________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો જે (2) વિહાર ક્ષેત્રો માં ફેલાવો જરુરી... કા એક સાધ્વીજી ભગવંતે મને કહેલું કે...ગુજરાતમાં આપણા ગુરુદેવો ચોથો આરો વર્તાવે છે...બહાર નીકળો... જોવા મળશે કે છઠ્ઠો આરો કેવો હોય... મુંબઈ પાલીતાણા, અમદાવાદ અને સુરત આ ચાર સેન્ટરો માં જ લગભગ 80% જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો બિરાજમાન હોય છે. બાકીના ક્ષેત્રો 20% ગુરુ ભગવંતોના ભાગમાં હોય છે. આ સેન્ટરો સિવાય જૈનોની વસ્તી નથી તે વાત મોટી ભ્રમણા છે...ઉત્તરભારત,રાજસ્થાન, (જયપુર, બિકાનેર, બાડમેર, જોધપુર, પાલી, ઉદયપુર આદિમાં), પૂર્વ દેશ (કલકત્તા,કાનપુર,કટક આદિ), દક્ષિણ દેઈ (કોચીન, ચેન્નાઈ, કોઈમ્બુર, બેંગલોર, હૈદ્રાબાદ આદિ) ને બાદ કરતા નાના-નાના સેન્ટરોમાં વિચરણ નહીવત છે. આના કારણે આપણે ત્યાંના લોકો સ્થાનક તેરાપંથી બની રહ્યા છે... મારી દષ્ટિએ ડોલી-વ્હીલચેર આદિ અપવાદો ને વાપરી ને પણ દૂર દેશાંતર પ્રદેશો માં વિચરણ કરવું જોઈએ. જે લોકો સ્થાનક-તેરાપંથ માં ભળ્યા છે તેઓ કહે છે કે અમે મૂળથી તો મૂર્તિપૂજક જ છીએ...આપના સાધુ-સાધ્વીજી ભ. ના વિચરણ ના અભાવે અમે ત્યાં જઈએ છીએ...આવા લોકોની આવી હાલત માટે જવાબદાર કોણ? જેગ,અભ્યાસ,વેયાવચ્ચ આદિ ના બહાનાઓ માંથી બહાર આવી વર્તમાનમાં વિચરણ દ્વારા સાધના કરવાની ખાસ જરૂરત જણાય છે...આ માટે ખાસ તો અમદાવાદ-પાલિતાણા આદિમાં કાયમી રહેતા સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રેરણા આપવી પડશે અને સંપ્રદાય લેવલે દર વર્ષે 5/15 ગ્રુપો તે બાજુ વિચરણ કરે તેવી વ્યવસ્થા કરવી પડશે... સાધ્વીજી ભગવંતોની વિહાર ની વ્યવસ્થા નો પણ વિચાર કરવો પડે તેમના વિહારની બધીજ વ્યવસ્થા તેમના ગચ્છાધિપતિ કરે...વિહારધામો આદિ જગ્યાએ થી તેમણે પૈસા માંગવા ન પડે તે પણ જરૂરી છે...અમુક સમુદાયમાં આ પ્રકારની વ્યવસ્થા થયેલી છે...બધા સમુદાયમાં આવી વ્યવસ્થા થાય તે ઈચ્છનીય છે...વધતા જતા સાઈકલ-વ્હીલચેર-ડોળીના ભાવો પર કાબૂ મેળવવો જોઈએ.... સામે તેમના બીજા હરીફ પણ ઊભા કરવા જોઈએ જેથી તેઓ કાબુમાં રહે...એક ચોક્કસ સંસ્થા સ્થપાય જ્યાંથી તેમની નિમણૂક થાય તેમને બેચ આપવામાં આવે...જે ગુરુભગવંતોને જરૂરત હોય તે પ્રમાણે તેઓ પ્રસ્તુત સંસ્થા નો સમ્પર્ક કરે ને સંસ્થા દ્વારા ફિક્સ ભાડા સાથેના ભાઈ-બહેનો ની વ્યવસ્થા થાય તે અંગે વિચારવા જેવું છે.