચિત્ર લેખો ઘણી વાર પ્રકાશિત થતા હોય છે. આવા લેખો સામે તાત્કાલિક ખંડન કરી શકે તેવી ટીમ (સેલ) ની આવશ્યકતા છે. હમણાં આવા લેખો છપાયા ત્યારે પ.પૂ.આ.ભ.પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્ય પપૂ. આ.ભ.શ્રી વિજ્ય કુલચન્દ્રસૂરિજી મ.સા. (k.c) એ તરત જ યોગ્ય પ્રતિકાર આપેલો, અને આ પ્રતિકાર દ્વારા જૈનશાસનમાં સુંદર જાગૃતિ આવેલી....જૈન ધર્મ સાથે સંબંધ ધરાવતા કેટલાક લેખકો અને મેગેઝીનો આવું છાપતા હોય છે.પરંતુ આપણા દ્વારા યોગ્ય પ્રતિકાર ન થતા આવા લોકો ફાવી જતા હોય છે...તો અમુક વર્ગ માન-પ્રશંસા પાછળ આવા લોકોને ઉત્તેજન પણ આપતા હોય છે....કોઈ પણ વ્યક્તિ શાસન વિરુદ્ધ ટી.વી. માં બોલે...છાપામાં લખે.નાટક ભજવે...સોશિયલ મીડિયા પર લખે તો તેની સામે પ્રતિકાર કરે તેવી authentic ટીમ(સેલ) બનાવી લેવી જોઈએ...આ ટીમ અમુક ગુરુભગવંતો અને શ્રાવકો સંભાળે...કંઈ પણ આવું આક્રમણ થાય તરત જ અંદર-અંદર વાતચીત કરી મીડિયામાં નિવેદન બહાર પાડી દે...મીડિયા વાળાને પણ ખબર હોય કે કોણ પ્રતિકાર કરશે...એટલે તેઓ પણ સામેથી નિવેદન માંગે.... આવું કાર્ય તેરાપંથ સમાજમાં થઈ રહ્યું છે. તેમનામાં અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. આ અંગે વિદ્વાન મુનિરાજ મિત્રાનંદસાગરજી મ.સા. પાસેથી સમજવા જેવું છે. તેઓ પણ સમયે-સમયે આવા લોકો સામે પ્રતિકાર કરતા હોય છે. જૈન ધર્મવિરોધી કેટલાક-લેખકો અને ચોપાનીયા પર ખાસ લગામ લગાવવા જેવી છે. જેથી લોકોની શ્રદ્ધા ભ્રષ્ટ થતી અટકે. (B) રાજકીય પ્રશ્નો સામે ભારત સરકાર,રાજ્ય સરકાર, વન વિભાગ, પુરાતત્ત્વ વિભાગ દ્વારા રોજેરોજ નવા નવા વિખવાદો ઉભા થતા હોય છે. ટ્રસ્ટ એક્ટ હોય કે તીર્થો પર આક્રમણોની વાત હોય, લડશે કોણ તે પ્રશ્ન હોય છે. પ્રશ્નના નિરાકરણ માટે પૂજ્ય ગુરુભગવંતો (જેમણે કાયદાકીય જ્ઞાન હોય), સાથે-સાથે વકીલો આદિની એક ટીમ બને જે આવો કોઈપણ મુદ્દો આવે સાથે મળી ચર્ચા-વિચારણા કરી કેસ સામે લડવા તૈયાર થાય. આવા વકીલો અને યુવાનોની તમામ જવાબદારી શ્રીસંઘના માથે હોય.
Page #20
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - જેમ પૂ.આ.યુગભૂષણસૂરિજી મ.સા, કાયદા આદિ માં તૈયાર થયા છે. જેમ પૂ. નયપદ્મસાગરજી મ. તૈયાર થયા છે. જેમ પૂ. આ. રત્નસુંદરસૂરિજી મ. તૈયાર થયા છે. તેમ હવે અન્ય ગુરુ ભગવંતો પણ તૈયાર થાય. પૂ. ચંદ્રશેખર વિ. મ.સા. ની શાસનદાઝ અને સમર્પિતતા ને પામી ધામ આદિના યુવાનો પણ આ ક્ષેત્રે તૈયાર થયા છે. વધુ તૈયાર થાય તેવી અવશ્યકતા છે.
Page #21
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (10) પ્રાચીન ગ્રંથોની સુરક્ષા અંગે... | જ્ઞાનભંડાર એ જૈનશાસન ની મુલ્યવાન ધરોહર છે....એકવાર માટે જિનાલયો નાશ પામશે તો ફરીથી બની જશે, પરંતુ જ્ઞાન નાશ પામશે તો ફરીથી ઉભું કરવું શક્ય નથી. જૈન શાસન પાસે જ્ઞાનભંડાર-શાસ્ત્રોની અમૂલ્ય મિલક્ત છે જેનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે આવશ્યક છે. (A) સંશોધકોને ગ્રંથો તાત્કાલિક મળેઃ જૈનશાસનમાં વર્તમાનમાં સંશોધકો ની ખાસ અછત છે. છતાં પણ સંશોધન કરનાર છે. આવા સંશોધકોને જ્ઞાનભંડારોમાંથી ખુલ્લા હાથે ઝેરોક્સ કે સોફ્ટ કોપી અપાય તેવો પ્રબંધ કરવો જોઈએ. આ માટે સમુદાયવાદ આદિ છોડી શાસનની મૂડી સમજીને આપી દેવી જોઈએ. કોબા મધ્ય પૂ.આ.પદ્મસાગરસૂરિજી મ. સા., પૂઆ.અજ્યસાગરસૂરિજી મ.સા. ની નિશ્રામાં આવી સરસ પ્રવૃત્તિ ચાલે છે. ગીતાર્થગંગા તથા હમણાં પૂ. આ. શીલચંદ્રસૂરિજી મ.સા. ની પ્રેરણાથી હઠીભાઈની વાડીમાં સ્થપાયેલ જ્ઞાનભંડાર પણ આવું સુંદર કાર્ય કરી રહ્યા છે. (B) જ્ઞાનભંડારોનું સ્કેનીંગ તથા પ્રતીલીપિઃ ભારતભરમાં નાના-મોટા જેટલા પણ શ્વેતામ્બર-દિગમ્બર જ્ઞાનભંડારો હોય તેને સ્કેનીંગ આવશ્યક છે. અમુક .d., c.n. કે વડોદરા ની ગાયકવાડ યુનિ. પુનાની ભાંડરેકર યુનિ. આદિમાં પણ જૈન હસ્તપ્રતો નો વિપુલ સંગ્રહ છે. આ સંગ્રહ સરકાર પર દબાણ લાવી સંપૂર્ણ સ્કેનીંગ કરાવી લેવું આવશ્યક છે. આવું નહિ થાય તો ભવિષ્યમાં શાસનની મૂડી ખતમ થઈ જશે. આ ઉપરાંત સ્કેનીંગ એ વચગાળા માટે ઉપયોગી છે પણ લાંબા સમય માટે ભારે કાગળો માં નકલ- તાડપત્રો પર અંગ્રેવીંગ પણ કરાવી લેવું જોઈએ. અમારો આ વિષયક અનુભવ છે કે હાર્ડડિસ્ક માંથી ડેટા લાંબા સમયે ઊડી જતો હોય છે. જેમ પ.પૂ. આ. ભ. સાગરાનંદસૂરિજી મ.સા. એ આગમ મંદિર દ્વારા આગમો તાડપત્ર-તામ્રપત્ર અને મારબલ પર ખોદાવ્યા તેમ વર્તમાનમાં પણ વધારે આગમ મંદિરો-શાસ્ત્રમંદિરો ની આવશ્યકતા છે. હમણાં થોડા વર્ષો પૂર્વે પૂ.આ. અશોકસાગરસૂરિજી મ.સા. એ દીર્ઘદ્રષ્ટિ પૂર્વક બામણવાડા માં ગ્રેનાઈટ પર આગમો લખાવ્યા છે. અમારા પૂ. ગુરુદેવે જેસલમેર, પાટણ આદિ જગ્યાએ સ્કેનીંગ કરાવેલું. અમોએ પણ ખંભાત આદિ તથા દક્ષિણ ભારતના અમુક ભંડારોનું સ્કેનીંગ કરાવ્યું છે.
Page #22
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (C) સંશોધકોની ટીમો ઉભી થાય; પાકૃત-સંસ્કૃતના જાણકારોની વૃદ્ધિ જૈનોનું પાકૃત ભાષા તરફ ઢાળ થાય તે ઈચ્છનીય છે. કેટલાય કોલેજોમાં સંસ્કૃત સાથે પાતના અભ્યાસક્રમો હોય છે. આ અભ્યાસ કરનાર મોટાભાગે વિદેશી અથવા અજૈન વિદ્વાનો. જૈનોને આ અંગે રુચિ હોતી નથી. તેમણે રુચિ પેદા કરવા મોટી યોજના (સ્કોલરશીપ) આપવી જોઈએ અને પ્રવચનઆદિમાં પણ પ્રેરણા આપવી જોઈએ. જેથી સંશોધકોની યોગ્ય ટીમ તૈયાર થાય. આ વિષયમાં વર્ષો પૂર્વે પૂ.કાનિત વિ.મ., પૂ. ચતુર વિ. મ., પૂ. પુણ્ય વિ. મ. પૂ. જંબૂ વિ. મ., પુ. ન્યાય વિ. મ. પૂ.કલ્યાણ વિ.મ., પૂ.ત્રિપુટી મ., પૂ.ધર્મ સૂમ, પુ. ઈન્દ્ર સુ.મ. આદિ તથા પં.બેચરદાસજી, સુખલાલજી, દલસુખભાઈ, રતિલાલ દીપચંદ, સારાભાઈ મણિલાલ આદિ તૈયાર થયા તેમ વર્તમાનમાં પણ તૈયાર થાય તેવી જરૂરત છે. હાલ પ.પૂ. આ. શીલચંદ્ર સૂ.મ., પૂ.આ. મુનિચંદ્ર સૂમિ, પૂ. આ.ધર્મધુરંધર સૂ. મ.(લાલા મ.) આદિનું માર્ગદર્શન લેવા જેવું છે. (D) ગામે ગામ વ્યવસ્થિત લાઈબ્રેરી બનાવવીઃ શાસનના ભવિષ્ય માટે આ વસ્તુ ખુબ જ જરૂરી છે. ભારતભર માં ગામડે ગામડે તથા દરેક ઉપાશ્રયો માં એક નાનું સરખું પણ જ્ઞાનભંડાર હોય જ્યાં અત્યંત આવશ્યક એવા પુસ્તકો રાખવામાં આવે. સાથે શ્રાવકોના ઘરોમાં પણ નાનું સરખું જ્ઞાનભંડાર હોય, તે ખાસ આવશ્યક છે. હાલ પ્રવચન શ્રુતતીર્થ (શંખેશ્વર)માં પણ આ. પૂર્ણચંદ્રસુ.મ.ની નિશ્રામાં આ કાર્ય ચાલુ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (11) પ્રાચીન જિનબિંબોની સુરક્ષા અંગે (A) રૂપકામ, વિલેપન, ઓપ આદિનો પ્રશ્ન વર્તમાનમાં ચાલતી પૂજા પદ્ધતિના કારણે અને બજારમાં મળતી હલકી ક્વોલીટીના પાષાણ ના કારણે વારંવાર પકામ, રૂપકામ, અને લેપ પ્રતિમાજી પર કરવો પડતો હોય છે. આ માટે ખાસ પૂજા પદ્ધતિમાં કેમિકલ યુક્ત બરાસ, કેશર આદિનો ઉપયોગ બંધ કરવા જેવો છે. વળી પ્રક્ષાલાદિ પદ્ધતિના અતિરેકના કારણે પણ આ વસ્તુ બને છે. દરેક લોકોને દૂધથી પ્રક્ષાલ કરવા જોઈએ. પછી પાણીથી, પછી વિલેપન પછી ચંદનપૂજા, અને દરેક લોકોને લાભ લેવા જોઈએ. એટલે આ બધી પૂજાનો અતિરેક થવાથી પાષાણ લાંબા સમયે ખરાબ થઈ જાય છે. વળી ઘણીવાર નુતન જ પ્રતિમાજી ખરાબ થઈ જતા હોય છે તેનું મુખ્ય કારણ નબળો પાષાણ છે. હલકી કવોલીટીના પાષાણના કારણે ઘણીવાર પ્રતિમાજીમાં ડાઘ, ખાડા, ખંડિત થવાના બનાવો પણ બનતા હોય છે. આ કાર્ય માટે ખાસ પ.પૂ. મૂ. સૌમ્યરત્નવિ. મ. નો સમ્પર્ક કરવા જેવો છે. તેમણે ખૂબ જ ઊંડો અભ્યાસ કરેલો છે. પરમાત્મા પર ચાંદીના ટીકાઓ, ફીટ બાજુબંધ, પગીયાઓ,કપાલપટ્ટી આદિ જે-જે વસ્તુઓ પાષાણ પર ચોટાડવામાં આવે છે અને વીતરાગ અવસ્થા તોડે છે તેવી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ મુકવો. ડાયમંડ ચક્ષુ આદિ પર પણ લગામ આવશ્યક છે. (B) પૂજા પદ્ધતિઃ પૂજા પદ્ધતિ અંગે વર્તમાનમાં ખુબજ ગેરસમજ ચાલી રહી છે. અંગપૂજા કરતા અગ્રપૂજા-ભાવપૂજાનું મહત્વ વધારવા જેવો છે. અક્ષયતૃતીયા આદિના દિવસે થતા શેરડી આદિનો પ્રક્ષાલ પણ ખાસ બંધ કરાવવા જેવો છે તો મહાપૂજાના નામે થતી લાખો ફૂલોની હિંસા અંગે પણ વિચાર કરવા જેવો છે. લેપવાળા-ખંડિત એવા પ્રાચીન પ્રતિમાજીઓ ને માત્ર કેસરપોતું કરી સાફ કરી પુષ્પપૂજા દ્વારા સંતોષ માનવા જેવું છે. હમણાં શ્રી જીરાવલાદાદાને નવો લેપ કરાવવામાં આવ્યો જેના દ્વારા પ્રતિમાજી ના પ્રભાવ અને પ્રાચીનતાનો નાશ થઈ ગયો.આવા પ્રતિમાજીઓ ની પુષ્પપૂજા દ્વારા જ પૂજા કરવી. પ્રક્ષાલ આદિનો વિવેક રાખવો. પૂજા પદ્ધતિમાં આવેલા બદલાવ ના કારણે જ સ્થાનકવાસી મત ની ઉત્પત્તિ થઈ એવું પ.પૂ.કલ્યાણ વિ. મ. લખે છે. પૂજ્યશ્રીની ‘જિનપૂજા પદ્ધતિ' પુસ્તક ખાસ વાચવા જેવું છે. આ
Page #24
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ઉપરાંત હમણાં પૂ.આ. નેમસૂરિજી સમુદાયના પૂ.આ. નંદીઘોષ સૂ.મ.એ પણ આ અંગે દિશાસૂચક પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ સાથે મારું લખેલું જંબૂ જિનાલય શુદ્ધિકરણ પણ ઉપયોગી થશે.આ વિષયમાં વધારે ગુરુભગવંતો અને યુવાનો તૈયાર થાય તે જરૂરી છે. લેપ, ઓપ,ચક્ષુ આદિ ની માહિતી હોય, અનુભવ હોય તેવા ગુરુભગવંતો એ રસ લઈ નવી પેઢી તૈયાર કરવા જેવી છે. (C) જૈન સંગ્રહાલય એવં પ્રતિમાભંડારઃ જૈનોનું પોતાનું સંગ્રહાલય દરેક સ્થાનોમાં હોય.દરેક તાલુકા-જીલ્લા લેવલે આવા સંગ્રહાલયો બને જ્યાં તે જિલ્લાના ગામોમાંથી મળતી મૂર્તિઓનું સંગ્રહ કરવામાં આવે, પ્રતિમાજી ખંડિત હોય તો તેનું અલગ મ્યુઝીયમ અને અખંડ હોય તો પ્રતિમાભંડારમાં મૂકી અન્યત્ર જરૂરત મુજબ મોકલાવી અપાય. આ ઉપરાંત ભવિષ્ય માટે વિશાળ મૂર્તિભંડારો ઉભા કરવા જેવા છે. શિલાલેખો, પ્રાચીન વાસણો, ચંદરવા, પુઢિયા, પ્રાચીન ત્રિગડા, પ્રાચીન કોતરણી આદિ સાચવવાની ખાસ જરૂરત
Page #25
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો હથિત (12) સંગઠન વિશાલ જનસંખ્યા ધરાવતું જૈનશાસન આજે વિશ્વના 9-9 મહાધીપમાંથી એક જ મહાદ્વીપના ખૂણામાં મુકાઈ ગયું છે. ભારતની પણ 125 કરોડની જનતામાંથી જૈનો કેટલા? તે મોટો પ્રશ્ન છે. દરેક ઘરમાં 1 દીકરાની નીતિના કારણે પણ સંખ્યા ઘટે છે. પૂર્વે જૈનો ના ઘરમાં 4-5 છોકરાઓ હતા,હવે 1 હોય છે.આગળ જતા દીક્ષા લેનારા-દેનારા ને પણ આ અંગે વિચાર કરવો પડશે. વિઘટનના કારણે જૈન સમાજની જે-જે પરિસ્થિતિ ઉદભવી છે તે અંગે આપ સૌ જાણો છો.થોડી જ વસ્તી ધરાવતો સમાજ 4-5 નહિ પણ 400-500 ટુકડાઓમાં વહેચાયેલો છે. આ 400-500 ટુકડાઓની અંદર પણ 4000-5000 ટુકડાઓ હશે. કોઈ પણ જગ્યાએ એકતા-સંગઠન ની વાત કરવી એટલે હાથે કરી નિરાશાઓને આમંત્રણ આપવા જેવું શ્રમણ સંઘ અને શ્રાવક સંઘ બંને સંગઠિત થાય તે આવશ્યક છે. ભલે સામાચારી જુદી હોય પણ ચોક્કસ સમયે એકતા પણ દાખવે. ભગવાન મહાવીરના ‘એગે આયા નો સિદ્ધાંત લગભગ લુપ્ત થઈ ગયો છે. ભગવાને વિશ્વને સમાવી લેવાની વિશાલ દષ્ટિ આપેલી પરંતુ આપણે નાના વિચારો સાથે તુચ્છ દૃષ્ટિકોણ ધરાવતા થઈ ગયા છીએ.સમુદાયવાદ છોડી શાસનના ભક્તો બનાવવા. સ્વ છોડી સર્વના બનાવવા આ ધ્યેય પૂર્વક ચાલવાથી જ જૈન શાસન નો ઉદ્ધાર થશે. સંઘમાં સતત પડી રહેલા ટૂકડાઓના જ પરિણામ છે કે એક ગુરને માનતા ભક્તો બીજે જવા તૈયાર નથી. અથવા ગુરુ તેમને બીજે જવા દેતા નથી. સ્વામીનારાયણની જેમ કંઠી પહેરાવે છે. વળી એક સમુદાયમાં મોટો સંઘર્ષ થાય –અકસ્માત થાય તો બીજા બોલવા પણ તૈયાર થતા નથી. આ કરુણા છે જૈનશાસનની,પાટ પરથી બોલેલી વાતો લોકોના ગળે ઉતરતી નથી કારણ કે ખુદનું જ આચરણ હોતું નથી.આપણે લોકો આ કારણોથી દિવસોદિવસ નબળા થતા જઈએ છીએ અને બીજા લોકો આપણો ફાયદો ઉપાડે છે. આજે 20% પૈસાદારો-વગદારોને સાચવવા પાછળ 80% સામાન્ય વર્ગ સાધુ સંસ્થાથી, શાસનથી દૂર થઈ રહ્યો છે.વળી આ 20% વગદાર-પૈસાદારવર્ગ પણ પોતાના હિસાબે સાધુ સંસ્થાને નચાવે છે. પોતાના અંગત અને ધંધાકીય પ્રશ્નોનો દુશ્મનીનો વેર ધર્મક્ષેત્રમાં વસુલ કરે છે. કેવી સ્થિતિ છે શાસનની અને તે વગદારો-પૈસાદારોની પાછળ ચાલતા પુજ્યોની પણ કરુણ સ્થિતિ છે.
