________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (23) હિન્દુત્વ: (A) ભેળસેળથી સાવધાનઃ આપણે હિન્દુત્વના નામે પાગલ બનવાનું નથી અને સાથે તેમનો વિરોધ કરી બહુજન સમાજ થી છુટા પડવું નથી. જૈનો એ હિંદુ નથી આવું બોલતા જ જૈનોમાં રહેલા હિંદુ અતિવાદીઓ તરત જ હિન્દુત્વના ચીપિયા પછાડવાનું કામ કરશે. પરંતુ આ લોકો ઈતિહાસ થી તદ્દન અભણ છે. હિંદુ ધર્મ નથી પણ સમાજ છે. અલગ અલગ સમાજ/ધર્મ નું બનેલું એક બૃહદ સમાજ..પરંતુ હિન્દુત્વના ચીપિયા પછાડતા લોકો સતત ભેળસેળ કરતા હોય છે. એક કહેવાતા હિંદુ સંત દ્વારા 8000 જૈન સાધુઓને મારી નાખવામાં આવ્યા. આ વાત જગજાહેર છે. પૂર્વે તિરુપતિ, મદુરાઈ, બદ્રીનાથ, પશુપતિનાથ જેવા અનેક જૈન મંદિરો પડાવી લેવામાં આવ્યા તો અનેક જૈનોનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યો. વર્તમાનમાં પણ ગિરનાર,પાલિતાણા, કેશરિયાજીમાં કોની દાદાગીરી છે? આજ શિવસેના એ મુંબઈમાં પર્યુષણ દરમ્યાન જૈનમંદિરો બહાર માછલા લટકાવેલા. વળી અમુક લોકોની રમત છે જૈનધર્મને નાશ કરવાની. વર્તમાનમાં ગણપતિ, હનુમાન આદિ અનેક દેવ-દેવી આપણા જૈનોના આરાધ્ય બન્યા છે. જૈનો વારે-તહેવારે હિંદુ મંદિરોમાં જતા જોવાય છે. તો કેટલા હિંદુઓ જૈનમંદિરમાં આવે છે? કેટલાક હિન્દુઓતો સ્પષ્ટ કહે છે કે હાથીના પગ નીચે કચડાઈ જવું સારું પણ જૈન મંદિરો નો આશરો ન લેવો. જૈનો ને અન્ય મંદિરો માં ન જ જવા પ્રેરણા આપવા જેવી છે. આ વિષય માટે પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદસાગરજી મ.સા. નું મોદીક્ષેત્રે કુરુક્ષેત્ર પુસ્તક ખાસ વાંચવા જેવું છે. (B) નામની પાછળ જૈન શબ્દ ન લખવા બાબત આ બાબત ગુજરાત ની બહાર ધૂમ ચાલે છે, લોકો પોતાના ગોત્ર ની જગ્યાએ નામની પાછળ જૈન શબ્દ લગાવતા થયા છે. આ દ્વારા જૈનોની એકતા તો દેખાય છે પરંતુ ક્યારેક બધાએ સાથે ડૂબવાનો વારો આવશે. ક્યારેક આવા નામ પાછળ જૈન લખનારા કોઈ ગુનો કરે તો બદનામ આખા જૈન સમાજ ને થવું પડે. ક્યારેક રાજદ્રોહ આદિ થાય તો આખા શાસન ને નુકશાન થાય. સન્ 2000 માં અમદાવાદ માં નવા વર્ષ ૩૧ડીસેમ્બરના ના એક ગેંગ રેપની ઘટના બનેલી. આ ઘટનામાં સુજલ જૈન આદિ જૈન અટક ધરાવતા પાંચ યુવાનોની ધરપકડ થયેલી. તે સમયે ન્યુઝપેપર વાળાઓ એ જૈનો વિરુદ્ધ ખુબ જ લખેલું. આવી રીતે જૈન શબ્દ લખવાથી આખાય સમાજ ને બદનામ થવું પડે. હમણાં નેટ પર જોયેલું મેં...એક જૈન અટક ધરાવતા વ્યક્તિએ મુસ્લિમમાં ધર્મપરિવર્તન કરી લીધું અને મક્કામાં હજ કરવા ગયેલા તેના ફોટા હતા. હવે જૈન શબ્દના કારણે કેટલી મોટી ગેરસમજ થાય તે વિચારવા જેવું છે.