________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - વળી રોજ રોજ એકના એક ઘરોમાંથી ગોચરી લાવવાના કારણે તેઓ પણ અભાવવાળા થઈ જાય છે. એકવાર જો સંઘ ને સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રત્યે અભાવ થઈ ગયો તો સાધુ સંસ્થા માટે દિવસો ખુબ જ ખરાબ આવશે. અન્યલિંગી ની જેમ લોટ-પૈસા માંગવા નીકળવું પડશે.કારણ કે તપ-ત્યાગ તો નાશ પામ્યા. પછી પ્રાઈવેટ મકાનો આવ્યા, પછી લોકો કહેશે હવે જાતે ખાવાનું બનાવી લ્યો. મંત્રતંત્ર-દોરા-ધાગા દ્વારા પૈસા ભેગા કરો. અથવા જ્યોતિષ-નિમિત્તનું કામ કરી પેટના પાટિયા પુરા કરો. હવે સમય એવો આવે છે કે સાધુ સંસ્થા પ્રત્યે બહુમાન ઘટતું જશે. તેમાં ખાસ આચાર મર્યાદા તૂટશે તો પછી બચશે શું? વળી આ ફ્લેટો પોતે હોય ત્યાં સુધી વાપરે. પોતે જાય પછી ફ્લેટો બંધ ..આવું કેમ?બીજાને જરૂર હોય તોય વાપરવા ન દે...જાણે પોતે કમાયેલા પૈસા ભેગા કરી ફ્લેટ લીધો હોય. આવા દરેક ફ્લેટો ની સૂચિ તે-તે સમુદાય નાયક પાસે અવશ્ય હોવી જોઈએ. અને ઉચિત વ્યવસ્થા પણ થવી જોઈએ. તે-તે ફ્લેટો નું ભવિષ્ય શું? તેનો વારસદાર કોણ? આ બધા વિષયો ખરેખર વિચારવા લાયક જણાય છે.