________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (5) સાધર્મિકો ની મદદ ની આવશ્યકતા પર્યુષણમાં દર વર્ષે સાંભળવામાં આવે છે કે એક બાજુ બધી જ ધર્મક્રિયા ઓ બીજી બાજુ સાધર્મિક ભક્તિ મુકવામાં આવે તો સાધર્મિકનું પલ્લું નમી જાય. પરંતુ સાધર્મિકોને મુકવાનો પલ્લો હજુ સુધી ક્યાંય દેખાતો નથી...સ્કુલ ફી થી માંડી અનાજની ભક્તિ માટે ઉપાશ્રય-ઉપાશ્રય ફરતા અને લાઈનો માં ઉભા રહેતા તે-તે સાધર્મિકો અંગે સ્પષ્ટ વિચારણાની આવશ્યક્તા છે......૫૦% નકલી અને 50% અસલી જરૂરત વાળા હોય તેવું પણ બને છે...છતાય યોગ્ય સાધર્મિકો ની મદદ માટે એક ચોક્કસ સંસ્થા સંઘ લેવલે સ્થપાય...જેમણે જરત હોય તે ત્યાં જઈ શકે.ગુભગવંતો અને શ્રાવક દ્વારા મળીને દત્તક યોજના બનાવી લેવાય...એક ગુરુભગવંત હસ્તક આવા 100 કુટુંબોને દત્તક લેવામાં આવે તોય કામ થઈ જાય...એક સુંદર સેન્ટ્રલાઈઝડ નેટવર્ક ની આવશ્યક્તા છે...જૈનો ની ફેકટરી, દુકાનો, સ્કૂલો, કોલેજો આદિમાં સૌપ્રથમ જૈનો ને જ ચાન્સ આપવામાં આવે આ અંગે ગણીવર્ય નયપાસાગરજી મહારાજે સુંદર વિચારણા રજુ કરેલી...હાલ શ્રાવકો માટે ‘શ્રાવક આરોગ્યમ્' નામની પોલીસી તેઓ લઈને આવ્યા છે. તેમની વિચારધારા જૈનશાસન ની ઉન્નતિ માટે ખુબ જ યોગ્ય અને યથાર્થ છે. આવા વિચારો ધરાવતા ગુરુભગવંતો ની એક ટીમ બનાવવી જોઈએ..અને ટીમવર્ક થવું જોઈએ...તેમને યોગ્ય ટેકો પણ આપવો જોઈએ. આપણે ત્યાં જૈનોની સ્કૂલો હોસ્પિટલો,ઉદ્યોગોની અછત છે જે, ખાસ માત્ર સાધર્મિક અને સામાન્ય સ્થિતિ ધરાવતા જૈનો માટે હોય...સ્કૂલો-કોલેજો જૈનોની ઘણી છે પણ સામાન્ય લોકો માટે નથી...વર્ષો પૂર્વે આપણા પૂર્વજો એ ઘણી સ્કૂલો-કોલેજો બનાવી છે. પરંતુ યોગ્ય સંચાલન ન થવાના કારણે અન્ય લોકોના હાથમાં જતી જાય છે. અમદાવાદની પ્રસિદ્ધ .D. અને C.N. જેવી કોલેજો પણ જૈનોએ બનાવેલી છે પરંતુ જૈનોના કોઈ કામમાં આવતી નથી. આવા તો અનેક દ્રષ્ટાંતો છે...જે સ્કુલ-કોલેજ આદિ આપણે વર્ષો પૂર્વે બનાવેલા છે તે જ આપણે વધારે ડેવલોપ કરવા જેવા છેયોગ્ય ટ્રસ્ટીઓને નીમવા જેવા છે... અને સંચાલન યોગ્ય રીતે કરવા જેવું છે. આ ઉપરાંત તપોવન જેવી પણ બીજી સંસ્થાઓ –સંકુલો ઉભા કરવાની ખાસ આવશ્યકતા છે....ગુરુકુલમ્ આદિ સંસ્થાઓ પણ આ અંગે ખુબ જ સારું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત જયેન્દ્ર રમણલાલ શાહ(જરસા) એ પણ આવા સંકુલનો પ્લાન બનાવ્યો છે. જે જલ્દી થી અમલમાં આવે તેવી ભાવના છે... જૈનો માટે તદન ફ્રી એવી હોસ્પિટલ પણ હોવી જોઈએ જેથી સીદાતા સાધર્મિકોને યોગ્ય મદદ આપણે કરી શકીએ. આ ઉપરાંત સાધર્મિકો માટે ખાસ સ્વરોજગાર કેન્દ્રો સ્થપાય. ઉદ્યોગો સ્થપાય તો આપના ભાઈઓ જલ્દીથી ઊંચા આવે....