________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (૨૪)શ્રમણ સંસ્થા વિરોધીઓ અંગે (A) શ્રીમદ્દ, દાદા ભગવાન, માં પ્રભુ, કાનજી પંથ અંગે સાધુ સંસ્થાનું છેદ ઉડાડતી અને હમણાં ના લોકો ને મોજ-મજાના કારણે ગમી ગયેલી આવી સંસ્થાઓ અંગે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે. શ્રીમદ્ આદિ પંથોમાં મુખ્યતયા ક્રિયામાર્ગને ગૌણ કરી માત્ર નિશ્ચયનય થી વાતો પણ આભાસ વાળી હોય છે. છતાં લોકો ગાંડા થાય છે. આવા પંથના રાકેશભાઈ, કનુભાઈ દીપકભાઈ, માં પ્રભુ (દિલ્હી) આદિ હમણાં ખુબ જ લાઈટ માં છે. તેઓ ભગવાનને છોડી તેઓ પોતાના પુરસાદાદાને વધારે મહત્વ આપે છે. ગૃહસ્થ ગુરુ હોઈ શકે ખરા? આવા ગૃહસ્થોને અમુક ડીગ્રીનું કેવલજ્ઞાન થાય ખરો? વળી આવા ગૃહસ્થો ક્ષાયિક સમ્યકત્વને પામે? આવતી ચોવીસીમાં તીર્થંકર બને ખરા? આવી ઘણી ઘણી ભ્રામક વાતોનું ખંડન આવશ્યક છે. અને આપણા લોકોને તેમનાથી બચાવવા કોઈ રસ્તો કાઢવો. હમણા ‘પ્લેઝન્ટ ફીલોસોફી' પુસ્તક આ અંગે નિકળ્યું છે. ખાસ વાંચવા જેવું છે. તેમના માટે આપણે કવિ રાયચંદભાઈ કાનજીભાઈ, પટેલભાઈ આવા શબ્દો વાપરવા જેવા છે જેથી ભગવાન તુલ્ય શબ્દોની માયાજાળથી લોકો બચી શકે. (B) જતિઓ થી બચજોઃ આપણા પૂર્વાચાર્યો પૂ. આત્મારામજી મહારાજ આદિએ ખૂબ જ મહેનત સાથે અને પરિશ્રમ-ખુમારી પૂર્વક જતિ સંસ્થાનો અંત કર્યો. આ જતિ સંસ્થાના કારણેજ આજે સ્થાનક-તેરાપંથી ફાવ્યા છે. વળી આ જતિ સંસ્થા ના કારણે પૂર્વે આપણું શાસન ખુબ જ વગોવાયું છે. અનેક આગમો-શાસ્ત્રોમાં મિલાવટ પણ તેમની જ દેન છે.તો વર્તમાનમાં ચાલતી કેટલીક ગેરસમજો પણ યતિ સંસ્થા દ્વારા ઉપજવાયેલી છે. છતાં આપણા પૂર્વાચાર્યો ને ખોટા કહી વર્તમાનમાં કેટલાક લોકો જતિઓનું સમર્થન કરે છે. જતિસંસ્થા ને પુનઃજીવિત કરવા માંગે છે. પણ સાવધાન! એક વાર શાસનની સત્તા તેમના હાથમાં જશે તો સાધુ સંસ્થા ખુબ જ સીદાશે..બધી જ વસ્તુઓની છૂટ હોવાના કારણે જેવા-તેવા લોકો જતિ બની જશે અને ઉપાશ્રયમાં બેસી જશે. પછી તેમણે કાઢવા પણ ભારી પડી જશે. સાધુ ભગવંતો ની બાજુમાં પાટ પર બેસી જશે. પછી દાદાગીરી-કોર્ટ આદિના કારણે આપણે પણ થાકી જઈશું. તેથી ખાસ થોડુ વિચાર કરી અને યતિ સંસ્થા ઉભી ન થાય તેના માટે કાર્ય કરવું. આમપણ આ યતિઓ પાસે કોઈપણ મંત્રશક્તિ કે મૂળ આમન્યાઓ છે નહિ. માત્ર આડંબર સિવાય કંઈ નથી. તેથી ખાસ ગંભીરતા પૂર્વક આ વાત વિચારવા જેવી છે.