Page #26
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (13) તીર્થરક્ષા (A) દત્તક યોજના પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા હજારો જૈનતીર્થો પર આજે આક્રમણ થઈ રહ્યા છે.તે તીર્થોની રક્ષા અર્થે એક દત્તક યોજના બનાવવા જેવી છે.વર્ષો પૂર્વે ગિરનારની ખુબ જ કપરી પરિસ્થિતિ હતી. તે સમયનું જે ગિરનાર હતું તે વાત હૃદય પરિવર્તન માસિક માં વિશેષાંકરુપે આવેલી. 2007-8 ની વાત હશે, ત્યારબાદ પૂ.આ. હેમવલ્લભ સુ.મ. એ અંગત રસ દાખવી ગીરનાર તીર્થની કાયા પલટ કરી દીધી. આજે ગિરનાર તીર્થ અંગે ચિંતા જેવું વિષય રહ્યું નથી. આવી જ રીતે આપણા ગુરુભગવંતો સમેતશિખર, પાલિતાણા, આબુ, રાણકપુર આદિ તીર્થો સંભાળી લે તો ગુરુભગવંતોની આજ્ઞામાં હોવા જ જોઈએ. ટ્રસ્ટીઓ પણ ફરજીયાત ગુરુભગવંતો ની આજ્ઞામાં. એક મધ્યસ્થ સમિતિ નિમીને દરેક તીર્થો અને તેના વિકાસના કાર્યો વહેચી લેવાની જરૂરત છે. આ માટે સમયગાળો પણ બાંધી દેવો જોઈએ કે 2-3-4 વર્ષમાં કાર્ય પૂર્ણ કરી પ્રવર સમિતિને રિપોર્ટ આપવો. (B) પ્રતિમાયતનની યોજના અમારા ગુરુદેવ પ.પૂ.મુ.જંબૂવિજયજી મ.સા. નું આ સ્વપ્ન હતું. મેવાડમારવાડ-માલવા આદિ ઘણા પ્રદેશોમાં ભગવાન ભરોસે ચાલતા જિનાલયોમાંથી પ્રાચીન પ્રતિમાઓ અમદાવાદ પાલીતાણા જેવા ક્ષેત્રોમાં પરોણાગત રાખવી. અને ત્યાંથી જેને જોઈએ તેને ભેટ સ્વરૂપે જિનાલયમાં બિરાજમાન કરવા આપવી.જ્યાં જિનાલયોમાં પરિવાર મોટો હોય અને પૂજા કરનાર વર્ગ ઓછો હોય ત્યાં પરિવાર ઓછો કરવો પણ જિનાલય સાવ જ ખાલી ન કરવું અનિવાર્ય સંજોગોમાં જિનાલય ખાલી કરવો પડે તો પણ ત્યાં મંગલમૂર્તિ નવી બેસાડી દેવી જેથી માલિકી હક સતત રહે.આ ઉપરાંત મોટા સંઘો હોય,જ્યાં પૂજા કરનારો વર્ગ મોટો હોય, ત્યાં ફરજીયાત થોડા થોડા પ્રાચીન પાષાણના અને ધાતુના પ્રતિમાજી મુકવા.આ ઉપરાંત બધા જ પ્રતિમાજીના લેખોના કાર્યો પણ પૂર્ણ કરવા. આ કર્યો વર્તમાનમાં પૂ. નેમસૂરિ મ.સા.ના સમુદાયના પૂ.આ. સોમચંદ્રસૂ. મ. ના વિદ્વાન શિષ્યો પુ. સુયશસુજસચંદ્રવિજયજી મ.સા. કરી રહ્યા છે.
Page #27
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (C) પ્રતિમાજીની સુરક્ષા પ્રાચીન પાષાણના અને ખાસ તો ધાતુના પ્રતિમાજી ની ચોરીના બનાવો વધતા જાય છે. અમુક વખત સંઘોની ઉદાસીનતા ના કારણે ફરિયાદ પણ નથી કરતા. આ માટે ખાસ તો ધાતુના પ્રતિમાજી જરૂરત મુજબ રાખી બીજા મોટા સંઘોને ભરાવવા અથવા એકાદ પ્રતિમાજી બહાર રાખી બાકીના પ્રતિમાજી તલવર(ભોયરું) અથવા સેફટી વોલ્ટ લોકર સિસ્ટમમાં મુકવા. આ ઉપરાંત ધાતુના પ્રતિમાજીને ભીતમાં ચોટાડી દેવાય અને ઉપર નીચે તાંબાની પટ્ટીઓ લગાડી દેવાય જેથી પ્રતિમાજીઓ જલ્દી ઉપાડવાનું શક્ય ન બને. આ ધાતુના પ્રતિમાજીઓ ફોરેનમાં લાખો કરોડોના ખર્ચે વેચાય છે. તેથી ચોર લોકો આવી એન્ટીક વસ્તુઓ જલ્દીથી ઉપાડતા હોય છે. માટે ખાસ ધ્યાન આપી પાષાણ એવં ધાતુના અમૂલ્ય પ્રતિમાજીના રક્ષણ માટે પ્રબંધ કરવો.
Page #28
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (14) નાના સાધુ ભગવંતો ની ટીમો બને છે આ જે જૈનશાસન નું ભવિષ્ય છે, ભવિષ્યમાં આચાર્ય-ઉપાધ્યાય આદિ પદો ને શોભાવનાર છે. જૈન શાસનની ધુરા જેમણે વહન કરવાની છે તેવા સાધુ ભગવંતો જે યુવા છે, શક્તિશાળી છે,શાસનના રાગી છે.એમની ટીમો બનાવી અલગ-અલગ સકારાત્મક કાર્યોમાં જોડવા જેવા છે. આ ટીમો બધાજ સમુદાયના મુનિઓ માટે હોય. તે-તે વિષયના જાણકાર આચાર્ય ભગવંતો આ ટીમોની આગેવાની-નેતૃત્વ સંભાળે. અને બધાય સાધુ ભગવંતોને ખંડનાત્મક કાર્યોની જગ્યાએ મંડનાત્મક કાર્યોમાં જોડવામાં આવે. આ ઉપરાંત તેમની પરીક્ષા પણ લેવામાં આવે. તેમના વિષયોને અનુરુપ તેમની વાચનાઓ પણ ગોઠવાય. તેમના ક્ષયોપશમ ને અનુરૂપ શાસનની જવાબદારી પણ અપાય. મારી દષ્ટિએ આવી અલગ અલગ ટીમો બનાવી શકાય.. * શિલ્પાદિના જાણકાર મુનિભગવંતો * પ્રવચન દક્ષ (શિબિર આદિ દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવે તેવા) મુનિરાજો * સંશોધન-સંપાદન કરતા મુનિભગવંતો * અધ્યયન-અધ્યાપન માં પારંગત મુનિરાજો (જેઓ પાઠશાળા માટે માર્ગદર્શન આપે) ધ્યાન-યોગના જાણકાર મુનિભગવંતો * મંત્રશાસ્ત્રમાં નિપુણ મુનિરાજ * સંગીતમાં પારંગત મુનિભગવંતો (સ્તવન આદિ રચનાઓ કરી શકે) * તીર્થરક્ષાદિ માં પારંગત મુનિરાજો (સમય આવે શ્રાવકોને આહવાન કરે) * જ્યોતિષાદિના જાણકાર મુનિભગવંતો * રાજકારણ-કાયદાના જાણકાર મુનીભગવંતો * પ્રાચીન લપિઓના જાણકાર અને આગમોના જ્ઞાતા મુનિરાજો * વિદેશીઓ -જિજ્ઞાસુઓને જવાબ આપી શકે તેવા મુનિરાજો (English ભણેલા ખાસ) * ઈતિહાસના જાણકાર મુનિરાજ આવી દરકે વિષયોની અલગ અલગ ટીમો બનાવવામાં આવે. પ્રસ્તુત ટીમમાં દરેકના વિચારોની આપ-લે થાય. સમયે સમયે આચાર્ય ભગવંતો ની નિશ્રામાં બધા
Page #29
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - જ મુનિઓ ભેગા થાય. આવું જ કંઈ સાધ્વીજી ભગવંતો માટે પણ વિચારી શકાય અને અમલમાં પણ મુકાય. આવી સુંદર ટીમ તૈયાર થતા જૈનશાસનની કાયાપલટ થઈ જશે. નાના સાધુભગવંતો સમુદાયની અંદર રહ્યા વગર પોતાની શક્તિ નો ઉપયોગ જૈન શાસન માટે કરશે. આપસમાં જે વિખવાદો છે તે દૂર થશે અને જૈન ધર્મનો જયજયકાર થશે.
Page #30
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (15) ગુરુમૂર્તિ અને દેવ-દેવીની મૂર્તિ અંગે (A) ગુરુમૂર્તિઓ અને તેની પાછળનું રાજકારણ જૈન શાસનમાં પૂજા કોની? સાધ્ય-પૂજ્ય અને ઉપાદેય માત્ર ને માત્ર તીર્થકરો જ ને? છતાં આજકાલ ગુરુમૂર્તિઓ બેસાડવાની વિચિત્ર પ્રથા ચાલી છે. તો વિશાળ ગુરુ સ્મૃતિમંદિરોની પણ દેખાદેખી ચાલે છે. આ વાતના મૂળમાં ખરતરગચ્છના દાદા છે. ખરતરગચ્છવાળાઓ એ પોતાના પ્રચાર માટે વર્ષો પહેલા દાદાના પગલા બેસાડ્યા. હવે જયાં જ્યાં પગલા હતા ત્યાં ત્યાં ગુરમૂર્તિઓ બેસાડે છે, દાદાવાડીઓ બનાવે છે. આમની દેખાદેખીમાં આ.રાજેન્દ્રસૂરિ મ. (તીનથુઈ) વાળા આવ્યા. તેઓ પણ આજ રીતે કરતા હોય છે. વર્ષો પછી જિનમંદિરોની જગ્યાએ આવા ગુરુમંદિરો જોવા ન મળે તો સારું. આ બંને પક્ષે ભગવાનને અભડાઈએ ચડાવ્યા છે. ભગવાનનો મહિમા ઘટાડી ગુરુનો મહિમા વધાર્યો છે. સ્તવન-સ્તુતિઓ છોડાવી લોકોને એક્તીસા-ચાલીસા પાછળ પાગલ બનાવ્યા છે. વર્ષો પછી જેમ અત્યારે જમીનમાંથી પરમાત્માની પ્રતિમાજી નીકળે છે તેમ ગુરુમૂર્તિઓ નીકળશે. ભગવાનની સંખ્યા તો નિયત છે. ગુરુની કેટલી ગુરુમૂર્તિ બનાવશો? લાખો ગુરુ થશે. 2-3 પેઢી પછી મંદિરમાં બેસેલા બાપુ કોણ છે તે પણ ખબર નહિ હોય. વળી કોઈક ગુરુને ઓળખાવવા માટે તેમના ચમત્કારોથી લોકોને આકર્ષિત કરે છે. આવી જ કંઈક પ્રથા વર્તમાન તપાગચ્છ માં પણ પાછલા બારણેથી ઘુસી રહી છે. પોતાના વર્ચસ્વના સ્થાને પોતાના ગુરુઓને બેસાડવાના. જરૂરત હોય કે ન હોય, પછી તે-તે સ્થાનો પર કબજો કરવાનો, હવે અધૂરામાં પૂરો તેમ. સાધ્વીજી ભગવંતોનીય ગુરુમૂર્તિ પણ ચાલુ થઈ ગઈ છે. એક બેસાડે પછી તો બસ...ગાડરીયો પ્રવાહ...હમણાં તો જીવતા ગુરુઓની પણ મૂર્તિઓ ચાલુ થઈ ગઈ છે. આ પ્રથા ક્યાં જઈ અટકશે તે વિચાર કરવા જેવો છે. આપણે ત્યાં પૂર્વધરથી લઈ યુગપ્રધાનો થયા. કોઈની પણ પ્રાચીન ગુરુમૂર્તિ જોવા મળે છે? કદાચ હોય તો પણ એકાદ ગોખલામાં હોય...જગ્યા જગ્યાએ ન હોય...હજારો પ્રાચીન મંદિરોમાં ક્યાંય આવા ગુરુમંદિરો જોવા મળે છે? સમ્મતિ રાજા એ કરોડો બિંબો ભરાવ્યા પણ કોઈ ગુરુમૂર્તિ ભરાવી હોય એવો ઉલ્લેખ ખરો? એકાદ મળતી પ્રાચીન મૂર્તિનો ઉદાહરણ લઈ જગ્યા-જગ્યાએ ગુરુમૂર્તિ બેસાડવી તે નર્યો હઠાગ્રહ છે. આ અંગે વિચારણા આવશ્યક છે..અંતિમ સંસ્કાર સ્થળે પગલા ચાલે....આવો જ અભિપ્રાય અમારા ગુરુમહારાજનો હતો.
