________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (16) દેવદ્રવ્ય અંગે દેવદ્રવ્યની વૃદ્ધિ તે આપણું કર્તવ્ય છે. આવક જેમ જાવક પણ હોવી જોઈએ. તેમ દેવદ્રવ્યનો યોગ્ય વપરાશ પણ આપણું જ કર્તવ્ય છે. જેટલું દેવદ્રવ્ય ભેગું થાય તેટલું ઓછું પડે એટલા કાર્યો જૈનશાસન પાસે છે. જેમાં મુખ્યતઃ મારવાડ-મેવાડ આદિના હજારો તીર્થોનો જીર્ણોદ્ધાર, કલ્યાણક ભૂમિઓને અનુરુપ દેવવિમાન તુલ્ય જિનમંદિરો, સરાક-ગુર્જર કે બોડેલી ક્ષેત્રમાં નવા જૈનો બનાવાય છે ત્યાં મંદિરો..સાથે ઘણા જાણીતા તીર્થો/મંદિરોના જીર્ણોદ્ધાર.. વળી અમુક ક્ષેત્રમાં જિનાલયો છે પણ 50 વર્ષ ટકે તેવા..આવા ક્ષેત્રોમાં સુંદર પત્થરના 500 વર્ષ ટકે તેવા જિનાલયો બંધાવવા જેવા છે. હું પંજાબ ગયેલો..ત્યાના લગભગ બધાં જ જિનાલયો RCC કે ઈંટ ચૂનાના..કોઈ એકાદ પત્થર માર્બલનો હશે..આવા તો અનેક સ્થાનો છે જ્યાં દેવદ્રવ્યની ખાસ જરૂરત છે..અજમેર, જયપુર આદિ ક્ષેત્રોના ગામડાઓમાં તો દેરાસરો પડું પડું થઈ રહ્યા છે. છતાં આપણે ત્યાં કરોડો રૂપિયાની FD કરવામાં આવે છે. એક પાઈ પણ બીજે આપતા નથી.અમુક સંઘોમાં તો 200-500 કરોડની FD છે.તો વળી અમુક સંઘો દેવદ્રવ્યના પૈસા સોના ચાંદીના આભૂષણો, પુઠીયાઓ અને રોજરોજ માર્બલ બદલવામાં નાખે છે. અથવા ગોલ્ડ પેઈન્ટ-ચિત્રકામ અથવા માર્બલના કોતરકામો માં વ્યય કરે છે જેથી બીજાને આપવા ન પડે.. આવી પણ મનોવૃત્તિ અમુક સંઘોની હોય છે. તો વળી અમુક ટ્રસ્ટીઓ દેવદ્રવ્યની FD પરથી પોતાની અંગત લોન ઉપાડતા હોય છે. આવા ઉદાહરણો મેં પોતે જોયા છે.પરિણામે તે FD જપ્ત થાય જાય છે. અને ટ્રસ્ટી નું રાજીનામું અન્ય ટ્રસ્ટ મંડળ લઈ વાતને પૂર્ણ કરે છે. આવા તો અનેક જાણમાં અને અજ્ઞાત ઉદાહરણો હશે. વર્ષે દહાડે જે આવક થાય તે પર્યુષણ પૂર્વે યોગ્ય ક્ષેત્રોમાં ફાળવી દેવામાં આવે પછી જ ટ્રસ્ટીઓએ સંવત્સરી પ્રતિકમણ કરવું તેવો નિયમ બનાવવા જેવો છે. આજે જિનાલયો અને પ્રતિમાજીની જે રોનક જોવા મળે છે તેનું મુખ્ય કારણ દેવદ્રવ્યની વ્યવસ્થા છે. જ્યાં દેવદ્રવ્યની વ્યવસ્થા જળવાઈનથી તેવા સ્થાનોમાં જિનાલયોની દયનીય હાલત જોવા મળે છે. દેવદ્રવ્યના પૈસા માર્બલ ની ખાણ, કાયમી કારીગરો, પત્થરો, મૂર્તિઓ, કલાત્મક જિનાલયોપયોગી વસ્તુઓ આદિ ખરીદી લે તે પણ થઈ શકે. આ ઉપરાંત જિનાલયના કળશો-ધ્વજદંડો-આમલસાર કે ગેટ પણ દેવદ્રવ્યના પૈસે લઈ સ્ટોકમાં રાખે. જે નવા જિનાલયને જોઈએ તેને ભેટ મળે. દિવસોદિવસ બધી વસ્તુઓના