________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - નિશ્રામાં તેમનું સંમેલન પણ ગોઠવાય. આવી રીતે ધર્મપ્રચારકો બને જેથી દેશપરદેશમાં ધર્મપરિવર્તન કરતા જૈનો ને બચાવી શકાય અને સાધુ ભગવંતોને પણ પોતાની મર્યાદામાંથી નીચે ન ઉતરવું પડે. જેમ પૂ. આત્મારામજી મ. એ વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કર્યા હતા તેમ, હવે ખાસ ધર્મપ્રચારકો તૈયાર કરવાની જરૂરત છે. વર્તમાનમાં તેરાપંથ માં શ્રમણ-શ્રમણી આદિની વ્યવસ્થા છે જેના કારણે તેઓ પરદેશમાં ખુબ જ વિકસિત થયા છે, અને આપણે ખુબ જ પાછળ રહી ગયા છીએ. (D) મોટા પ્લોટો-સમાજવાડી-ખાણ-જમીનો મોટા નગરોમાં કોઈપણ કાર્યક્રમ હોય વિશાલ પ્લોટો ભાડેથી લેવા પડે છે. કરોડો રૂપિયા ભાડામાં ચૂકવાય છે.૪-૫ સંઘો ભેગા થઈ આવા મોટા પ્લોટો વેંચાતા લઈ લે, જ્યાં દીક્ષા આયોજનો થઈ શકે. અલગ અલગ સમાજ સાથે મળી સમાજવાડીઓ પણ બનાવે. મોટા સંઘો દેવદ્રવ્યના પૈસે ખાણ ખરીદી લે. બીજા સંઘોને માર્બલ ભેટ આપે. જમીનોમાં અને સોનામાં ખાસ જૈનો રોકાણ કરે, ટ્રસ્ટો રોકાણ કરે તે આવશ્યક છે. (E) જૈન બેંકઃ જૈનોની એક અલગ જૈન બેંક બને તે પણ વિચારણીય છે. આપણા દેવદ્રવ્યાદિ ના અરબો રૂપિયા કતલખાના ને સબસીડીમાં અપાય છે. કતલખાનાને લોનરૂપે અપાય છે, માટે જૈન બેંકની પણ આવશ્યકતા છે. (F) જૈન પ્રકાશનઃ આ યોજના અંતર્ગત જૈનશાસનના તમામ પુસ્તકો એક જ સ્થાનેથી બધાને મળી રહે તેવી ગોઠવણ કરવા જેવી છે. જેથી જેને પણ જે સાહિત્ય જોઈએ એક જ સ્થળે મળે...આથી પ્રચાર પણ વધારે થાય સાથે ઓફિસો ના ભાડા પણ ન પડે. (G) ઓપન બુક એકઝામઃ આપણે ત્યાં જૈન ધર્મને લાગતી ઓપન બુક એક્ઝામની પણ ખાસ જરૂરત છે. ખાસ તો હીન્દી ક્ષેત્રો માં જ્યાં લગભગ ગુરૂભગવંતો પહુંચી શકતા નથી. મૂર્તિપૂજા આદિ વિષયો પર દર વર્ષે 50-100 બુકોની ઓપન બુક એક્ઝામ લેવાય તે જરૂરી છે. સ્થાનકવાસી તરફથી દર વર્ષે 100 જેવી ઓપન બુક એક્ઝામ નિકળે છે, તે પણ ધાર્મિક વિષયની...