Page #31
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (B) દેવ-દેવી ની મૂર્તિઓ હમણાં પ્રચલન ચાલ્યું છે કે જિનમંદિર બને ત્યાં જરૂરત હોય કે ન હોય 4-5 દેવ-દેવી બેસાડી દેવાના..શ્રીમાણિભદ્ર દાદાનું સ્થાન ઉપાશ્રયમાંથી દેરાસરમાં આવ્યું.હવે દેરાસર બહાર અલગ દેરાસરરૂપે આવ્યું..મુખ્યરૂપે સાધારણની આવક માટે આ કાર્ય કરાય છે. પણ સાધારણના તો રૂપિયા લાવવાના અન્ય વિકલ્પો પણ છે. “કાઢવા ગયા બકરી અને ઘર માં પેઠો મોટો સિંહ જેવો તાલ છે. કોઈ પણ પ્રાચીન મંદિરો માં દેવ-દેવી જોવા મળતા નથી. મળે તો પણ અપવાદે યતી આદિ દ્વારા પ્રતિષ્ઠિત એકાદ મળે..પણ અત્યારે..? ભગવાનના પરિવાર કરતા દેવ-દેવી નો પરિવાર વધારે મળે..મંદિર હોય ગમે તે પ્રભુનું... પદ્માવતી,ચક્રેશ્વરી આદિ અમુક દેવ-દેવી Fix હોય.. તો વળી હવે તો સ્થળે-સ્થળે મંદિર બંધાવનાર દાતાની મૂર્તિઓ બેસાડવા લાગ્યા છે. સમ્રાટ સંપ્રતિ-કુમારપાળ આદિની મૂર્તિ કેટલી? હવે તેની પૂજા ન થાય તો સારુ. નાકોડાજી તીર્થના ક્ષેત્રપાલ શ્રી ભૈરવજી અને સન્મેદશિખર તીર્થના ક્ષેત્રપાલ એવા શ્રી ભોમિયાજી ને પણ કારણ વગર બેસાડવાની વિચિત્ર પ્રથા ચાલી છે.તો ક્યાંક દેવ-દેવી ના અલાયદા મંદિરો પણ બાંધવામાં આવી રહ્યા છે. પૂર્વેક્યાય જોવા ન મળતા ઓશિયાદેવી, શનિદેવ, કપર્દિયક્ષ આદિ દેવ-દેવી પણ હવે જોવા મળી રહ્યા છે..વળી તેમની આરતી પણ ઉતારવામાં આવે, પ્રસાદ પણ ચડાવવામાં આવે, હોમ-હવનો પણ કરવામાં આવે, આવી બધી હિંદુ ધર્મની પ્રણાલીઓ આપણામાં પાછલા દરવાજેથી પ્રવેશ કરી ચૂકી છે.હવે બલી પ્રથા ચાલુ ન થાય તો સારું..પરમાત્માનું છોડી લોકો પણ દેવ-દેવી સાથે જોડાઈ રહ્યા છે. પરમાત્માના ઉપાસકની જગ્યાએ સાધુ ભગવંતોની આગળ ફલાણા દેવ-દેવીના ઉપાસક બિરૂદ લગાવવામાં આવે છે. દેવ-દેવીની આરતી-પૂજાના લાખોમાં ચડાવા જાય છે. ભગવાનના દરબારમાં ચડાવા બોલવાવાળા મળતા નથી. પ્રાચીન જિનાલયોમાં પણ માણિભદ્ર-પદ્માવતી આદિ બેસાડવાનો રીવાજ ચાલ્યો છે. જૈનશાસન ને પ્રતિકુળ એવી હોમાત્મક હવાનોની પ્રક્રિયાઓ ચાલે છે. આ વિષયમાં પૂ. સાહિત્યકલારત્ન આયશોદેવ સૂ.મ. જણાવતા કે આ હવનો મૂળભૂત પ્રતિષ્ઠાકલ્પ આદિ માં આવતા અપવાદનું અનુકરણ છે. પૂ. શ્રી એ પોતાની જીંદગીમાં એક પણ હોમ-હવન કાર્ય-કરાવ્યા નથી, તેના સાક્ષી પૂ.જયભદ્ર વિ. મ. છે. આવો જ અભિપ્રાય અમારા ગુરુદેવનો હતો. આપણે ક્યાં છીએ તે વિચાર કરવા જેવો છે...
Page #32
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો આવા સમયે અમુક અપવાદને બાદ કરતા જગ્યા જગ્યાએ બેસાડાતી ગુરુમૂર્તિઓ દેવ-દેવીની મૂર્તિ ઓ નું પ્રચલન ઓછુ કરવા જેવું છે. તથા તેમની પાછળ પાગલ બનવા કરતા આડબરો હોમ-હવન આદિ પણ બંધ કરવા જેવા છે નહિ તો આપણો સમાજ ભવિષ્યમાં જૈન સમાજ નહિ રહે...દેવીપૂજક સમાજ બની જશે.
Page #33
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (16) દેવદ્રવ્ય અંગે દેવદ્રવ્યની વૃદ્ધિ તે આપણું કર્તવ્ય છે. આવક જેમ જાવક પણ હોવી જોઈએ. તેમ દેવદ્રવ્યનો યોગ્ય વપરાશ પણ આપણું જ કર્તવ્ય છે. જેટલું દેવદ્રવ્ય ભેગું થાય તેટલું ઓછું પડે એટલા કાર્યો જૈનશાસન પાસે છે. જેમાં મુખ્યતઃ મારવાડ-મેવાડ આદિના હજારો તીર્થોનો જીર્ણોદ્ધાર, કલ્યાણક ભૂમિઓને અનુરુપ દેવવિમાન તુલ્ય જિનમંદિરો, સરાક-ગુર્જર કે બોડેલી ક્ષેત્રમાં નવા જૈનો બનાવાય છે ત્યાં મંદિરો..સાથે ઘણા જાણીતા તીર્થો/મંદિરોના જીર્ણોદ્ધાર.. વળી અમુક ક્ષેત્રમાં જિનાલયો છે પણ 50 વર્ષ ટકે તેવા..આવા ક્ષેત્રોમાં સુંદર પત્થરના 500 વર્ષ ટકે તેવા જિનાલયો બંધાવવા જેવા છે. હું પંજાબ ગયેલો..ત્યાના લગભગ બધાં જ જિનાલયો RCC કે ઈંટ ચૂનાના..કોઈ એકાદ પત્થર માર્બલનો હશે..આવા તો અનેક સ્થાનો છે જ્યાં દેવદ્રવ્યની ખાસ જરૂરત છે..અજમેર, જયપુર આદિ ક્ષેત્રોના ગામડાઓમાં તો દેરાસરો પડું પડું થઈ રહ્યા છે. છતાં આપણે ત્યાં કરોડો રૂપિયાની FD કરવામાં આવે છે. એક પાઈ પણ બીજે આપતા નથી.અમુક સંઘોમાં તો 200-500 કરોડની FD છે.તો વળી અમુક સંઘો દેવદ્રવ્યના પૈસા સોના ચાંદીના આભૂષણો, પુઠીયાઓ અને રોજરોજ માર્બલ બદલવામાં નાખે છે. અથવા ગોલ્ડ પેઈન્ટ-ચિત્રકામ અથવા માર્બલના કોતરકામો માં વ્યય કરે છે જેથી બીજાને આપવા ન પડે.. આવી પણ મનોવૃત્તિ અમુક સંઘોની હોય છે. તો વળી અમુક ટ્રસ્ટીઓ દેવદ્રવ્યની FD પરથી પોતાની અંગત લોન ઉપાડતા હોય છે. આવા ઉદાહરણો મેં પોતે જોયા છે.પરિણામે તે FD જપ્ત થાય જાય છે. અને ટ્રસ્ટી નું રાજીનામું અન્ય ટ્રસ્ટ મંડળ લઈ વાતને પૂર્ણ કરે છે. આવા તો અનેક જાણમાં અને અજ્ઞાત ઉદાહરણો હશે. વર્ષે દહાડે જે આવક થાય તે પર્યુષણ પૂર્વે યોગ્ય ક્ષેત્રોમાં ફાળવી દેવામાં આવે પછી જ ટ્રસ્ટીઓએ સંવત્સરી પ્રતિકમણ કરવું તેવો નિયમ બનાવવા જેવો છે. આજે જિનાલયો અને પ્રતિમાજીની જે રોનક જોવા મળે છે તેનું મુખ્ય કારણ દેવદ્રવ્યની વ્યવસ્થા છે. જ્યાં દેવદ્રવ્યની વ્યવસ્થા જળવાઈનથી તેવા સ્થાનોમાં જિનાલયોની દયનીય હાલત જોવા મળે છે. દેવદ્રવ્યના પૈસા માર્બલ ની ખાણ, કાયમી કારીગરો, પત્થરો, મૂર્તિઓ, કલાત્મક જિનાલયોપયોગી વસ્તુઓ આદિ ખરીદી લે તે પણ થઈ શકે. આ ઉપરાંત જિનાલયના કળશો-ધ્વજદંડો-આમલસાર કે ગેટ પણ દેવદ્રવ્યના પૈસે લઈ સ્ટોકમાં રાખે. જે નવા જિનાલયને જોઈએ તેને ભેટ મળે. દિવસોદિવસ બધી વસ્તુઓના
Page #34
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ભાવો વધતા જાય છે તો શુદ્ધતા ઘટતી જાય છે. આવા સમયે દીર્ઘદ્રષ્ટી વાપરી દેવદ્રવ્ય નો સંપૂર્ણ ઉપયોગ કરી દેવો જોઈએ. અન્યથા બધું જ દેવદ્રવ્ય કોઈ એક્ટ લાવી સરકાર એક સાથે લઈ જશે. પછી માથું ખંજવાળતા રહીશું. જેમ નોટબંધી સમયે આપણી હાલત થયેલી. કયા સંઘના કેટલા ગયા કેટલા ડૂખ્યા તે ખબર કોઈનેય નહિ હોય. ખબર હશે તે બોલવાની હિંમત પણ નહિ કરે. બીજું હમણા-હમણા દેવદ્રવ્ય માંથી અલગ-અલગ વસ્તુઓમાં લોન લેવાની વાતો ચાલે છે પણ તે ખોટું છે, દેવદ્રવ્યની ભરપાઈ કોણ કરશે? દેવદ્રવ્ય તરફ નજર બગાડવાથી પરિણામ ખરાબ આવશે, અને ભવિષ્યમાં લોકો દેવદ્રવ્યના દેવાદાર બનશે. આ અંગે બહુશ્રુત ગુરુભગવંતો ખાસ વિચારે.
Page #35
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (17) વૃદ્ધ સાધુ-સાધ્વીજીના સ્થિરવાસ અંગે (A) શ્રમણ-શ્રમણી આયતન વૃદ્ધ, એકલા અથવા બીમાર સાધુ-સાધ્વીજી ભગવંતો માટે આપણે ત્યાં કોઈ પણ વ્યવસ્થા નથી. તેના કારણે વૃદ્ધ -એકલા અથવા બીમાર સાધુ-સાધ્વીજી ભગવંતોની હાલત ખુબ જ ખરાબ થાય છે. તેમના સ્થિરવાસ માટે જૈનોની વિશેષ વસ્તી ધરાવતા અમદાવાદ,પાલિતાણા-સુરત કે મુંબઈ માં શ્રમણ-શ્રમણી આયતન બને તેવું અમારા ગુરુદેવનું સ્વપ્ન હતું. આ સંકુલો ભોજનશાળા થી યુક્ત હોય. જેથી ગુરભગવંતોને નિર્દોષ ગોચરી મળી રહે. આ ઉપરાંત તેમના માટે પરવવાની વ્યવસ્થા પણ હોય. સાથે રોજ ડોકટરો દ્વારા તેમનો મેડીકલ ચેક-અપ થાય અને વારા પ્રમાણે નાના-સાધ્વીજી ભગવંતોના ગ્રુપ તેમની સેવામાં રહે. તેમના પાસે અધ્યયન કરે,અનુભવ લે. આવી કોઈ નક્કર વ્યવસ્થા જૈન સંઘમાં ઈચ્છનીય છે. આવી સુંદર વ્યવસ્થા વાગડ સમુદાય દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. પ.પૂ. પરોપકારપરાયણ પ.વજસેનવિજયજી મ.સા. એ પાલિતાણા માં કસ્તુરધામ મધ્યે આવી સુંદર વ્યવસ્થા કરી છે. ઘણા સાધુ-સાધ્વીજી એકલા હોય ત્યારે સંઘોએ તો એકલા સાધુ-સાધ્વીજી ને એક દિવસ થી વધારે રોકાવું નહિ આવા પાટિયા મારી હાથ ઊંચા કરી દીધા. પછી જવાબદારી કોની? છોકરાના લગ્ન ન થયા હોય કે લગ્ન તૂટી જાય તો ઘરમાં આવવા નથી દેતા? કે આવા પાટિયા ઘર બહાર લગાવો છો? ઉપાશ્રયમાં આવશે સંઘ વચ્ચે રહેશે તો સંયમ જળવાશે, અથવા તેમના સ્થિરવાસ ની વ્યવસ્થા ઉભી થવી જોઈએ. (Bપ્રાઇવેટ ફ્લેટો-મઠો પર પ્રતિબંધ જરૂરીઃ ચૈત્યવાસીઓ અને યતિઓ ની માફક હમણાં પ્રાઇવેટ ફ્લેટ અને પ્રાઇવેટ મઠની પ્રથા ચાલુ થઈ છે. સંઘમાં 15 દિવસથી વધારે રહેવા આપતા નથી, ગ્લાન- વૃદ્ધ કે એકલાને રહેવા દેતા નથી. આવી પરિસ્થિતિમાં પ્રાઇવેટ ફ્લેટો લેવાની પ્રથા ચાલી છે અથવા તો પ્રાઇવેટ તીર્થો બનાવી ત્યાં સ્થિર થઈ જવાનું બની રહ્યું છે. વળી ઘણા પ્રાઈવેટ ફ્લેટ કે બંગલામાં ઘર જિનાલય અથવા શક્તિપીઠ બનવવામાં આવી રહ્યા છે. આ જોઈ ચૈત્યવાસી સાધુ-સાધ્વીજી ની યાદ આવે. વળી અમુક તો પ્રાઈવેટ મઠ બની ગયા છે. પોતાના માટે છપ્પન ભોગ તૈયાર થાય. વીજળીથી માંડી પાણીનો ઉપયોગ, ભક્તો પણ સમજવા તૈયાર નથી. શિથિલાચાર ના કારણે લોકોની શાસન પ્રત્યેની...સાધુ-સાધ્વીજી પ્રત્યેની લોકોની ભાવનાઓ,આસ્થાઓ નાશ પામે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - વળી રોજ રોજ એકના એક ઘરોમાંથી ગોચરી લાવવાના કારણે તેઓ પણ અભાવવાળા થઈ જાય છે. એકવાર જો સંઘ ને સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રત્યે અભાવ થઈ ગયો તો સાધુ સંસ્થા માટે દિવસો ખુબ જ ખરાબ આવશે. અન્યલિંગી ની જેમ લોટ-પૈસા માંગવા નીકળવું પડશે.કારણ કે તપ-ત્યાગ તો નાશ પામ્યા. પછી પ્રાઈવેટ મકાનો આવ્યા, પછી લોકો કહેશે હવે જાતે ખાવાનું બનાવી લ્યો. મંત્રતંત્ર-દોરા-ધાગા દ્વારા પૈસા ભેગા કરો. અથવા જ્યોતિષ-નિમિત્તનું કામ કરી પેટના પાટિયા પુરા કરો. હવે સમય એવો આવે છે કે સાધુ સંસ્થા પ્રત્યે બહુમાન ઘટતું જશે. તેમાં ખાસ આચાર મર્યાદા તૂટશે તો પછી બચશે શું? વળી આ ફ્લેટો પોતે હોય ત્યાં સુધી વાપરે. પોતે જાય પછી ફ્લેટો બંધ ..આવું કેમ?બીજાને જરૂર હોય તોય વાપરવા ન દે...જાણે પોતે કમાયેલા પૈસા ભેગા કરી ફ્લેટ લીધો હોય. આવા દરેક ફ્લેટો ની સૂચિ તે-તે સમુદાય નાયક પાસે અવશ્ય હોવી જોઈએ. અને ઉચિત વ્યવસ્થા પણ થવી જોઈએ. તે-તે ફ્લેટો નું ભવિષ્ય શું? તેનો વારસદાર કોણ? આ બધા વિષયો ખરેખર વિચારવા લાયક જણાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો મ(૧૮) જૈનપ્રતિમાભંડાર એવં સંગ્રહાલયની આવશ્યકતા ન (A) જૈન પ્રતિમા એવં ભંડારઃ જેમ આપણા પૂર્વાચાર્યો એ દીર્ધદષ્ટિ વાપરી રાણકપુર, જેસલમેર, જાલોર, કદંબગીરી, ડેમ, હસ્તગિરિ આદિ સ્થાનોમાં પ્રતિમા ભંડારો બનાવ્યા હતા તેમ વર્તમાનમાં પણ આવા પ્રતિમા ભંડારોની આવશ્યકતા છે. આજે જે ઉત્તમ પાષાણમાંથી બનેલી પ્રતિમાજી મળે છે તે આવતીકાલે નહિ મળે..આજે જે ગીતાર્થ,પ્રભાવક ગુરુભગવંતો છે તે આવતીકાલે નહિ મળે. વળી આવતીકાલની નવી પેઢી પ્રતિમાઓ ભરાવશે કે નહિ તેની શંકા છે. આપણે રાખી ગયા હશું તો આવતીકાલે તેમના કામમાં આવશે. 200-300 વર્ષ પછી 500 વર્ષ પછી પ્રાચીન થઈ ગયેલા આ પ્રતિમાજી કામમાં આવશે. વળી દિવસો દિવસ પાષાણના ભાવ વધતા જાય છે તો કવોલીટી પણ ઘટતી જાય છે. યોગ્ય સ્થાનોમાં આવા પ્રતિમા ભંડારોની આવશ્યક્તા છે પ્રતિમાભંડારો નીચે મુજબ અલગ અલગ પ્રકારના બનાવી શકાય. (1) અંજનશલાકા યુક્ત પાષાણના બિંબો (જે અમુક તીર્થોમાં પબાસણ બનાવી મહેમાન તરીકે પધરાવવા) (2) મંગલપ્રતિમાજીઓ જે સમય આવે અંજનશલાકા કરી શકાય તેવી રીતે પધરાવવા (3) શુદ્ધ અષ્ટધાતુના પ્રતિમાજીઓ (અંજનશલાકા વાળા અને વગરના) (4) રત્ન મંદિરો (વર્તમાનમાં અલગ અલગ કલરના મગજ આદિ પાષણો મળે છે તેના, સ્ફટિકના, પ્યોર રત્નોના) (5) પટ્ટમંદિરો (શત્રુંજય, સન્મેદશિખર આદિના ઉત્તમ પટ્ટો બનાવી મુકવા) (6) યંત્રભંડારો (સિદ્ધચક્ર આદિ શુદ્ધિપૂર્વક બનેલા યંત્રોના ભંડારો) (7) ઉપકરણભંડારો ( શુદ્ધ બ્રાસ,પિત્તલ આદિના બનેલા જિનાલયોપયોગી ઉપકરણો) આવા અલગ અલગ પ્રકારના ભંડારો બનાવવા. જે જૈનશાસન ને ભવિષ્યમાં કામ લાગે..અને યતિઓના કાળમાં પણ આવી જ રીતે અલગ-અલગ જગ્યાથી પ્રતિમાજી લાવી પધરાવતા. જે આપણા પૂર્વાચાર્યો એ અનેક પ્રતિમાઓ બનાવી તે સંકટના સમયે કામ આવી..અને ખંડિત થયા પછી પણ મ્યુઝિયમોમાં જૈન
Page #38
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ઇતિહાસની યશોગાથા ગાતી ઊભી છે અને ભવિષ્ય માં પણ આવી જ રીતે આપણે સમૃદ્ધ વરસો મુકીશું તો આવતી પેઢી આપણને યાદ કરશે. (B) જૈન સંગ્રહાલયઃ વર્તમાનમાં ખુબ જ આવશ્યકતા છે. જૈન સંગ્રહાલયની..પ્રાચીન ઇતિહાસને જાળવવા માટે..ખંડિત પ્રતિમાજીઓના લેખોની સાચવણી માટે જગ્યા જગ્યાએ તાલુકા અથવા જિલ્લા લેવલે જૈન સંગ્રહાલય બનાવવામાં આવે જેની માલિકી પણ જૈન સંઘની જ હોય. તે-તે જિલ્લા-તાલુકામાંથી જમીનમાંથી નીકળતી પ્રાચીન પ્રતિમાજીઓ જૈન સંગ્રહાલયોમાં મુકવામાં આવે. તો વળી જૈન મંદિરો માં, જંગલ માં પડેલી ઉપેક્ષિત પ્રતિમાઓ નો પણ સંગ્રહ ત્યાં થાય. જયારે પણ જિનાલયનો જીર્ણોદ્ધાર થાય ત્યારે ઉપયોગમાં લેવાય. પ્રાચીન કોતરણી- પટ્ટ-દરવાજા આદિ આ સંગ્રહાલય માં મુકવામાં આવે. અમુકવાર પ્રાચીન પ્રતિમાજી થોડા પણ ખંડિત થતા નદી–સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવે છે. આવી રીતે વિસર્જિત કરવા કરતા વિસર્જન વિધિ બાદ તે-તે પ્રતિમાજીઓ ને જૈન સંગ્રહાલયમાં મુકવા. જૈન ઇતિહાસ ને જાળવવા માટે લેખો આવશ્યક છે. તો લેખોની જાળવણી માટે જૈન સંગ્રહાલય પણ આવશ્યક છે. વળી બધાને પોતાની ધરોહર બીજે આપવાની ઈચ્છા ન હોય, તો તે પોતાના ક્ષેત્રમાં આવી ધરોહર આપી શકે, અને ધરોહરો ની યોગ્ય માવજત પણ થઈ શકે. એક સાથે એક જ જગ્યાએ હજારો એન્ટીક વસ્તુઓ રાખવા કરતા જગ્યા જગ્યાએ આવી વસ્તુઓ મુકવી જોઈએ. આવા સુંદર કાર્યો વર્ષો પૂર્વે પૂ.મુ. પુણ્ય વિ. મ. એ એલ.ડી. ના માધ્યમે કરેલો. ૫.પદ્મસાગરસૂરિજી મ.સા. એ કોબામાં, પુ.સા. મૃગાવતીશ્રીજી મ.સા. એ દિલ્હી વલ્લભ સ્મારકમાં તો આ વિશાલસેન સૂ. મ. એ પાલિતાણામાં કર્યો છે. દિગમ્બરો પણ આ વિષયમાં જાગૃત છે અને તેમના લગભગ આવા 100 થી વધારે મ્યુઝિયમ હશે. જેસલમેર માં પણ આવો મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યો છે. હજુ પણ જૈન પુરાતત્ત્વ અંગે વ્યવસ્થિત બજેટ ફાળવવા જેવું છે. જેથી લોકો શોધખોળ કરી શકે.
