________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો આપણે બધા માત્ર વાતો કરીએ છીએ..જોઈએ છીએ પણ કશુંજ કરી શકતા નથી. આપણે બધા ગાંધારીના નરઅવતાર ની માફક ચુપચાપ બેઠા છીએ. તો બધી જ જવાબદારી વર્તમાનના જૈનાચાર્યો ની રહેશે 'વાર્યા નિનશાસનોન્નતિરા' આવું કથન શાસ્ત્રોમાં જૈનાચાર્યો માટે છે. વર્તમાનમાં અનેક આંતરિક પ્રશ્નોના કારણે જૈનશાસનની અવનતિ થઈ રહી છે.શાસન સીદાઈ રહ્યું છે.છતા નાના-નાના પ્રશ્નોમાં અમે સાચા, તમે ખોટા આદિ દ્વારા જૈનશાસનનું આંતરિક શાંત વાતાવરણ કલુષિત કરનારા જૈનાચાર્યો, પદસ્થો, મુનિભગવંતો, સાધુ-સાધ્વીજી, શ્રાવક - શ્રાવિકાને સંઘ ક્યારેય માફ નહિ કરે. વિવાદો, પ્રોજેકટો, ભક્તો, સાધ્વીજીઓ અને સોશિયલ મીડિયાથી ઘેરાયેલા પૂજ્યો જજે હવે સાચી રીતે જાગૃત થઈ જૈનશાસન ના અભ્યદય અને રક્ષા માટે કાર્યો નહિ કરે તો શાસન બહુ મોટી મુસીબત માં મૂકાઈ જશે તેની તમામ જવાબદારી વર્તમાનના જૈનાચાર્યો ની રહેશે. વર્તમાનની કે આવતી પેઢી ક્યારેય તેમને માફ નહિ કરે. પ્રસ્તુત પુસ્તક અંગે કંઈક - ખાસ તો આ મુદ્દાઓ શ્રમણ સંમેલન - 2017 ને અનુલક્ષીને લખવામાં આવ્યા હતા. સંમેલન સમયે લગભગ આચાર્ય ભગવંતોને મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દાઓ માંથી અમુક મુદ્દાઓ પર શ્રમણ સંમેલનમાં ચર્ચા થઈ તો અમુક પર ઠરાવો પણ થયા છે. પ્રસ્તુત મુદ્દાઓ કોઈને અનુલક્ષીને, અથવા કોઈને નજર સામે રાખી લખ્યા નથી. મેં માત્ર મારા વિચારો લખ્યા છે. બધા વિચારો સર્વમાન્ય ન પણ બને..છતાં દેવ-ગુરુ કૃપાથી શાસન માટે જે કરવા જેવું લાગ્યું તે કર્યું અને હજુ પણ કરવાની ભાવના છે. પ્રસ્તુત પુસ્તકથી જેમના પણ મન દુભાયા હોય તેમને ખાસ મિચ્છામિ દુક્કડમ્. ખાસ તો આ પુસ્તક પાછળ ઘણા બધા આચાર્ય-મુનિ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણા છે. ઘણા એ કહ્યું કે પુસ્તક છપાવવા જેવું છે. તેથી મેં છપાવ્યું છે. પ્રેરણાદાતા ગુરુભગવંતોનો હું ત્રણી છું. પ્રસ્તુત પુસ્તકના પ્રફ ચેકીંગ માટે પ.પૂ.વિદુષી સા ચંદનબાલાશ્રીજી મ.સા એ નાદુરસ્ત તબીયતમાં પણ જહેમત ઉઠાવી છે તે બદલ તેમનો ઋણી છું. તે સિવાય ભાઈ હેરત, આકાશ, આશિષ, તેજસ, ઋષભ, હિમાંશુ, અભિષેક આદિ શાસન રક્ષાના કાર્યો માં સદાય સહાય કરનાર કલ્યાણ મિત્રો નો સદાય ઋણી છું.... વિશેષ હવે પછી..... - ભૂષણ શાહ