________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (1) સામ સામે ચાલતી પત્રિકાબાજી પર પ્રતિબંધ જરૂરીઃ રાજકારણીઓને પણ શરમાવે તેવી હલકી,ગંદી પત્રિકાઓ હાલ સામ-સામે છપાઈ રહી છે. આત્મા, પરભવ કે મોક્ષનો જેમને ડર નથી અને નરકમાં જવા સદા ઈચ્છતા લોકો જ આવી આક્ષેપાત્મક પત્રિકાઓના નિર્માતા છે. જૈનશાસનની એકતા ને તોડનારા છે...આવી પત્રિકાઓ સામે ચુપ બેસવા કરતા ચોક્કસ કાર્યવાહી કરી નનામી પત્રિકાઓ છાપનારાઓની નનામી કાઢવી જ જોઈએ...જે આવી કાર્યવાહી થશે તો જ આવા તોફાની લોકોના તોફાન ઘટશે અને અંતે શાસનમાં શાંતિ સ્થપાશે....પત્રિકાઓ દ્વારા ડર,અફવાહ અને દહેશત ફેલાવતા તે-તે આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી ઈચ્છનીય છે... હમણાં હમણાં એક વિચિત્ર પ્રથા ચાલુ થઈ છે...કારણ વગર ખંડન મંડન ચાલે છે...એક ચોપાનીયું છપાવે તો બીજો પ્રતિકારક ચોપાનિયું છપાવે...ક્યારેક છાપામાં છપાવે તો ક્યારેક શ્રાવકોના જુઠા નામોથી છપાવે... અંતે લાખો રૂપિયા નો હોમ થાય છે અને પ્રસ્તુત કાર્ય જૈનશાસનની હીલનામાં પરિણમે છે...બે બિલાડી ની લડાઈમાં લાભ વાંદરાને થાય...આ કાર્ય માટે એક પ્રવર સમિતિ હોય જે આવા પૂજ્યો અને ગૃહસ્થો સામે પગલા ભરે તથા આવી પ્રવૃત્તિને બંધ કરાવે.. (અ) અલગ અલગ સમાચારી ભલે હોય પણ સમાનતા નો ભાવ આવશ્યક છે. સામાચારી ભેદ ભલે હોય પરંતુ તે સામાચારી ભેદ ને જતું કરવું ખુબ જ આવશ્યક છે. નાના પ્રશ્નો માં પણ કંઈ જ જતું ન કરવાની તૈયારીથી અંતે પ્રશ્નો મોટા થાય છે જે ભાગલાઓમાં પરિણામે છે...મતભેદ અંતે મનભેદમાં ટ્રાન્સફર થાય છે... વિશ્વને શાંતિ-પ્રેમ કરુણા- અહિંસા, એકતા નો પાઠ શીખવનાર જૈનધર્મ જ આજે પોતે દુઃખદ સ્થિતિ માં મૂકાયેલો છે. અમે સાચા તમે ખોટા આવી ભાવનાઓમાંથી જૈન શાસન ઊંચુ નથી આવતું...જેને જે ફાવે તે આરાધના કરે પણ આરાધનાના નામે કજીયા-કંકાશ બંધ કરે તે વિનંતી છે...વળી બહાર પડતા વિવાદાસ્પદ ચોપાનીયા આપી એક બીજાને ઉશ્કેરવાની તુચ્છ મનોવૃત્તિ પર પણ કાબુ મેળળવા જેવો છે... આ માયા-પ્રપંચ માં જૈન શાસન નથી...જૈન શાસન તો ઉચ્ચકોટિના વિચારોમાં છે... જ્યાં શત્રુને પણ મિત્ર બનાવવાની ભાવના છે...જ્યાં અપકાર કર્તા પર પણ ઉપકાર કરવાની ભાવના છે...