Page #39
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ' (19) ભપકાદાર આયોજન અંગે (A) દેખાવો ઓછો કરીએ.. દેખાવો-ઠાઠમાઠ અને ભપકો આવી વસ્તુઓમાંથી આપણે લોકો ઊંચા આવીએ તેવું લાગતું નથી. આડંબરો માં ધર્મ માનીને જૈનશાસનની છબી ખરડવામાં આવે છે. પાલીતાણામાં એટલા બધા વરઘોડાઓ નીકળે છે કે કોઈ વરઘોડા જોવા પણ ઉભું રહેતું નથી. દરરોજ ઢોલ-નગારા-બગીઓ... જોનારા પણ થાકી ગયા છે માટે એક વાત નિશ્ચિત છે કે હવે આ વરઘોડા આદિ શાસનપ્રભાવના કે સ્વપ્રભાવનાનું અંગ રહ્યા નથી.અમદાવાદ -સુરત વગેરે નગરોમાં નીકળતા વરઘોડામાં પણ ચાલનાર વ્યક્તિઓ કેટલા? શરમ આવે તેટલા નાના-નાના પ્રસંગોમાં નીકળતા વરઘોડાનું આ પરિણામ છે..વર્ષે દહાડે સામૂહિક લેવલે એક વિશાળ રથયાત્રા નીકળે....પ્રવચનાદિમાં યોગ્ય પ્રેરણા આપો. કમસેકમ 1000 થી વધુ લોકો તો હોવી જ જોઈએ. તો વરઘોડો સફળ. લોકોની આંખો અંજાઈ જાય તેવા ભપકા-મંડપો બાંધવાનું પણ વિચારવા જેવું છે..બગીવાળાથી માંડી હાથીવાળા બધા જ જૈનોના નામ પર લુંટ ચલાવે છે. તો જૈનોના દેખાવાની નિંદા પણ કરતા હોય છે. જમણ પણ આડેધડ પ્લેટો ના ભાવે થાય છે.૨૦૦-૫૦૦ ની પ્લેટો સામાન્ય થઈ ગઈ છે. તો એઠવાડ પણ સામાન્ય થઈ ગયો છે. આના કરતા એક ગરીબ સાધર્મિકોની ટીમ બનાવીને રસોઈ આદિ બનાવવા માં આવે તો તેમને પણ રોજી રોટી મળે. આવું આયોજન શીખોની ગુરુદ્વારામાં જોવા મળતું હોય છે. આપણા આડંબર થી જો શાસનપ્રભાવના થાય તો પછી પ્રશ્ન એ થાય કે નવા જૈનો કેટલા બન્યા? કેટલા જૈનો જૈનત્વમાં સ્થિર થયા? | (B) શાસનપ્રભાવનાની દિશા બદલાવોઃ આપણે ખરી શાસનપ્રભાવના કરવા ઈચ્છીએ છીએ? જો હાં..તો ચાલો દિશા અને દશા બંને બદલી દઈએ. અમુક કાર્યો એવો થાય કે જેના કારણે લોકોને જૈન ધર્મ પાળવાનું મન થાય, તો શાસનપ્રભાવના સાચી..જયારે પણ વરઘોડો હોય, વિશેષ ધ્યાન અનુકંપા પર આપવું..અનુકંપા નું બજેટ વધારવું.સંઘજમણ હોય ત્યારે જિનાલય ઉપાશ્રયની આસપાસ રહેતા અજૈનોને ખાસ બોલાવવા.આ ઉપરાંત અનુકંપા જીવદયાના કાર્યો વધારવા તો અજૈનોમાં ધર્મપ્રચાર પણ વધારવો રહ્યો. * પાલીતાણામાં વર્ષે દહાડે હજારો આયોજનો થાય છે, આસપાસના 500
Page #40
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ગામો જૈનો પર નભે છે, છતાં સ્થાનિક લોકો મોટાભાગે જૈનોના વિરોધી કેમ? - સાધર્મિક ભક્તિ-સ્કૂલો-ટ્રસ્ટો-સ્કોલરશીપ પણ અપાય છે છતાં સાધર્મિકોની આ પરિસિથતિ કેમ? * અનુકંપા-જીવદયામાં હજારો-લાખોની ટીપો થાય છે. છતાં પણ પાંજરાપોળો ની હાલત ખરાબ કેમ? * કારણ માત્ર એક જ વ્યવસ્થિત આયોજનોનું માળખું આપણી પાસે નથી... ખિસ્સામાં હોય તો ઈદ નહીતર રોજા જેવો તાલ છે. વ્યવસ્થિત આયોજનો સાથે પ્રચારની જરૂર છે. આપણા એક-એક જિનાલયો-અનુષ્ટાનો પાછળ લાખો લોકોને રોજીરોટી મળે છે, તેનો ખાસ પ્રચાર કરવો જોઈએ. આ વાત હાઈલાઈટ કરવી જોઈએ.
Page #41
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો @ @ (20) અકસ્માત અને વિહારના પ્રશ્નો (A) અકસ્માત અને તેનાથી બચવાના ઉપાયો આપણે ત્યાં છેલ્લા થોડા વર્ષોમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી, પૂ. આ. રત્નાકરસૂરિજી મ.સા., પૂ.આ. ગુણરત્ન સૂ. મ. ના સાધ્વીજીઓ આદિ ઘણા-ઘણા ગુરુભગવંતો અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત હોય કે ષડયંત્ર... આપણે હવે ખુદ જ આપણી સાવચેતી રાખવાની જરૂર છે. તેના માટે ઉગ્રવિહારો ઘટાડવા તે સૌથી મોટો ઉપાય છે. નવકલ્પી અથવા તેને અનુરુપ વિહાર વ્યવસ્થા ગોઠવવાની...જે વિહાર સીમિત હશે તો આખું ગામ એક ગામથી બીજે ગામ મુકવા આવશે. દરેક ગામોમાં સંઘોમાં માસકલ્પ કરવાથી ત્યાં વ્યવસ્થિત પરિચય પણ થાય તો સાથે ગામના લોકો પણ ધર્મ પામે. દા. ત. અમદાવાદ થી શંખેશ્વર જવું હોય તો સરખેજ-સાણંદ-માંડલ-વિરમગામ આમ ચાર ગામો આવે. ચારે ગામોમાં થોડા-થોડા દિવસો રોકાવાય તો ત્યાની પ્રજા પણ ભાવિત થાય. હાર્ટ એન્ડ ફાસ્ટ વિહારો થી બચવું જોઈએ. હમણાં તો અમદાવાદ થી બેંગલોર-ચેન્નાઈ પાછા પાલિતાણા આવો ફાસ્ટ વિહાર ચાલે છે. રસ્તામાં આવતા એક પણ ગામોને લાભ મળતો નથી. વિચરણ પણ ઘટાડવો અને નક્કર કરવો. જો એક વર્ષમાં 1OO વાર વિહાર કરશું તો અકસ્માતની સંભાવના 10) રહે, વહેલા વિહાર પણ ટાળવા જોઈએ. આની સામે વર્ષમાં માત્ર 810 વિહાર કરશે તો અકસ્માતની સંભાવના પણ 8-10 જ રહે. અકસ્માતના નિવારણ માટે આ સૌથી સચોટ ઉપાય છે. બાકી અકસ્માત પછી થોડા સમય સભાઓ થાય,રેલીઓ નીકળે. પછી બધા ચૂપ. (B) વિહાર માટે દરેક સ્થાને સંઘો જવાબદારી લેઃ વિહાર દરમ્યાન આપણા પૂજ્યોની સુરક્ષા એ પણ મોટો પ્રશ્ન છે. જે સંઘમાં ગુરુભગવંત પધારે તે સંઘ સામેના (પછીના) સંઘ સુધી ગુરુભગવંત ને પહોચાડવાની જવાબદારી લઈ લે, અથવા વિહાર સેવા માટે યુવાનો તૈયાર થાય.. પ.પૂ.આ.ભ. મહાબોધિ સૂરિજી મ.સા. એ આવું સુંદર આયોજન હાથમાં લીધું છે. વિહાર ગ્રુપનું... બધાજ ગુરુભગવંતો એ આ અયોજન ને ટેકો આપી યુવાનોને તૈયાર કરવા જેવા છે. આથી સાધ્વીજી ભગવંતોના શીલની પણ રક્ષા થશે. ગામે ગામ આવા ગ્રુપો હોવા જ જોઈએ. આની એક સેન્ટ્રલાઈઝડ કમિટી બનાવી દેખરેખ કરવામાં આવે. સાધ્વીજી ભગવંતો માટે ખાસ સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. સ્થાનિક પોલીસ આદિનો પણ સહકાર લેવો જોઈએ.
Page #42
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (21) ટ્રસ્ટીઓ અંગે વર્તમાનમાં સાધુ-સાધ્વીજી ના માં-બાપ અને 25 માં તીર્થકર સંઘ નામે કેટલાક ટ્રસ્ટીઓ આપખુદશાહી ચલાવી રહ્યા છે. દુઃખ તો ત્યારે થાય જયારે શ્રમણપ્રધાન શ્રી સંઘમાં આચાર્યોને પણ ટ્રસ્ટીઓની આજ્ઞામાં રહેવું પડે. શાસન પ્રભાવક આ.ભ. શીલચંદ્રસુ.મ.સા. નો આ અંગે લેખ મહિનાઓ પૂર્વે હૃદય પરિવર્તનમાં આવેલો.. મારી દષ્ટિએ ટ્રસ્ટીઓ બનાવવાની અને ટ્રસ્ટીઓ બદલવાની સત્તા જૈનાચાર્યો પાસે હોવી જોઈએ. ટ્રસ્ટી બનવા માટે પણ ચોક્કસ નિયમો બનાવવા જેવા છે. માત્ર પૈસાના જોર થી ટ્રસ્ટીપદન અપાય. (A) આવા અમુક નિયમો 1 દરરોજ ત્રિકાલ પૂજા ત્રિકાલ ગુરુવંદન 2 ઉમર 50 વર્ષ થી ઓછી હોય (વધારે ઉંમર વાળાને સલાહકાર ટ્રસ્ટી બનાવવા) 3 કોઈપણ ગુરુ ભગવંત ની આજ્ઞામાં હોય 4 કંદમૂળ-રાત્રીભોજનનો ત્યાગ હોય 5 પંચ પ્રતિક્રમણાદિ આવશ્યક જ્ઞાન ધરાવતો હોય 6 દરરોજ પ્રવચન-ઉપાશ્રયમાં આવતા હોય 7 દારૂ-જુગાર-ગુટકા આદિ વ્યસનથી મુક્ત હોય આવા અમુક નિયમો ફરજીયાત હોવા જોઈએ. જે ટ્રસ્ટી બને આટલું તો કરવાનું જ. આના સિવાયનાને ટ્રસ્ટી ન જ બનાવાય...જેમનામાં સંસ્કાર ન હોય, ગુરુ ભગવંતની સામે બેફામ બોલતા હોય, ગુરુભગવંતોની ટકા-નિંદા કરતા હોત, આવા લોકોને ટ્રસ્ટી ન જ બનાવવા. ટ્રસ્ટી એ શ્રાવક સમુદાયના પ્રતિનિધિ છે, મંત્રી છે. માટે આવું પદ યોગ્ય વ્યક્તિ ને જ આપવું આજકાલ ટ્રસ્ટી બનેલા વ્યક્તિઓ સંઘના સેવક બનવાની જગ્યાએ સંઘના ધણી બની ગયેલા છે. મનફાવે તેવા સાધુભગવંતો લાવે, મનફાવે તેને કાઢી મૂકે. આવા કૃત્યન થાય તે માટે વિચારણા આવશ્યક છે. (B) સંઘના પૈસા ના ધણી જૈનાચાર્યો.. ટ્રસ્ટીઓ માત્ર મુનીમ છે દર વર્ષે સંઘોમાં દેવદ્રવ્ય-ગુરુભ્રવ્ય ની ખુબ મોટી આવક થતી હોય, તેના પ્રેરક ગુરુભગવંતો હોય..આ પૈસા બીજે આપવાની વાત આવે એટલે ટ્રસ્ટીઓ નનૈયો
Page #43
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ભણે. વળી પોતે ઈચ્છે તેમ વહીવટ કરે. આ અંગે ચોખ્ખું બંધારણ હોવું જોઈએ કે ગુરુ ભગવંતો કહે ત્યાં જ ટ્રસ્ટીઓએ પૈસા આપવા. સંઘ ના ધણી ગુરુભગવંતો છે.ટ્રસ્ટીઓ નથી. આવી જ વ્યવસ્થા વર્તમાનમાં મોહનખેડા તીર્થમાં છે, જેના દ્વારા આજે અબજોના કાર્યો થાય છે. કારણ કે તીર્થ પર પૈસા પર વર્ચસ્વ સંપૂર્ણપણે ગુરુભગવંતો નું જ છે. આવી જ વ્યવસ્થાની આપણે ત્યાં જરૂરત છે.
