________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (C) સંશોધકોની ટીમો ઉભી થાય; પાકૃત-સંસ્કૃતના જાણકારોની વૃદ્ધિ જૈનોનું પાકૃત ભાષા તરફ ઢાળ થાય તે ઈચ્છનીય છે. કેટલાય કોલેજોમાં સંસ્કૃત સાથે પાતના અભ્યાસક્રમો હોય છે. આ અભ્યાસ કરનાર મોટાભાગે વિદેશી અથવા અજૈન વિદ્વાનો. જૈનોને આ અંગે રુચિ હોતી નથી. તેમણે રુચિ પેદા કરવા મોટી યોજના (સ્કોલરશીપ) આપવી જોઈએ અને પ્રવચનઆદિમાં પણ પ્રેરણા આપવી જોઈએ. જેથી સંશોધકોની યોગ્ય ટીમ તૈયાર થાય. આ વિષયમાં વર્ષો પૂર્વે પૂ.કાનિત વિ.મ., પૂ. ચતુર વિ. મ., પૂ. પુણ્ય વિ. મ. પૂ. જંબૂ વિ. મ., પુ. ન્યાય વિ. મ. પૂ.કલ્યાણ વિ.મ., પૂ.ત્રિપુટી મ., પૂ.ધર્મ સૂમ, પુ. ઈન્દ્ર સુ.મ. આદિ તથા પં.બેચરદાસજી, સુખલાલજી, દલસુખભાઈ, રતિલાલ દીપચંદ, સારાભાઈ મણિલાલ આદિ તૈયાર થયા તેમ વર્તમાનમાં પણ તૈયાર થાય તેવી જરૂરત છે. હાલ પ.પૂ. આ. શીલચંદ્ર સૂ.મ., પૂ.આ. મુનિચંદ્ર સૂમિ, પૂ. આ.ધર્મધુરંધર સૂ. મ.(લાલા મ.) આદિનું માર્ગદર્શન લેવા જેવું છે. (D) ગામે ગામ વ્યવસ્થિત લાઈબ્રેરી બનાવવીઃ શાસનના ભવિષ્ય માટે આ વસ્તુ ખુબ જ જરૂરી છે. ભારતભર માં ગામડે ગામડે તથા દરેક ઉપાશ્રયો માં એક નાનું સરખું પણ જ્ઞાનભંડાર હોય જ્યાં અત્યંત આવશ્યક એવા પુસ્તકો રાખવામાં આવે. સાથે શ્રાવકોના ઘરોમાં પણ નાનું સરખું જ્ઞાનભંડાર હોય, તે ખાસ આવશ્યક છે. હાલ પ્રવચન શ્રુતતીર્થ (શંખેશ્વર)માં પણ આ. પૂર્ણચંદ્રસુ.મ.ની નિશ્રામાં આ કાર્ય ચાલુ છે.