________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો @ @ (20) અકસ્માત અને વિહારના પ્રશ્નો (A) અકસ્માત અને તેનાથી બચવાના ઉપાયો આપણે ત્યાં છેલ્લા થોડા વર્ષોમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી, પૂ. આ. રત્નાકરસૂરિજી મ.સા., પૂ.આ. ગુણરત્ન સૂ. મ. ના સાધ્વીજીઓ આદિ ઘણા-ઘણા ગુરુભગવંતો અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત હોય કે ષડયંત્ર... આપણે હવે ખુદ જ આપણી સાવચેતી રાખવાની જરૂર છે. તેના માટે ઉગ્રવિહારો ઘટાડવા તે સૌથી મોટો ઉપાય છે. નવકલ્પી અથવા તેને અનુરુપ વિહાર વ્યવસ્થા ગોઠવવાની...જે વિહાર સીમિત હશે તો આખું ગામ એક ગામથી બીજે ગામ મુકવા આવશે. દરેક ગામોમાં સંઘોમાં માસકલ્પ કરવાથી ત્યાં વ્યવસ્થિત પરિચય પણ થાય તો સાથે ગામના લોકો પણ ધર્મ પામે. દા. ત. અમદાવાદ થી શંખેશ્વર જવું હોય તો સરખેજ-સાણંદ-માંડલ-વિરમગામ આમ ચાર ગામો આવે. ચારે ગામોમાં થોડા-થોડા દિવસો રોકાવાય તો ત્યાની પ્રજા પણ ભાવિત થાય. હાર્ટ એન્ડ ફાસ્ટ વિહારો થી બચવું જોઈએ. હમણાં તો અમદાવાદ થી બેંગલોર-ચેન્નાઈ પાછા પાલિતાણા આવો ફાસ્ટ વિહાર ચાલે છે. રસ્તામાં આવતા એક પણ ગામોને લાભ મળતો નથી. વિચરણ પણ ઘટાડવો અને નક્કર કરવો. જો એક વર્ષમાં 1OO વાર વિહાર કરશું તો અકસ્માતની સંભાવના 10) રહે, વહેલા વિહાર પણ ટાળવા જોઈએ. આની સામે વર્ષમાં માત્ર 810 વિહાર કરશે તો અકસ્માતની સંભાવના પણ 8-10 જ રહે. અકસ્માતના નિવારણ માટે આ સૌથી સચોટ ઉપાય છે. બાકી અકસ્માત પછી થોડા સમય સભાઓ થાય,રેલીઓ નીકળે. પછી બધા ચૂપ. (B) વિહાર માટે દરેક સ્થાને સંઘો જવાબદારી લેઃ વિહાર દરમ્યાન આપણા પૂજ્યોની સુરક્ષા એ પણ મોટો પ્રશ્ન છે. જે સંઘમાં ગુરુભગવંત પધારે તે સંઘ સામેના (પછીના) સંઘ સુધી ગુરુભગવંત ને પહોચાડવાની જવાબદારી લઈ લે, અથવા વિહાર સેવા માટે યુવાનો તૈયાર થાય.. પ.પૂ.આ.ભ. મહાબોધિ સૂરિજી મ.સા. એ આવું સુંદર આયોજન હાથમાં લીધું છે. વિહાર ગ્રુપનું... બધાજ ગુરુભગવંતો એ આ અયોજન ને ટેકો આપી યુવાનોને તૈયાર કરવા જેવા છે. આથી સાધ્વીજી ભગવંતોના શીલની પણ રક્ષા થશે. ગામે ગામ આવા ગ્રુપો હોવા જ જોઈએ. આની એક સેન્ટ્રલાઈઝડ કમિટી બનાવી દેખરેખ કરવામાં આવે. સાધ્વીજી ભગવંતો માટે ખાસ સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. સ્થાનિક પોલીસ આદિનો પણ સહકાર લેવો જોઈએ.