Page #44
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 6oi, (22) જૈન સંસ્થાઓ ની જરૂરત જેમ ઈસ્લામ પાસે વાફબોર્ડ છે..અલગ બંધારણ છે.એકતા છે. તેમ જૈનો પાસે પણ આવું હોવું જોઈએ. (A) જૈન કોર્ટ જૈનોમાં તીર્થો-ઉપાશ્રયો ના ઝગડાઓ વધતા જાય છે. આ માટે જૈનો કોર્ટે ચડે છે. વકીલો રાખી કરોડો રૂપિયા નું પાણી થાય છે છતાં કોઈ જ નિર્ણય આવતો નથી. જૈનોમાં અંદરોઅંદર ઉભા થતા પ્રશ્નો ને Solve કરવા જૈન કોર્ટ હોય. કોર્ટ માં જજ તરીકે પ્રવરસમિતિ હોય. પ્રવરસમિતિની બેચ જે નિર્ણયો આપે તે સર્વમાન્ય રાખવા. માટુંગા-ગીરધરનગર ના કેસો લડવા કોર્ટે ગયા,કરોડો હોમાઈ ગયા. છતાં કોઈ જ નિર્ણય આવ્યો નથી. ઊલ્ટી શાસન ની હિલના થઈ તે અલગ. એકવાર મારે અમદાવાદમાં ગિરધરનગર જવું હતું. મેં રીક્ષા કરી. રીક્ષવાળાને કહ્યું કે ગિરધરનગર જવું છે, દેરાસર. રીક્ષાવાળો બોલ્યો, વાણીયા ઝગડે છે ત્યાં જવું છે? સાંભળીને હું શરમાઈ ગયો. આવી સ્થિતિ થાય છે ઝગડા દ્વારા. આવા આંતરિક વિખવાદો જૈન કોર્ટ માં જ પૂર્ણ કરી દેવા જોઈએ. સરકારી કોર્ટે જવું નહિ. | (B) જૈન પુરાતત્ત્વ ખાતું જૈનોમાં ઇતિહાસ-શિલ્પ-પ્રાચીનતાના શોખીન સાધુ ભગવંતો અને શ્રાવકોનું એક પુરાતત્ત્વ ખાતું હોવું જોઈએ.જિનાલયની પ્રાચીનતા-લેખો તથા વિશેષતાઓ અંગે કામ કરે. તો પ્રાચીન પ્રતિમાજી જેવા જમીનમાંથી બહાર નીકળે તરત જ પોતાના હસ્તગત લઈ લે. આવા ઘણા કાર્યો પુરાતત્ત્વ ખાતા હસ્તક થઈ શકે છે. મારી જાણ પ્રમાણે વર્ષો પૂર્વે સિરોહીમાં આવું જૈન પુરાતત્ત્વ ખાતું હતું. દિગંબરોમાં પણ આવી સંસ્થાઓ છે. | () જૈન ધર્મ પ્રચારકોઃ વિદેશમાં અને ભારતમાં પણ જ્યાં જ્યાં સાધુ ભગવંતો વિચરણ નથી કરી શકતા. તે તે ક્ષેત્રોમાં પહુંચવા માટે શ્રાવકોની એક સંસ્થા બને જે ગુરુ ભગવંતોના માર્ગદર્શન દ્વારા ગુરુભગવંતો ની આજ્ઞામાં રહેવા દ્વારા જૈન શાસનનું પ્રચાર-પ્રસાર કરે. આ વર્ગના અમુક નિયમો ચોક્કસ હોય.તેમનો ચોક્કસ ડ્રેસકોડ હોય તેઓ જૈન ધર્મશાળા આદિમાં રોકાઈ શકે તે માટે તેમના પાસે ચોક્કસ આઈકાર્ડ હોય.તેમણે અમુક સમય ગુરુભગવંત પાસે ટ્રેનીંગ પણ લેવાની. તો સમયે સમયે ગુરુભગવંતો ની
Page #45
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - નિશ્રામાં તેમનું સંમેલન પણ ગોઠવાય. આવી રીતે ધર્મપ્રચારકો બને જેથી દેશપરદેશમાં ધર્મપરિવર્તન કરતા જૈનો ને બચાવી શકાય અને સાધુ ભગવંતોને પણ પોતાની મર્યાદામાંથી નીચે ન ઉતરવું પડે. જેમ પૂ. આત્મારામજી મ. એ વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કર્યા હતા તેમ, હવે ખાસ ધર્મપ્રચારકો તૈયાર કરવાની જરૂરત છે. વર્તમાનમાં તેરાપંથ માં શ્રમણ-શ્રમણી આદિની વ્યવસ્થા છે જેના કારણે તેઓ પરદેશમાં ખુબ જ વિકસિત થયા છે, અને આપણે ખુબ જ પાછળ રહી ગયા છીએ. (D) મોટા પ્લોટો-સમાજવાડી-ખાણ-જમીનો મોટા નગરોમાં કોઈપણ કાર્યક્રમ હોય વિશાલ પ્લોટો ભાડેથી લેવા પડે છે. કરોડો રૂપિયા ભાડામાં ચૂકવાય છે.૪-૫ સંઘો ભેગા થઈ આવા મોટા પ્લોટો વેંચાતા લઈ લે, જ્યાં દીક્ષા આયોજનો થઈ શકે. અલગ અલગ સમાજ સાથે મળી સમાજવાડીઓ પણ બનાવે. મોટા સંઘો દેવદ્રવ્યના પૈસે ખાણ ખરીદી લે. બીજા સંઘોને માર્બલ ભેટ આપે. જમીનોમાં અને સોનામાં ખાસ જૈનો રોકાણ કરે, ટ્રસ્ટો રોકાણ કરે તે આવશ્યક છે. (E) જૈન બેંકઃ જૈનોની એક અલગ જૈન બેંક બને તે પણ વિચારણીય છે. આપણા દેવદ્રવ્યાદિ ના અરબો રૂપિયા કતલખાના ને સબસીડીમાં અપાય છે. કતલખાનાને લોનરૂપે અપાય છે, માટે જૈન બેંકની પણ આવશ્યકતા છે. (F) જૈન પ્રકાશનઃ આ યોજના અંતર્ગત જૈનશાસનના તમામ પુસ્તકો એક જ સ્થાનેથી બધાને મળી રહે તેવી ગોઠવણ કરવા જેવી છે. જેથી જેને પણ જે સાહિત્ય જોઈએ એક જ સ્થળે મળે...આથી પ્રચાર પણ વધારે થાય સાથે ઓફિસો ના ભાડા પણ ન પડે. (G) ઓપન બુક એકઝામઃ આપણે ત્યાં જૈન ધર્મને લાગતી ઓપન બુક એક્ઝામની પણ ખાસ જરૂરત છે. ખાસ તો હીન્દી ક્ષેત્રો માં જ્યાં લગભગ ગુરૂભગવંતો પહુંચી શકતા નથી. મૂર્તિપૂજા આદિ વિષયો પર દર વર્ષે 50-100 બુકોની ઓપન બુક એક્ઝામ લેવાય તે જરૂરી છે. સ્થાનકવાસી તરફથી દર વર્ષે 100 જેવી ઓપન બુક એક્ઝામ નિકળે છે, તે પણ ધાર્મિક વિષયની...
Page #46
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (23) હિન્દુત્વ: (A) ભેળસેળથી સાવધાનઃ આપણે હિન્દુત્વના નામે પાગલ બનવાનું નથી અને સાથે તેમનો વિરોધ કરી બહુજન સમાજ થી છુટા પડવું નથી. જૈનો એ હિંદુ નથી આવું બોલતા જ જૈનોમાં રહેલા હિંદુ અતિવાદીઓ તરત જ હિન્દુત્વના ચીપિયા પછાડવાનું કામ કરશે. પરંતુ આ લોકો ઈતિહાસ થી તદ્દન અભણ છે. હિંદુ ધર્મ નથી પણ સમાજ છે. અલગ અલગ સમાજ/ધર્મ નું બનેલું એક બૃહદ સમાજ..પરંતુ હિન્દુત્વના ચીપિયા પછાડતા લોકો સતત ભેળસેળ કરતા હોય છે. એક કહેવાતા હિંદુ સંત દ્વારા 8000 જૈન સાધુઓને મારી નાખવામાં આવ્યા. આ વાત જગજાહેર છે. પૂર્વે તિરુપતિ, મદુરાઈ, બદ્રીનાથ, પશુપતિનાથ જેવા અનેક જૈન મંદિરો પડાવી લેવામાં આવ્યા તો અનેક જૈનોનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યો. વર્તમાનમાં પણ ગિરનાર,પાલિતાણા, કેશરિયાજીમાં કોની દાદાગીરી છે? આજ શિવસેના એ મુંબઈમાં પર્યુષણ દરમ્યાન જૈનમંદિરો બહાર માછલા લટકાવેલા. વળી અમુક લોકોની રમત છે જૈનધર્મને નાશ કરવાની. વર્તમાનમાં ગણપતિ, હનુમાન આદિ અનેક દેવ-દેવી આપણા જૈનોના આરાધ્ય બન્યા છે. જૈનો વારે-તહેવારે હિંદુ મંદિરોમાં જતા જોવાય છે. તો કેટલા હિંદુઓ જૈનમંદિરમાં આવે છે? કેટલાક હિન્દુઓતો સ્પષ્ટ કહે છે કે હાથીના પગ નીચે કચડાઈ જવું સારું પણ જૈન મંદિરો નો આશરો ન લેવો. જૈનો ને અન્ય મંદિરો માં ન જ જવા પ્રેરણા આપવા જેવી છે. આ વિષય માટે પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદસાગરજી મ.સા. નું મોદીક્ષેત્રે કુરુક્ષેત્ર પુસ્તક ખાસ વાંચવા જેવું છે. (B) નામની પાછળ જૈન શબ્દ ન લખવા બાબત આ બાબત ગુજરાત ની બહાર ધૂમ ચાલે છે, લોકો પોતાના ગોત્ર ની જગ્યાએ નામની પાછળ જૈન શબ્દ લગાવતા થયા છે. આ દ્વારા જૈનોની એકતા તો દેખાય છે પરંતુ ક્યારેક બધાએ સાથે ડૂબવાનો વારો આવશે. ક્યારેક આવા નામ પાછળ જૈન લખનારા કોઈ ગુનો કરે તો બદનામ આખા જૈન સમાજ ને થવું પડે. ક્યારેક રાજદ્રોહ આદિ થાય તો આખા શાસન ને નુકશાન થાય. સન્ 2000 માં અમદાવાદ માં નવા વર્ષ ૩૧ડીસેમ્બરના ના એક ગેંગ રેપની ઘટના બનેલી. આ ઘટનામાં સુજલ જૈન આદિ જૈન અટક ધરાવતા પાંચ યુવાનોની ધરપકડ થયેલી. તે સમયે ન્યુઝપેપર વાળાઓ એ જૈનો વિરુદ્ધ ખુબ જ લખેલું. આવી રીતે જૈન શબ્દ લખવાથી આખાય સમાજ ને બદનામ થવું પડે. હમણાં નેટ પર જોયેલું મેં...એક જૈન અટક ધરાવતા વ્યક્તિએ મુસ્લિમમાં ધર્મપરિવર્તન કરી લીધું અને મક્કામાં હજ કરવા ગયેલા તેના ફોટા હતા. હવે જૈન શબ્દના કારણે કેટલી મોટી ગેરસમજ થાય તે વિચારવા જેવું છે.
Page #47
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (૨૪)શ્રમણ સંસ્થા વિરોધીઓ અંગે (A) શ્રીમદ્દ, દાદા ભગવાન, માં પ્રભુ, કાનજી પંથ અંગે સાધુ સંસ્થાનું છેદ ઉડાડતી અને હમણાં ના લોકો ને મોજ-મજાના કારણે ગમી ગયેલી આવી સંસ્થાઓ અંગે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે. શ્રીમદ્ આદિ પંથોમાં મુખ્યતયા ક્રિયામાર્ગને ગૌણ કરી માત્ર નિશ્ચયનય થી વાતો પણ આભાસ વાળી હોય છે. છતાં લોકો ગાંડા થાય છે. આવા પંથના રાકેશભાઈ, કનુભાઈ દીપકભાઈ, માં પ્રભુ (દિલ્હી) આદિ હમણાં ખુબ જ લાઈટ માં છે. તેઓ ભગવાનને છોડી તેઓ પોતાના પુરસાદાદાને વધારે મહત્વ આપે છે. ગૃહસ્થ ગુરુ હોઈ શકે ખરા? આવા ગૃહસ્થોને અમુક ડીગ્રીનું કેવલજ્ઞાન થાય ખરો? વળી આવા ગૃહસ્થો ક્ષાયિક સમ્યકત્વને પામે? આવતી ચોવીસીમાં તીર્થંકર બને ખરા? આવી ઘણી ઘણી ભ્રામક વાતોનું ખંડન આવશ્યક છે. અને આપણા લોકોને તેમનાથી બચાવવા કોઈ રસ્તો કાઢવો. હમણા ‘પ્લેઝન્ટ ફીલોસોફી' પુસ્તક આ અંગે નિકળ્યું છે. ખાસ વાંચવા જેવું છે. તેમના માટે આપણે કવિ રાયચંદભાઈ કાનજીભાઈ, પટેલભાઈ આવા શબ્દો વાપરવા જેવા છે જેથી ભગવાન તુલ્ય શબ્દોની માયાજાળથી લોકો બચી શકે. (B) જતિઓ થી બચજોઃ આપણા પૂર્વાચાર્યો પૂ. આત્મારામજી મહારાજ આદિએ ખૂબ જ મહેનત સાથે અને પરિશ્રમ-ખુમારી પૂર્વક જતિ સંસ્થાનો અંત કર્યો. આ જતિ સંસ્થાના કારણેજ આજે સ્થાનક-તેરાપંથી ફાવ્યા છે. વળી આ જતિ સંસ્થા ના કારણે પૂર્વે આપણું શાસન ખુબ જ વગોવાયું છે. અનેક આગમો-શાસ્ત્રોમાં મિલાવટ પણ તેમની જ દેન છે.તો વર્તમાનમાં ચાલતી કેટલીક ગેરસમજો પણ યતિ સંસ્થા દ્વારા ઉપજવાયેલી છે. છતાં આપણા પૂર્વાચાર્યો ને ખોટા કહી વર્તમાનમાં કેટલાક લોકો જતિઓનું સમર્થન કરે છે. જતિસંસ્થા ને પુનઃજીવિત કરવા માંગે છે. પણ સાવધાન! એક વાર શાસનની સત્તા તેમના હાથમાં જશે તો સાધુ સંસ્થા ખુબ જ સીદાશે..બધી જ વસ્તુઓની છૂટ હોવાના કારણે જેવા-તેવા લોકો જતિ બની જશે અને ઉપાશ્રયમાં બેસી જશે. પછી તેમણે કાઢવા પણ ભારી પડી જશે. સાધુ ભગવંતો ની બાજુમાં પાટ પર બેસી જશે. પછી દાદાગીરી-કોર્ટ આદિના કારણે આપણે પણ થાકી જઈશું. તેથી ખાસ થોડુ વિચાર કરી અને યતિ સંસ્થા ઉભી ન થાય તેના માટે કાર્ય કરવું. આમપણ આ યતિઓ પાસે કોઈપણ મંત્રશક્તિ કે મૂળ આમન્યાઓ છે નહિ. માત્ર આડંબર સિવાય કંઈ નથી. તેથી ખાસ ગંભીરતા પૂર્વક આ વાત વિચારવા જેવી છે.
Page #48
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ? છે (5) જૈનોના વિરોધીઓ અંગે (A) અનુપ મંડળ અંગે જૈનશાસનની મુખ્ય વિરોધી સંસ્થાનું નામ અનુપમંડળ છે. ઘણા લોકો અનુપ મંડળ ની સત્ય હકીકત જાણતા નહિ હોય. પણ આ અનુપ મંડળ ખુબ જ ખતરનાક છે. આબુરોડ થી સિરોહી..સ્વરૂપગંજ થી પાલી સુધીના દરેક ક્ષેત્રમાં આ અનુપ મંડળના લોકો રહે છે. જે મોટા ભાગે જૈનોને રાક્ષસ ગણે છે.આપના મોટા ભાગના પ્રાચીન તીર્થો તેમના હાથ પાસે છે. હાથમાં ન આવે તે ધ્યાન રાખવા જેવું છે. જૈન સાધુ-સાધ્વીજીઓ પર અનુપ મંડળે પૂર્વ ઘણા DIRECT હુમલાઓ કાર્ય છે. હવે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના થતા માર્ગ અકસ્માત પાછળ પણ આ મંડળ અંગે શંકા સેવાઈ રહી છે. આ મંડળ અંગે સત્ય હકીકતો www.jagathitkarni.in પર થી જોવા મળશે. યાદ રાખજો .in આપણા લોકો દ્વારા બનાવાયેલી છે. તો .com તેમની છે. તેમના પુસ્તક જગતહિતકરણી માં જૈનો ને મારી નાખવાના ખુલ્લા આદેશો પણ આપવામાં આવ્યા છે. આ અંગે વધુ જાણકારી પ.પૂ.આ.ભ. અભયદેવસૂરિજી મ. પાસે છે.તો પ.પૂ. મુ. મિત્રાનંદ સાગરજી મ.સા. એ તેમના (અનુપ) વિરૂદ્ધ PIL કરાવેલી છે. થોડા રાજકીય દબાણ સાથે અનુપ મંડળ પર પ્રતિબંધ આવશ્યક છે. વિશેષ માટે પુસ્તક અનુપ મંડળ અને જૈન સંઘનું વાંચન આવશ્યક છે. (B) લૌકિક ત્યોહારો ના વિરોધ અંગે હમણાં સોશિયલ મીડિયાનાડેવલોપમેન્ટ સાથે અમુક રોબોટ લોકો પોતાને 25 માં તીર્થકર સમજી જાત-જાતના લેખો સોશિયલ મીડિયા પર લખવા માંડ્યા છે. તો વળી કેટલાક છાપામાં, રેલીઓ દ્વારા, બેનરો દ્વારા પણ લૌકિક ત્યોહારો નો જાહેર વિરોધ કરતા હોય છે. દિવાળી આવતા જ જૈનો ફટાકડાનો જાહેર વિરોધ કરે, રેલીઓ કાઢે. નવરાત્રીમાં ગરબા રમવાથી મિથ્યાત્વ આદિની બુમરાણ કરે. સંક્રાતિના દિવસે કબૂતરો મરી જાય એવું કહે... હોળીના રંગ ઉડાડવા થી પાપ, લાકડા બળવાથી જીવહિંસા જણાવે. તો રક્ષાબંધન જેવા અહિંસક ત્યોહારોમાં પણ મિથ્યાત્વલાગે... આવી રીતે અજૈનોના દરેક ત્યોહારનો જાહેર વિરોધ કરવાથી અજૈનો આપણા વિરોધી બને છે, અને જૈનો પ્રત્યે દ્વેષ ઉભો થાય છે. માટે મારા ખ્યાલથી લૌકિક
Page #49
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ત્યોહારો નો જાહેર વિરોધ કરવો નહી. આવા ત્યોહારોમાં તો મુસ્લિમો પણ શુભ કામનાઓ આપતા હોય છે ત્યારે જૈનો દ્વારા આ ત્યોહારોનો થતો વિરોધ સામાજિક એકતાનું નાશ કરે છે. પછી આ લોકો તો આપણા ત્યોહારોમાં અનેક જાતની અડચણો ઉભી કરે તો નવાઈ ન પામતા.વળી આ કારણથી આપણે ખુદ જ અર્જન સમાજને જૈન વિરોધી બનાવી રહ્યા છીએ.
