________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - ' (19) ભપકાદાર આયોજન અંગે (A) દેખાવો ઓછો કરીએ.. દેખાવો-ઠાઠમાઠ અને ભપકો આવી વસ્તુઓમાંથી આપણે લોકો ઊંચા આવીએ તેવું લાગતું નથી. આડંબરો માં ધર્મ માનીને જૈનશાસનની છબી ખરડવામાં આવે છે. પાલીતાણામાં એટલા બધા વરઘોડાઓ નીકળે છે કે કોઈ વરઘોડા જોવા પણ ઉભું રહેતું નથી. દરરોજ ઢોલ-નગારા-બગીઓ... જોનારા પણ થાકી ગયા છે માટે એક વાત નિશ્ચિત છે કે હવે આ વરઘોડા આદિ શાસનપ્રભાવના કે સ્વપ્રભાવનાનું અંગ રહ્યા નથી.અમદાવાદ -સુરત વગેરે નગરોમાં નીકળતા વરઘોડામાં પણ ચાલનાર વ્યક્તિઓ કેટલા? શરમ આવે તેટલા નાના-નાના પ્રસંગોમાં નીકળતા વરઘોડાનું આ પરિણામ છે..વર્ષે દહાડે સામૂહિક લેવલે એક વિશાળ રથયાત્રા નીકળે....પ્રવચનાદિમાં યોગ્ય પ્રેરણા આપો. કમસેકમ 1000 થી વધુ લોકો તો હોવી જ જોઈએ. તો વરઘોડો સફળ. લોકોની આંખો અંજાઈ જાય તેવા ભપકા-મંડપો બાંધવાનું પણ વિચારવા જેવું છે..બગીવાળાથી માંડી હાથીવાળા બધા જ જૈનોના નામ પર લુંટ ચલાવે છે. તો જૈનોના દેખાવાની નિંદા પણ કરતા હોય છે. જમણ પણ આડેધડ પ્લેટો ના ભાવે થાય છે.૨૦૦-૫૦૦ ની પ્લેટો સામાન્ય થઈ ગઈ છે. તો એઠવાડ પણ સામાન્ય થઈ ગયો છે. આના કરતા એક ગરીબ સાધર્મિકોની ટીમ બનાવીને રસોઈ આદિ બનાવવા માં આવે તો તેમને પણ રોજી રોટી મળે. આવું આયોજન શીખોની ગુરુદ્વારામાં જોવા મળતું હોય છે. આપણા આડંબર થી જો શાસનપ્રભાવના થાય તો પછી પ્રશ્ન એ થાય કે નવા જૈનો કેટલા બન્યા? કેટલા જૈનો જૈનત્વમાં સ્થિર થયા? | (B) શાસનપ્રભાવનાની દિશા બદલાવોઃ આપણે ખરી શાસનપ્રભાવના કરવા ઈચ્છીએ છીએ? જો હાં..તો ચાલો દિશા અને દશા બંને બદલી દઈએ. અમુક કાર્યો એવો થાય કે જેના કારણે લોકોને જૈન ધર્મ પાળવાનું મન થાય, તો શાસનપ્રભાવના સાચી..જયારે પણ વરઘોડો હોય, વિશેષ ધ્યાન અનુકંપા પર આપવું..અનુકંપા નું બજેટ વધારવું.સંઘજમણ હોય ત્યારે જિનાલય ઉપાશ્રયની આસપાસ રહેતા અજૈનોને ખાસ બોલાવવા.આ ઉપરાંત અનુકંપા જીવદયાના કાર્યો વધારવા તો અજૈનોમાં ધર્મપ્રચાર પણ વધારવો રહ્યો. * પાલીતાણામાં વર્ષે દહાડે હજારો આયોજનો થાય છે, આસપાસના 500