________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (૨૯)ધર્મક્ષેત્રે જૈનોને વિશેષ જોડવા અંગે (A) ધાર્મિક નાટકો-સિરીયલો અને ફિલ્મોની આવશ્યકતાઃ આજે જૈન ના ઘરોમાં ધાર્મિક જ્ઞાનની ખુબ જ અછત થઈ રહી છે. નવી પેઢીમાં જૈનત્વના સંસ્કારો બચ્યા નથી. નવી પેઢીને જૈનત્વનું જ્ઞાન આપવા શું કરવું તે મુદ્દે ઊંડો વિચાર કરતા એક વિચાર આવ્યો. છેલ્લા 2500 વર્ષથી કે તેથીય વધુ સમયથી લાખો પારાયણો થઈ હશે. બ્રામણોમાં પારાયણો નું ખુબ જ મહત્વ...છતાં જે પરિણામ ન આવ્યું તે વર્ષો પૂર્વે આવેલી રામાયણ સિરીયલ થી આવ્યું. રામાયણના આદર્શો જન જન સુધી ઘર ઘર સુધી પહુંચ્યા. રામાયણ ના સમયે મુંબઈ-અમદાવાદ માં કરફ્યુ જેવું વાતાવરણ જોવા મળતું. આજ પ્રમાણે જૈનોના વિભિન્ન પાત્રો પર ફિલ્મો આદિ તૈયાર થાય તે ખાસ જરૂરી જણાય છે. પણ તે દેવદ્રવ્યના પૈસા થી નહીં.. (B) લોકોને ધ્યાન-યોગ દ્વારા જોડવામાં આવે લોકોને ધર્મમાર્ગે જોડવા માટે જૈનશાસન પાસે મહત્વની તાકાત ધ્યાનયોગમાં છે. વર્તમાનમાં દેશ-પરદેશમાં આની ખુબ જ ડીમાન્ડ છે. લોકો આની પાછળ પાગલ છે. ધ્યાનમાર્ગની જે વિવિધ પદ્ધતિઓ જૈનશાસ્ત્રોમાં દર્શાવી છે તેનો વિકાસ આવશ્યક છે. આપણે ત્યાં અનુષ્ઠાનોની સાથે ધ્યાન-યોગ આદિ કરાવાય તો ઘણા લોકો જોડાય. આજે લોકો વિપશ્યના આદિ તરફ વળી રહ્યા છે. બ્રહ્માકુમારી માં જઈ રહ્યા છે તેનું કારણ ધ્યાન-યોગ છે. બાબા રામદેવ આદિએ યોગ દ્વારા લોકોને ગાંડા કર્યો છે. હવે આપણા લોકો ને બચાવવા આપણો ખુદ નો જ માલ વેચવાની જરૂરત છે. તેરાપંથીઓનું પ્રેક્ષાધ્યાન લોકોમાં આદરણીય બન્યું છે. તો ત્રિપુટી મહારાજ પણ ધ્યાન આદિની સુંદર શિબિરો કરાવે છે.