Page #50
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (26) ગિરિરાજને બચાવવા આટલું કરીએ વર્તમાનમાં શેત્રુંજય તીર્થ પર અર્જનો દ્વારા હુમલા વધતા જાય છે. થોડા પણ ચેત્યા નહિ તો ગિરિરાજ ની હાલત ગિરનાર જેવી થઈ તેથી ગિરિરાજ ને બચાવવા અમુક નિર્ણયો લેવા આવશ્યક છે. * ગિરિરાજ સેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા સંચાલિત થતા આયોજનમાં ખાસ દરેક જૈનોએ ભાગ લેવો...વર્ષમાં 3 દિવસ ગિરિરાજના નામે. ગામે ગામ આ પ્રેરણા કરવી અને કરાવવી...પર્યુષણમાં નામો નોંધવા, જરૂરત કરતા પાંચ ગણા નામો નોધવામાં આવે તે જરૂરી છે. * દરેક યાત્રિકોએ નવટૂંકની પણ યાત્રા અવશ્ય કરવી. * તળેટી પાસે થી દહીં,શેરડીનો રસ ભેળ આદિ ન લેવા...દહીં પણ લેવું નહિ.ભીખ પણ આપવી નહીં, ભાતું ભાતાખાતા માં મળે છે તે લઇ લેવું. * પૂજારીઓને રૂ પણ બક્ષિશન આપવી * ડોલીમાં યાત્રા સંપૂર્ણપણે બંધ કરવી. મજુરો પણ રાખવા નહીં. (રાજા કુમારપાળે પણ વૃદ્ધવયે તળેટીયાત્રા કરેલી) * તળેટી થી દાદાના દરબાર સુધી જ્યાં જ્યાં પણ પગલાની દેરીઓ દેખાય તે દરેક સ્થાને પ્રતિમાજી પણ પધરાવવી જોઈએ, જેથી આવતી કાલે ગીરનાર-દત્તાત્રય જેવી હાલત ન થાય. * ધર્મશાળા સિવાય બહારનું ખાવા પર પ્રતિબંધ મુકવો. રીક્ષા આદિ પણ ધર્મશાળા લેવલે વસાવી લેવી. * ગિરિરાજ થી એક પણ પ્રતિમાજી અન્યત્ર ન લઈ જવા(આ માટે આ જ પુસ્તક માં જીર્ણોદ્ધાર અંગે નો લેખ જોવો), પાલિતાણામાં અજૈનો વિરુદ્ધ એક પણ વાક્ય બોલવું નહિ. ગાંધીજીની જેમ અસહકાર આંદોલન ચલાવવું. દરેક વસ્તુમાં અજૈનોને આપણે કોઈપણ જાહેરાત કે હોહા વગર સંપૂર્ણ અસહકાર આપવો. પેઢીમાં પણ બને તેટલા જૈનોને જ લેવા માટે પ્રેરણા આપવી. જૈનોને પણ ત્યાં નોકરી કરવા પ્રેરણા આપવી. ગિરિરાજની જગ્યા જગ્યાથી ફોટોગ્રાફી અને શુટિંગ કરાવવું,તેની ઘણી બધી
Page #51
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કોપી કરાવવી અને કોર્ટમાં પણ કેસ મારફતે દાખલ કરી દેવી, જેથી પ્રફ રહે કે આ જગ્યાએ મંદિર હતું. નાનું હતું કે દેરી હતી, અજૈનોએ અતિક્રમણ કર્યું છે. આવા કઈ નક્કર પગલા લઈશું તો જ આપણે હવે ગિરિરાજની વર્તમાન પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશે. નહિતર ગિરનારની જેમ જ જોતા જોતા ગિરિરાજ આપણા હાથમાંથી ચાલ્યો જશે. આ માટે પાલિતાણામાં બિરાજમાન ગુરુભગવંતો એ ધ્યાન આપવું આવશ્યક છે, તો ભાવનગર ના યુવાનો પણ ખુબ જ જાગૃત છે. પૂ. આ. વિમલસાગરસૂરિજી મ., પૂ.આ. અજયસાગરસૂરિજી મ. આ અંગે ધ્યાન આપી રહ્યા છે.
Page #52
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો vie (27) જીર્ણોદ્ધાર અંગે (A) પ્રાચીન જિનાલયોને ન તોડવા પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધાર વર્તમાનમાં ચાલી રહ્યા છે. તેમાં લગભગ બધી જ જગ્યાએ જુના મંદિરો તોડી પછી નવા જિનાલય બનાવાય છે. આવું મેં મારવાડમેવાડ-અમદાવાદમાં ઘણી જગ્યાએ જોયું છે. તોડવા સમયે શિલાલેખ આદિ પણ તોડી પડાય છે. ઉદા. રૂપે જીરાવલા, અવંતિ (ઉક્ત) ભદ્રેશ્વર,વરમાણ આદિ. આવા તો ઘણા પ્રાચીન તીર્થોમાં પ્રાચીન જિનાલયો તોડી પડાયા છે. ક્ના જિનાલયો ને તોડ્યા વગર બાજુમાં નવું જિનાલય બનાવી દેવું. અબજો ના ખર્ચે નવો જિનાલય બનતુ હોય તો થોડા પૈસાનું બજેટ વધારીને નવી જમીન ન લઈ શકાય? જૂના જિનાલયોના ખડરો પણ હશે તો તે-તે તીર્થની પ્રાચીનતા દેખાશે. લેખો વંચાશે.વળી જિનાલયમાંથી ભગવાન ઉત્થાપિત કરવાના હોય તો તે-તે સ્થાને મંગલમૂર્તિ અથવા પટ્ટ લગાવી દેવાય.. જીર્ણોદ્ધાર કરાવતા પહેલા પ્રવરસમિતિની પરવાનગી તથા જૈન પુરાતત્વ વિભાગની પરવાનગી લેવી તે ફરજીયાત કરવું. આડેધડ જિનાલયોને ન જ તોડવા. (B) પ્રાચીન પ્રતિમાજી ને જરૂરત વગર ન ઉત્થાપવીઃ જીરાવાલા આદિ તીર્થોમાં જે ભૂલ થઈ તે હવે બીજે ન થાય તેની તકેદારી રાખવી. અતિપ્રાચીન અને શક્તિપીઠ તુલ્ય પરમાત્માને ઉત્થાપવાની ભૂલ ન કરવી. (C) પ્રતિમાજીઓ ભૂલથી પણ અન્યત્ર ન જ લઇ જવા: પ.પૂ.આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરિજી મ.સા. જણાવતા કે આડેધડ મંદિરો ઉત્થાપી પ્રતિમાજી અન્યત્ર લઈ જવા તે મહામૂર્ખાઈ છે પૂજાનો પ્રબંધ કરાવવો. પૂજારીનો પ્રબંધ ગોઠવવો. ગામમાં કોઈ પૂજા કરનાર ન હોય તો પૂજા કરનાર ને ઊભા કરવા. અજૈનોને પ્રેરણા કરવી. પૈસા આપી પૂજા કરાવવી પણ ભૂલથી જિનાલય ખાલી ન જ કરવું. વિકટ પરિસ્થિતિમાં ખાલી કરવું પડે તો તે સ્થાને નવી મંગલ મૂર્તિ પધરાવી દેવી. પાવાગઢથી બધા ભગવાન વડોદરા,બોરસદ, કપડવંજ આદિ સ્થાને લઈ જવામાં આવ્યા..આજે અંતે ઉપર ૭૨,પ૨ જિનાલય આદિ 13-13 વિશાલ જિનમંદિરો પર દિગમ્બરોએ કબજો જમાવી દીધો. તો અમુક મંદિરો અજૈનોના હાથમાં ગયા. હમણાં હમણાં પાલિતાણામાં નવ ટૂંકો ખાલી કરવાનું કામ ચાલુ થયું <
Page #53
--------------------------------------------------------------------------
________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - છે.હવે નવટૂંક માં ખાલી પડેલી દેરીમાં 1 પત્થર મૂકી સિંદુર ચડવાનું ચાલુ કરશે તો? દિગંબરો એ પાલિતાણા ઉપર હમણાં 3-3 વિશાળ મૂર્તિઓ મૂકી દીધી. આપણે જોતા જ રહી ગયા. જ્યાં સુધી દર્શન પણ કરનાર હોય ત્યાં સુધી પ્રતિમાજી ન લેવા. પૂજાના નામ પર હો...હા..મચાવી ડર બતાવી ભગવાન લઈ લેવા તે મોટી ભૂલ છે. વિચાર કરવા જેવો છે.
Page #54
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો હાથને 7). (28) સાધુજીવન અંગે (A) મોબાઈલ-ઈન્ટરનેટ આદિના ઉપયોગ અંગે આ વસ્તુઓ ના ઉપયોગમાં યોગ્ય અને અયોગ્ય તે બને મુદ્દા છે.ખાસ તો સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વ્હોટસઅપ, આદિના જાહેર ઉપયોગ અંગે વિચારવા જેવું છે.ખાસ ધ્યાન ખેચવા જેવી બાબત એ છે કે ફેસબુક પર લગભગ 200 જેટલા ત્યાગી-તપસ્વી ગુરુભગવંતો ના એકાઉન્ટ છે.મારી તો માત્ર એટલી વિનંતી છે કે દુરુપયોગ ન થવો જોઈએ. આજે અન્ય ધર્મી સંતોમાં લોકોમાં જૈન સાધુઓ ની ખુબ જ ઊંચી છાપ છે.ત્યાગી તરીકે ની છાપ છે. રાત્રે 4-5 વાગ્યા સુધી ગુરુભગવંતો ઓનલાઈન દેખાતા હોય ત્યારે કોઈ શું વિચાર કરે? આજકાલ ઓનલાઈન શું નથી મળતું? સમય...શક્તિ અને સાધુપણું બધાનું વ્યર્થ જાય છે. આપણી છાપ ઈતર ના સાધુ જેવી થઈ જશે. વળી ફોન લાવી આપનાર અને બેલેન્સ ભરાવનાર શ્રાવકો જ એક દિવસ કહેશે, બાપજી...માફ કરો. આટલામાં સમજી જવા જેવું છે. (B) અપવાદે ગાડીના ઉપયોગ ની મર્યાદા - પુ. ગુરુભગવંતો ને માંદગી ના સમયે ટ્રીટમેન્ટ માટે મોટા સેન્ટરોમાં ગાડી દ્વારા લઈ જવાય છે. લઈ જવા તે અપવાદ છે, સાચું, પણ ફરી તે ગામમાં પાછા લઈ જવા તે અપવાદ નથી. તબિયત બરાબર થયા પછી ફરી ગાડીમાં જ ન લઈ જવા. તે બાબત ખાસ નોંધવા જેવી છે. તો અમુક વખત ગુરુભગવંતો ના કાળધર્મ પછી તેમના દેહને તેમના બનાવેલા તીર્થમાં અથવા તો ભકતો ની ઈચ્છા મુજબ લઈ જવામાં આવતા હોય છે. જે ગુરુભગવંતોએ આખી જિંદગી વાહનનો ઉપયોગ કર્યો નથી તેમણે સાધુપણામાં સાધુના કપડા માં શા માટે વાહન દ્વારા લઈ જવા? જ્યાં પુણ્યભૂમિ પર કાલધર્મ પામ્યા છે ત્યાં જ અગ્નિસંસ્કાર કરવો. (C) આચાર્ય પદવી અંગેઃ “વાર્યાનિનશાસનોન્નતિp:” આવું આપણે ત્યાં સ્તુતિમાં બોલાય છે. છતાં આજે છત્રીસ ગુણો વગરના છત્રીસમાંથી છ ગુણોના પણ ધારક ન હોય તેવા, ભીમ અને કાંત ગુણ વગર, માત્ર પર્યાય ના અનુસાર પદવી આપવામાં આવે છે. શામ-દામ-દંડ-ભેદ ની નીતિ દ્વારા ગમે તેની પાસે આચાર્યપદ લઈ લે છે. વળી
Page #55
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - અમુક તો પૈસા લઈ આચાર્યપદ ની લ્હાણી કરે છે. આવા લોકો આગળ જતા શાસન ને કલંકિત કરે છે.ગમે તેવા ને આચાર્યપદવી આપ્યા પછી બનેલા ખરાબ કિસ્સા જૈનશાસનની સામે જ છે.એક-બે શિષ્યો બનાવી આચાર્યપદે ન પહોચાય. આચાર્ય પાસે મોટો પરિવાર હોવો જોઈએ. પાત્રતા ન હોય તેવાને આચાર્યપદવી ન જ આપવી. વળી આપ્યા પછી પણ પાછી લઈ શકાય. વિશાળ દીક્ષા પર્યાય અને પરિવાર ધરાવવા છતાં પણ પં.ભદ્રંકર વિ.મ, પં. ચંદ્રશેખર વિ. મ. પં. વિશેન વિ.મ. કે અમારા ગુરુદેવે આચાર્ય પદવી લીધી ન હતી.
