________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (C) પ્રતિમાજીની સુરક્ષા પ્રાચીન પાષાણના અને ખાસ તો ધાતુના પ્રતિમાજી ની ચોરીના બનાવો વધતા જાય છે. અમુક વખત સંઘોની ઉદાસીનતા ના કારણે ફરિયાદ પણ નથી કરતા. આ માટે ખાસ તો ધાતુના પ્રતિમાજી જરૂરત મુજબ રાખી બીજા મોટા સંઘોને ભરાવવા અથવા એકાદ પ્રતિમાજી બહાર રાખી બાકીના પ્રતિમાજી તલવર(ભોયરું) અથવા સેફટી વોલ્ટ લોકર સિસ્ટમમાં મુકવા. આ ઉપરાંત ધાતુના પ્રતિમાજીને ભીતમાં ચોટાડી દેવાય અને ઉપર નીચે તાંબાની પટ્ટીઓ લગાડી દેવાય જેથી પ્રતિમાજીઓ જલ્દી ઉપાડવાનું શક્ય ન બને. આ ધાતુના પ્રતિમાજીઓ ફોરેનમાં લાખો કરોડોના ખર્ચે વેચાય છે. તેથી ચોર લોકો આવી એન્ટીક વસ્તુઓ જલ્દીથી ઉપાડતા હોય છે. માટે ખાસ ધ્યાન આપી પાષાણ એવં ધાતુના અમૂલ્ય પ્રતિમાજીના રક્ષણ માટે પ્રબંધ કરવો.