Page #56
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (૨૯)ધર્મક્ષેત્રે જૈનોને વિશેષ જોડવા અંગે (A) ધાર્મિક નાટકો-સિરીયલો અને ફિલ્મોની આવશ્યકતાઃ આજે જૈન ના ઘરોમાં ધાર્મિક જ્ઞાનની ખુબ જ અછત થઈ રહી છે. નવી પેઢીમાં જૈનત્વના સંસ્કારો બચ્યા નથી. નવી પેઢીને જૈનત્વનું જ્ઞાન આપવા શું કરવું તે મુદ્દે ઊંડો વિચાર કરતા એક વિચાર આવ્યો. છેલ્લા 2500 વર્ષથી કે તેથીય વધુ સમયથી લાખો પારાયણો થઈ હશે. બ્રામણોમાં પારાયણો નું ખુબ જ મહત્વ...છતાં જે પરિણામ ન આવ્યું તે વર્ષો પૂર્વે આવેલી રામાયણ સિરીયલ થી આવ્યું. રામાયણના આદર્શો જન જન સુધી ઘર ઘર સુધી પહુંચ્યા. રામાયણ ના સમયે મુંબઈ-અમદાવાદ માં કરફ્યુ જેવું વાતાવરણ જોવા મળતું. આજ પ્રમાણે જૈનોના વિભિન્ન પાત્રો પર ફિલ્મો આદિ તૈયાર થાય તે ખાસ જરૂરી જણાય છે. પણ તે દેવદ્રવ્યના પૈસા થી નહીં.. (B) લોકોને ધ્યાન-યોગ દ્વારા જોડવામાં આવે લોકોને ધર્મમાર્ગે જોડવા માટે જૈનશાસન પાસે મહત્વની તાકાત ધ્યાનયોગમાં છે. વર્તમાનમાં દેશ-પરદેશમાં આની ખુબ જ ડીમાન્ડ છે. લોકો આની પાછળ પાગલ છે. ધ્યાનમાર્ગની જે વિવિધ પદ્ધતિઓ જૈનશાસ્ત્રોમાં દર્શાવી છે તેનો વિકાસ આવશ્યક છે. આપણે ત્યાં અનુષ્ઠાનોની સાથે ધ્યાન-યોગ આદિ કરાવાય તો ઘણા લોકો જોડાય. આજે લોકો વિપશ્યના આદિ તરફ વળી રહ્યા છે. બ્રહ્માકુમારી માં જઈ રહ્યા છે તેનું કારણ ધ્યાન-યોગ છે. બાબા રામદેવ આદિએ યોગ દ્વારા લોકોને ગાંડા કર્યો છે. હવે આપણા લોકો ને બચાવવા આપણો ખુદ નો જ માલ વેચવાની જરૂરત છે. તેરાપંથીઓનું પ્રેક્ષાધ્યાન લોકોમાં આદરણીય બન્યું છે. તો ત્રિપુટી મહારાજ પણ ધ્યાન આદિની સુંદર શિબિરો કરાવે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (c)6 કી (30) દરેક કાર્યના સેન્ટ્રલાઈઝેશન અંગે. પણ શાસનપ્રભાવના અને શાસનરક્ષાના ઘણા કર્યો ચાલુ છે. પરંતુ તે-તે કાર્યોના સેન્ટ્રલાઈઝેશન ના અભાવે જોઈએ તેવું રીઝલ્ટ નથી આવતું. તેનું મુખ્ય કારણ એકબીજા સાથે જોડાણની મુખ્ય કડીનો અભાવ તથા અલગ અલગ વિચારધારાઓ...જે નાના-નાના ગ્રુપો બને છે તેનું એક વિશાળ જૈન ગ્રુપ બનાવાય. જેમાં દરેક ગ્રુપો ને જોઈંટ કરવામાં આવે...ગુરુભગવંતો દ્વારા તે ગ્રુપનું સંચાલન કરવામાં આવે તો શાસનનું બહુ જ મોટું કાર્ય થઈ જાય. (A) જૈનશાસન સંસ્થાની ઓફીસઃ અમદાવાદ-મુંબઈ જેવા શહેરમાં જૈનશાસનની ચોક્કસ આણંદજી કલ્યાણજી જેવી પ્રતિનિધિ ઓફિસ હોય. જેમાં પ00-900 જૈનો સ્વયંસેવક અથવા પગાર થી કામ કરતા હોય.. કોઈને પણ શાસન અંગે કામ પડે ત્યાં જઈ શકે. તીર્થરક્ષા,દેવદ્રવ્ય વ્યવસ્થા, સાધુ-સાધ્વીજી વિહાર, ઉપકરણો આદિ બધીજ વસ્તુઓ એક જ મોટી ઓફિસના અલગ-અલગ વિભાગોમાંથી કામ થાય. પૂ. ગુરુ ભ.ના માર્ગદર્શનમાં યોજનાઓ પણ નીકળે. અલગ અલગ કાર્યો ચાલે...આવી ઓફિસ વગેરે... પ્રમુખસ્વામી ના માર્ગદર્શન માં B.A.PS. સંસ્થાની હોય છે. ટૂંક સમયમાં યોગ્ય ગાઈડલાઈન દ્વારા આ સંસ્થાએ વિશ્વભરમાં પોતાનો વ્યાપ વધાર્યો છે. (B) ફોટો અને પુસ્તકો અંગે સૌ પ્રથમ તો યંત્રો-ફોટા-પુસ્તકો વગેરે છપાવવાનું થોડા સમય માટે પણ બંધ કરવામાં આવે. પછી તે-તે વસ્તુઓનું સેન્ટ્રલાઈઝેશન યુનિટ સ્થપાય. અલગઅલગ વિભાગોમાં પ્રસ્તુત પુસ્તકો મુકવામાં આવે. પછી જોઈએ ત્યાં મોકલાવાય અથવા 3-4 જગ્યાઓ વિભાગ પ્રમાણે મુકાય...જેને જોઈએ લઈ જાય પછી પાછા આપી જાય...ઘર-ઘરમાં જ્ઞાનભંડાર બનાવાય ધાર્મિક પુસ્તોનો કબાટ જૈનના ઘરમાં હોવો જ જોઈએ.ઘર-ઘરમાં પુસ્તકો મુકાય. જરૂરત પડે ત્યારે પોતાના જ કબાટમાંથી વાપરતા થાય. 0 જે-જે ક્ષેત્રોમાં નહીંવત વિચરણ છે ત્યાં વિચરણ કરનારને પ્રોત્સાહન આપવું મેવાડમાં હજારો ગામો તેરાપંથીઓ-સ્થાનકવાસીઓ વચ્ચે સિંહ ની જેમ પૂ.આ.પદ્મભૂષણસૂરિજી મ. તથા પૂ.આ. નિપુણરત્નસૂરિજી મ. વિચરણ કરે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - આવા અલગ-અલગ ક્ષેત્રો પ્રમાણે ઘણા પૂજ્યો વિચરતા હોય છે. તેમના કારણે જ આપણે તે-તે ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ.આવા ક્ષેત્રોમાં જે-જે ગુરુ ભ. વિચરણ કરે છે તેમણે સતત પ્રોત્સાહન આપી ટકાવી રાખવામાં આવે. તેઓને જીર્ણોદ્ધાર –વેયાવચ્ચ માં સંપૂર્ણ સહયોગ કરવામાં આવે. તો તેઓ ઘણા કર્યો કરી શકે છે. આ અંગે ખાસ વિચારવું રહ્યું. હમણાં પલ્લિવાલ પ્રદેશમાં પૂ.પં. ધૈર્યસુંદર વિ. મ. વિચરણ કરી રહ્યા છે. ત્યાં ખુબ જ જાગૃતિ આવી રહી છે.
Page #59
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો ચાલો ઈઝરાઈલ દેશની જેમ આપણે આગળ વધીએ... | આજે વિશ્વભર ની પ્રજામાં જૈનોએ પોતાનો સિક્કો મારવો જ પડશે. શતાબ્દિઓથી અપને ત્યાં ધાર્મિક અને સામાજિક સહયોગ-સદ્ભાવનો તદ્દન અભાવ જોવા મળે છે. ઈઝરાયેલ એક એવો દેશ છે કે પોતાના પગ ઉપર ઉભો થયો છે. વિશ્વના નકશામાં એક બિંદુ જેટલો અસ્તિત્વ ધરાવતો આ દેશ આજે વિશ્વની મહાસત્તા જેવો છે. સંઘર્ષ તેઓના વિકાસનું મૂળભૂત કારણ બની ગયું છે. આજે જૈનશાસનની પણ કંઈ આવી જ પરિસ્થિતિ છે. વિશ્વના અન્ય ધર્મો વચ્ચે નજીવા લોકોની સાથે અસ્તિત્વ ધરાવતો આપણો સંઘ પણ ઈઝરાયલ ની જેમ આગળ વધે તે ઈચ્છનીય છે. આપણે અન્ય ધર્મનો-સરકારનો ટેકો લીધા વિના જ આગળ વધવું પડશે...તો જ કઈ બચી શકીશું... અમુક મુદ્દા પર વિચાર કરીએ. (A) એકપણ જૂની એન્ટીક વસ્તુઓની ખરીદી કરવી નહિઃ હમણા થોડા સમયથી Old is Gold ના માફક આપણે ત્યાં પણ પુરાની વસ્તુઓનું ખુબ જ ધમધમતો વેપાર ચાલે છે. મૂર્તિઓ-પ્રતો આદિ આપણી મિલકતો ચોરાય અને વેચાય છે. તો ખરીદનાર પણ આપણે જ. તેથી આવા ચોર લોકોને પ્રોત્સાહન મળે છે. જિનાલયોમાં-જ્ઞાનભંડારોમાં પૈસાની લાલચે ચોરી થાય છે તેના જવાબદાર આપણે ખુદ જ. વળી એન્ટીકના નામે એન્ટીક જેવી નકલી મૂર્તિઓ-પ્રતો આવવા લાગી છે જેનાથી પણ ચેતવા જેવું છે... (B) શંખેશ્વર-પાલીતાણા તીર્થો સાથે અન્ય તીર્થોતરફ પણ શ્રાવકો યાત્રા કરેઃ મોટાભાગે જૈનોમાં શંખેશ્વર અને પાલિતાણા તરફ ધસારો જોવા મળે છે. આ તીર્થની સાથે રાજસ્થાન, ગુજરાત, કલ્યાણકભૂમિ વગેરેના તીર્થોની યાત્રાનું પણ મહત્વ વધારવા જેવું છે. (C) તીર્થોમાં પૂજારીઓ ને ટ્રેઈનીંગ આપવીઃ આપણે ત્યાં કામ કરતા પૂજારીઓ માટે ટ્રેઈનીંગ કેમ્પ ખોલવાની જરૂરત છે. તેમણે ગંજી-ચડ્ડી પહેરી પૂજા ન કરાય તે શીખવવા જેવું છે. ઉપરાંત શ્રાવકોને જય જિનેન્દ્ર કહે. તેમનો કેસરીયાજી જેવો ડ્રેસકોડ હોય મર્યાદાવાળો હોય... અને જૈન ધર્મની રુચિવાળો થાય તે માટે પ્રયત્ન આવશ્યક છે. (D) સોશીયલ મીડિયા પર લખાતી ધર્મવિરોધી વાતો પર પ્રતિબંધઃ થોડા
Page #60
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો લોકો પોતાને 25 માં તીર્થકર માની મન ફાવે તે ધાર્મિક વાતો સોશીયલ મીડિયા પર લખે છે તેના પર પ્રતિબંધ જરૂરી છે. (E) દરેક રાજધાની માં ચોમાસું ભારતભરના દરેક રાજ્યોની રાજધાનીમાં ચાતુર્માસ કરવા આપણા ગુરુભગવંતો પધારે તે જરૂરી છે. (F) ઓપન બુક એક્ઝામ:- આપણે ત્યાં ઓપન બુક એક્ઝામ નું કાર્ય ઓછુ થાય છે. તેથી સાહિત્યનો પ્રચાર લગભગ નહીંવત્ થાય છે. ખાસ તો હિન્દી સાહિત્ય માટે ઓપન બુક એક્ઝામ ની ખાસ જરૂરત છે. સ્થાનકવસીઓ માં આવું કાર્ય થતું હોય છે. (G) ભારતભરના જૈન સ્થાનોની નોંધણી - ભારતભરમાં જેટલા પણ જિનાલયો, ઉપાશ્રયો, આયંબીલશાળા, ધર્મશાળા, જૈન સ્કુલ, કોલેજો હોય તે બધાની વ્યવસ્થિત નોંધણી અતિ આવશ્યક છે. (H) જૈન કલેક્ટર - જૈન શાસનનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે તાલુકા લેવલે જૈન મામલતદાર તથા જિલ્લા લેવલે જૈન કલેક્ટર નીમવા જેવા છે..જેઓ સંપૂર્ણપણે શાસનના કાર્યોમાં વ્યસ્ત રહે. પ્રસ્તુત વિષયોમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
Page #61
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 1 શાસનરક્ષાના ચમકતા સિતારા તીર્થરક્ષક ગુરુભગવંતો ક્રમ નામ તીર્થનુ નામ વિશેષ કાર્ય (1) પૂ. વલ્લભદત્ત વિ. મ. શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ જિનાલયમાં દારૂના જૈન તીર્થ - મેડતા રોડ અડ્ડા હતા...દારૂડિયા ને દુર કરી પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો. (2) પૂ.આ. નેમિ સુ.મ. શ્રી શત્રુંજય તીર્થ મુડકા વેરા તથા દાદાગીરી શ્રી કદમ્બગિરિ તીર્થ થી બચાવ્યું. હાલ પૂ.મુ. વિરાગસાગરજી મ.પણ શત્રુંજય તીર્થરક્ષાનું કાર્ય કરી રહ્યા છે. (3) પૂ.આ. નેમિ સૂમ. કાપરડાજી તીર્થ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (4) પૂ. ધર્મસાગરજી મ. નાગેશ્વર પાશ્વનાથ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (5) (A) પૂ.આ. હિમાચલ સૂ.મ. મેવાડ દેશ ના સ્થાનક-તેરાપંથીના (B)પૂ.આ.જિતેન્દ્ર સૂ.મ. હજારો જિનાલયો અતિક્રમણ થી બચાવ્યા (6) (A)પૂ. આ. સાગરાનંદ સુ.મ. અંતરીક્ષ તીર્થ દિગંબરોના અતિક્રમણ | (B)પૂ. પં. ચંદ્રશેખર વિ. મ. થી બચાવ્યું. (7) પૂ. કપૂર વિ.મ. આગરા તીથી દિગંબરોના અતિક્રમણ થી બચાવ્યું. (8) પૂ. પં. વીરરત્ન વિ. મ. મક્ષી તીર્થ દિગંબરોના અતિક્રમણ થી બચાવ્યું. (9) પૂ.આ. હિમાંશુ સૂ.મ. ગિરનાર તીર્થ અજૈનોના અતિક્રમણ થી બચાવ્યું. (10) પૂ.આ.વિજ્યાનંદ સુ.મ. પંજાબદેશના સ્થાનકવાસીઓના જિનાલયો અતિક્રમણ થી બચાવ્યા.
Page #62
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (11) પૂ.સા.રંજનશ્રીજી મ. સા. સમેતશિખર ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (12) પૂ.સા. મનોગતાશ્રીજી મ. ભંડેરી પોળ મુસ્લિમોથી તીર્થને (અમદાવાદ) બચાવ્યું. (13) પૂ.સા. ચારુબ્રતાશ્રીજી મ. ઢંકગિરિ તીર્થ ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (14) સા.મૃગાવતીશ્રીજી મ. કાંગડા તીર્થ સરકારના અતિક્રમણ થી બચાવ્યું. (15) સા. સુંદરશ્રીજી મ.સા. નાકોડા તીર્થ ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
Page #63
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કચ્છ) કાર્ય પરિશિષ્ટ-૨ અજૈન જનતામાં જૈનત્વના બીજારોપણ કરનાર ગુરુભગવંતો... ક્રમ નામ ક્ષેત્રનું નામ (1) પૂ.આ.ઇન્દ્રદિન્ન સૂ.મ. બોડેલી (વડોદરા) લાખો પરમારક્ષત્રિયો ને જૈન બનાવ્યા. (2) પૂ.આ.સુયશ, સૂ.મ. આદિ સરાક ક્ષેત્ર (બિહાર) લાખો સરાક લોકોને પૂ.આ. રાજેન્દ્રસૂ.મ. (મોહનલાલજી સમુ.) (રાજ પરિવાર) પુનઃ જૈન બનાવવાની પ્રેરણાઓ. (3) પૂ.આ. નરરત્નસૂ.મ.સા. ગુજરાતના નાના પૂ.શ્રી તથા પૂ.શ્રીના ગામો આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંતો દ્વારા અજૈન લોકોમાં જૈનત્વના બીજારોપણ. (4) પ્રદર્શન વિ.મ.ત્રિપુટી મ.) આગ્રા આદિ ક્ષેત્રો લાખો અગ્રવાલોને પુનઃ જૈન બનાવ્યા. (5) પૂ.ગણિ. મણિરત્નસાગરજી મ. જાટવોના ક્ષેત્રો લાખો જાટવોને (હિંડોન આદિ) જૈન બનાવવાની પ્રેરણા માર્ગદર્શન + સતત વિચરણ (6) શ્રીમદ્રાજચંદ્ર પંથ ગુજરાતના ગામડાઓ પટેલો તથા અન્ય જ્ઞાતિને જૈન બનાવવાનું કાર્ય (7) કુમારપાળભાઈ વી. શાહ બોડેલી+પલ્લીવાલ અનેક લોકોને જૈન +સરાકક્ષેત્ર બનાવ્યા +ધર્મમાં સ્થિર ક્ય.
Page #64
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 3 @ છે સાધર્મિક હોગે... જીતો,જીયો (1) પૂ.ગણિ નયપાસાગરજી (2) પૂ.આ.વલ્લભ સૂ.મ. મહાવીર વિદ્યાલય (3) પૂ.આ.રાજહંસ સૂમ. જીત સંસ્થા (4) પૂ.આ. મુક્તિસાગરજી મ. (5) પૂ. પં. ચંદ્રશેખર વિ. મ. M.P. માં ગુરુકુળ (ઉર્જન પાસે) તપોવન+અનેક સાધર્મિક વસાહતો ગુરુકુલમ્ પૂ.ગુરુભગવંતો શ્રાવકો ને હેલ્થપોલીસી તથા અન્ય કાર્યો અનેક લોકોને ભણવા અનેક સાધર્મિક વસાહતો માટે ઉપકારી કાર્યો. શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન શિક્ષણક્ષેત્રે અનુમોદનીય યોગદાન રૂ.માં ભોજન તથા વાઘલધરા માં કેન્સરની મત ટ્રીટમેન્ટ શિક્ષણ ક્ષેત્રે અનુમોદનીય યોગદાન (6) પૂ.મુ. હીતરુચિ વ.મ. અયોધ્યાપુરમ્ ગુરુકુલ (7) પૂજિનચંદ્રસાગર સૂ. મ. પૂ. હેમચંદ્ર સાગર સૂ. મ. (8) પૂ. ચારિત્ર વિ.મ. સોનગઢ ગુરુકુલ પાલિતાણા ગુરુકુલ ગિરિવિહાર (9) પૂ. હેમપ્રભાસૂમ. (ગિરિવિહાર) (10) પૂ.સા.ચંદનાજી મ. વીરાયતન
Page #65
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 4 કાય જ્ઞાન ક્ષેત્રે ક્રમ નામ વિશેષ (1) પૂ.પં.કાંતિ વિ.મ. પાટણ આદિ જ્ઞાન ભંડાર પૂ.પં.ચતુર વિ.મ. વ્યવસ્થિત કર્યા (2) પૂ.પં. પુણ્ય વિ.મ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા+વિશેષ સંશોધનો (3) પૂ.પં. કલ્યાણ વિ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા+વિશેષ સંશોધનો (4) પૂ.મુ.જંબૂવિ.મ. અનેક જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા, સ્કેનીંગ કરાવ્યું તથા અનેક ગ્રંથોના સંશોધનો કર્યા. (5) પૂ. ત્રિપુટી મ. ઈતિહાસ ક્ષેત્રે અનુમોદનીય કાર્ય (6) પૂ.મુ. જ્ઞાનસુંદરજી મ. ઈતિહાસ ક્ષેત્રે અનુમોદનીય કાર્ય +સ્થાનકવાસી આદિનું ખંડન (7) પૂ. આત્મારામજી મ. શાસન સુરક્ષા માટે અનેક સાહિત્ય સર્જન (8) પૂ.આ.શીલચંદ્ર સૂમ. સતત સંશોધન રત ગુરુભગવંત (9) પૂ. આ. ધર્મધુરંધર સૂ.મ. અનેક સંશોધન (10) પૂ. આ. પ્રદ્યુમ્ન સુ.મ. અનેક સંપાદનો (11) પૂ.આ. રત્નસુંદર સુ.મ. લોકોપયોગી અનેક સાહિત્ય (12) પૂ. આ. સાગરજી મ. 45 આગમનું સંપાદન (13) પૂ. મુનિચંદ્રસૂ.મ. અનેક સંશોધનો (14) પૂ.સા. ચંદનબાલાશ્રીજી મ. અનેક ગ્રંથોના સંપાદન અને શુદ્ધીકરણ
Page #66
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 5 જ્ઞાનભંડારોના સુલભ વ્યવસ્થિત નિર્માણ ક્રમ નામ ગુરુભગવંતનું નામ (1) કોબા (અમદાવાદ) પૂ. આ.પદ્મસાગર સુ.મ. (2) એલ.ડી. (અમદાવાદ) પૂ. પં. પુણ્ય વિ.મ. (3) ગીતાર્થ ગંગા(અમદાવાદ) પૂ. આ.યુગભૂષણ સૂ. મ. (4) હઠીસિંહની વાડી (અમદાવાદ) પૂ. આ.શીલચંદ્ર સૂ. મ. (5) પરિમલ (અમદાવાદ) પૂ. આ. હેમચંદ્ર સૂ. મ. હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર (પાટણ) પૂ. કાંતિ વિ.મ. (7) શ્રત તીર્થ (શંખેશ્વર) પૂ.આ. પૂર્ણચંદ્ર સૂ. મ. (8) શ્રુતભવન (પુના) પૂ. પં. વૈરાગ્યરતિ વિ. મ. (9) બી. એલ. (દિલી) પૂ. સા. મૃગાવતી શ્રીજી મ. (10) પાકૃત ભારતી (જયપુર) પૂ. 9. વિનયસાગરજી મ. (11) વણી તીર્થ (મહારાષ્ટ્ર) પૂ.આ. પુણ્યપાલ સૂ.મ. (કાર્ય ચાલુ છે) (12) શ્રુતાનંદ (આણંદજી કલ્યાણજી પેઢી) પૂ. આ. પ્રદ્યુમ્નસૂ. મ. અમદાવાદ (13) સુરત જ્ઞાન ભંડાર પૂ. આ. યોગતિલક સૂ. મ. (શાંતિ-કનક આરાધના ભવન)
Page #67
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 9 કાર્ય યુવાનોની ટીમો ક્રમ નામ ટીમ (1) પૂ.. ચંદ્રશેખર વિ.મ. વર્ધમાન સંસ્કાર ધામ આદિ પર્યુષણ કરાવવાનું આદિ (2) પૂ. આ. હેમરત્નસૂ. મ. એલર્ટ ગ્રુપ (3) પૂ. ગણિ નવપદ્મસાગરજી મ. યુવક મહાસંઘ શાસનલક્ષી અનેક કાર્યો (4) પૂ. આ. નવરત્નસાગરજી મ. નવરત્ન પરિવાર માલવા-મેવાડમાં જિનાલય શુદ્ધીકરણની સેવા (5) પૂ.આ.મુક્તિવલ્લભ સૂ. મ. સમક્તિ ગ્રુપ ગિરનાર-શત્રુંજય આદિ પૂ.આ. ઉદયવલ્લભ સૂ. મ. તીર્થરક્ષાર્થે મહત્ત્વપૂર્ણ કાર્યો.
Page #68
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો પરિશિષ્ટ- 7 - વ્યવસ્થિત જિર્ણોદ્ધાર ઝંખતા તીર્થો * ૨-૪ને બાદ કરતા બધી જ કલ્યાણકભૂમિ કુંભલગઢ * પારોલી (જહાજપુર) * અભૂતજી તીર્થ * મેવાડના ઘણા ગામો * સ્થલી પ્રદેશના ગામો (બિકાનેર સાઈડ) * પાવાગઢ તીર્થ * તિમ્મનગઢ તીર્થ નહીંડૌન સીટી પાસે) * ઓરિસ્સા, બંગાલના ગામો (જ્યાં પ્રતિમાજી નીકળતી હોય છે) * મેડતા સીટી, ઉદયપુર સીટી ના અમુક જિનાલયો, જ્યપુર સીટી ના અમુક જિનાલયો વિકાસ ઝંખતા તીર્થો * ચિતોડગઢ * માંડલગઢ (ભીલવાડા પાસે) * મુછાળા મહાવીર * ભોંયણી * કલ્યાણક ભૂમિઓ * આબુ તીર્થ * અચલગઢ તીર્થ * મીરપુર તીર્થ (આબુ તળેટી) * હોશીયારપુર તીર્થ (પંજાબ) * ગ્વાલિયર તીર્થ (M.P)
Page #69
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો * નાંદીયા-લોટાણા * મગરવાડા * અમદાવાદ, સુરતના પ્રાચીન જિનાલયો પ્રચાર ઝંખતા તીર્થો * કાંગડા તીર્થ (હિમાચલ પ્રદેશ) * જમ્મુ તીર્થ * હરિદ્વાર તીર્થ * પાટણ * રાધનપુર * કલ્યાણક ભૂમિઓ * દેલવાડા + અદ્ભુતજી (ઉદયપુર પાસે) * ઉદયપુર + જયપુર ના પ્રાચીન મંદિરો * બિકાનેર, લાડનું, ઝનું * દક્ષિણના તીર્થો
Page #70
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો भूषण शाह द्वारा लिरिवत-संपादित हिन्दी पुस्तक मूल्य जैनागम सिद्ध मूर्तिपूजा 100/* जैनत्व जागरण 200/* जागे रे जैन संघ 30/4. पाकिस्तान में जैन मंदिर 100/5. पल्लीवाल जैन इतिहास 100/दिगंबर संप्रदाय : एक अध्ययन 100/7. श्री महाकालिका कल्प एवं प्राचीन तीर्थ पावागढ 100/8. अकबर प्रतिबोधक कौन ? 50/9. * इतिहास गवाह है। 30/10. तपागच्छ इतिहास 100/11. * सांच को आंच नहीं 100/12. आगम प्रश्नोत्तरी 20/13. जगजयवंत जीरावाला 100/14. द्रव्यपूजा एवं भावपूजा का समन्वय 50/15. प्रभुवीर की श्रमण परंपरा 20/16. इतिहास के आइने में आ. अभयदेवसूरिजी का गच्छ 100/17. जिनमंदिर एवं जिनबिंब की सार्थकता 100/18. जहाँ नमस्कार वहाँ चमत्कार 50/19. * प्रतिमा पूजन रहस्य 300/20. जैनत्व जागरण भाग-२ 200/21. जिनपूजा विधि एवं जिनभक्तों की गौरवगाथा 200/* अनुपमंडल और हमारा संघ 100/23. अकबर प्रतिबोधक कौन ? भाग-२ 200/24. महात्मा ईसा पर जैन धर्म का प्रभाव 50/25. खरतरगच्छ सहस्त्राब्दी निर्णय 50/26. प्राचीन जैन स्मारको का रहस्य 500/27. जैन नगरी तारातंबोल : एक रहस्य 50/भूषण शाह द्वारा लिरिवत/संपादित गुजराती पुस्तक 1. मंत्र संसार सारं 2. यूनिय शुद्धि:२९॥ 30/ 200/
Page #71
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 20/ on -- - 3. . 2 छैन संघ 4. .घटना * श्रुत रत्ना२ (पू. १३व वि४य म.सा. नुं वन यरित्र) જૈનશાસનના વિચારણીય પ્રશ્નો 50/भूषण शाह द्वारा लिरिवत अंग्रेजी पुस्तक * Lights 300/* History of Jainism 300/पू. अशोकजी सहजानंदजी द्वारा लिरिवत ___ ग्रहशांति दीपिका 500/2. सुखी और समृद्ध जीवन 400/3. वास्तुदोष : आध्यात्मिक उपचार 500/4. श्री सिद्ध मंत्र संग्रह 500/5. सिद्ध तंत्र संग्रह 500/6. सिद्ध यंत्र संग्रह 500/7. स्वरयोग : एक दिव्य साधना 350/8. योग साधना रहस्य 500/ध्यान विज्ञान 400/10. श्री पद्मावती - साधना और सिद्धि 300/11. श्री मणिभद्र साधना (घंटाकर्ण कल्प सहित) 300/12. जैन राजनीति विज्ञान 900/13. महा मृत्युंजय पूजा विधान (जैन पद्धति) 300/14. साधना कल्पद्रुम 400/15. तंत्रलोक की रहस्यमय सत्य कथाएँ 400/अन्य साहित्य 1. नवयुग निर्माता (पुन: प्रकाशन) (पू.आ. वल्लभसूरि म.सा.) 200/2. मूर्तिपूजा (गुजराती-खुबचंदजी पंडित) 50/3. मूर्ति मंडन - आ. लब्धि सू.म. 100/4. हमारे गुरुदेव (पू. जंबूविजयजी म.सा. का जीवन) 30/सफलता का रहस्य - सा. नंदीयशाश्रीजी म.सा. 20/6. ५२ती 52 व सा. नंहीय॥श्री म. (१४२।ती) 20/Heaven on Earth 20/कर्म विज्ञान 20/
Page #72
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો लं +o o 9. जडपूजा या गुणपूजा - एक स्पष्टीकरण (हजारीमलजी) 30/10. पुनर्जन्म - (सं.पू.आ. जितेन्द्रसूरिजी म.सा.) 30/11. क्या धर्ममें हिंसा दोषावह है ? 30/12. तत्त्व निश्चय (कुएँ की गुंजार पुस्तक की समीक्षा) 13. बत्तीस आगमों से मूर्तिसिद्धि (आशिष तालेडा) 50/प.पू.पंजाब देशोद्धारक आ.विजयानंदसू.म. (आत्मारामजी म.) का सन्मार्गदर्शकसाहित्य 1. सम्यक्त्व शल्योद्धार 325/2. नवयुग निर्माता 200/3. जैन तत्त्वादर्श 300/जैन धर्म विषयक प्रश्नोत्तर 200/जैन मत वृक्ष और पद्य साहित्य 200/जैन मत का स्वरूप 125/7. नवतत्त्व संग्रह 300/8. ईसाईमत समीक्षा 100/9. चिकागो प्रश्नोत्तर 100/10. अज्ञानतिमिर भास्कर 11. तत्त्व निर्णय प्रसाद प.पूप्रशांतमूर्ति मु.मृगेन्द्रविजयजी म.सा.का साहित्य (गुजराती) 1. शं॥२ वैराश्य तंगिणी 50/2. ભગવાન મહાવીર જીવનદર્શન 50/3. संध्यात्मश 100/हृदय - प्रदीप षट् त्रिंशिका (संस्कृत - गुजराती) 100/પ્રસંગ પંચામૃત 40/6. Stories From Jainism 100/बोसर 1. दक्षीण भारत में जैन तीर्थ 10/2. महालक्ष्मी आरती मंत्रादी 10/3. पाकिस्तान में जैन मंदिर 10/4. महाकाली आरती - पच्चीसी 10/5. 68 तीर्थ भावयात्रा (सचित्र) 15/
Page #73
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો प.पू. मुनिराज ज्ञानसुंदरजी म.सा. द्वारा लिरिवत साहित्य 1. मूर्तिपूजा का प्राचीन इतिहास 100/ 100/3. हाँ ! मूर्तिपूजा शास्त्रोक्त है 30/4. सिद्ध प्रतिमा मुक्तावली 100/5. क्या जैन धर्म में प्रभु दर्शन - पूजन की मान्यता थी ? 50/___ डॉ. प्रीतमबेन सिंघवी द्वारा लिरिवत / संपादित साहित्य 1. * समत्वयोग 100/2. अनेकांतवाद 100/3. * अनुपेहा 100/4. * आणंदा 50/5. सदयवत्स कथाकनम् 50/6. संप्रतिनृप चरित्रम् 50/7. दान: अमृतमयी परंपरा 310/8. * हिन्दी जैन साहित्य में कृष्ण का स्वरूप 100/9. दोहा पाहुड 50/10. बाराख्ख कवक 50/11. * प्रभुवीर का अंतिम संदेशा 50/12. * दोहाणुपेहा (संपादित) 50/13. * तरंगवती 50/14. नहावर्तनहनवन 50/डॉ. प्रीतमबेन सिंघवी द्वारा अनुवादित साहित्य 1. संवेदन की सरगम 50/2. * संवेदन की सुवास 50/3. * संवेदन की झलक 50/4. * संवेदन की मस्ती 50/5. आत्मकथाएँ (संपादित) 50/* शासन सम्राट (जीवन परिचय) 50/7. * विद्युत सजीव या निर्जीव 50/
Page #74
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 150/75/75/20/ Audio C.D. 1. श्री जिनभक्ति शतकम् 2. श्री जनभक्ति सुधा 3. श्री अजितशान्ति स्तव वंदना 4. स्पर्श | जैन शासन - जैनागम नयकारा // संपादित ग्रंथों की सूचिः (प्रकाशनाधीन) 1. जैन दर्शन का रहस्य 2. प्राचीन जैन तीर्थ - अंटाली 3. श्री सराक जैन इतिहास 4. जैन दर्शन में अष्टांग निमित्त भाग 1,4,5 (साथ में) 5. जैन दर्शन में अष्टांग निमित्त भाग 2,3 (साथ में) 6. जैन स्तोत्र संग्रह 7. अकबर प्रतिबोधक श्री हीरविजयसूरिजी महाराज Reserch on Jainism 9. मिशन जैनत्व जागरण और मेरे विचार 10. जैन ग्रंथ - नयचक्रसार 11. प्राचीन जैन पूजा विधि - एक अध्ययन 12. जैनत्व जागरण की शौर्य कथाएँ 13. जैनागम अंश 14. जैन शासन का मुगल काल और मुगल फरमान 15. जैन योग और ध्यान 16. जैन स्मारको के प्राचीन अंश 17. युगयुगमा भग छैन ॥सन (१४राती) 18. मंत्र संसार सारं (भाग-2) (पुन: प्रकाशन) 19. मंत्र संसार सारं (भाग-3) (पुन: प्रकाशन) 20. मंत्र संसार सारं (भाग-4) (पुन: प्रकाशन) 21. मंत्र संसार सारं (भाग-5) (पुन: प्रकाशन) 22. अज्ञान जैन तीर्थ 23. तत्वार्थ प्रवेश 24. जैन दर्शन - अध्ययन एवं चिंतन 25. जैन मंदिर शुद्धिकरण 26. सूरिमंत्र कल्प संग्रह 27. अजमेर प्रांत के जैन मंदिर
Page #75
--------------------------------------------------------------------------
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો 28. जैनत्व जागरण-३ 29. विविध तीर्थ कल्पों का अध्ययन 30. जैनदेवी महालक्ष्मी - मंत्रकल्प 31. जैन सम्राट संप्रति - एक अध्ययन 32. जैन आराधना विधि संग्रह हैन भनो भव्य (भूत (भाग-1, १४२।ती) छैन भनो भव्य भूताण (भाग-2, J४२।ती) 35.8नधन भव्य भूत (भाग-3, गु४२।ती) 36. हैन भनो भव्य भूताण (भाग-4, गु४२।ती) 37. हैन भनो भव्य (भूताण (भाग-5, १४२।ता) सम्मेतशिखर महात्म्य सार 39. मेवाड देश में जैन धर्म 40. पू श्रुत अन्सायोपिडिया (पू. गु३१वश्रीने समर्पित श्रुत पुष्प) 41. जैन धर्म और स्वराज्य 42. यंद्रोहय (पू.सा. यंद्रोड्याश्री म.सा. नुं वनवन) जैन श्राविका शान्तला 44. 5.50 मडा२।४ (संघस्थविर मा.(म..सिद्धिसरि म.सा. मुंयरित्र) 45. भा। गु३४व (पू. वि४य म.सा. नुं संक्षिप्त वनहर्शन) 46. જૈન દર્શને અને મારા વિચાર 47. श्री भद्रबाहु संहिता - आ. भद्रबाहु स्वामी द्वारा निर्मित ज्ञान प्रकरण) 48. प्रशस्ति संग्रह (5. १३ववि४य म.सा. द्वारा पायेदी प्रशस्ति प्रस्तावना संग्रह) 49. ३भूति - हेवाव। भूर्ति अंगे विया२५॥. __ नोंध : सी ग्रंथ जल्द ही प्रकाशित होगी ___ चल रहा विशिष्ट कार्य जैन इतिहास - आदीश्वर भगवान से वर्तमान तक 43. . यह सूचि इ.सं. 2019 वि.सं. 2075 की है इसके पूर्व की सभी सूचि के अनुसार मूल्य खारीज कीए जाते है / अबसे इसी मूल्य के अनुसार पुस्तकें प्राप्त होगी। * साधु-साध्वीजी भगवंतो एवं ज्ञानभंडारो को पुस्तक भेट दिये जाते है। * सभी प्रकाशन का न्याय क्षेत्र अहमदाबाद है। * कोरीयर से मंगवाने वाले “मिशन जैनत्व जागरण" अहमदाबाद के एड्रेस से ही मंगावे व फोन नं. 9601529534 पर ज्ञात कराये। . * मार्क वाले पुस्तक उपलब्ध नहीं है।