________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
અત્ સિદ્ધરાનો... ઉદાહરણના આધારે આ.હેમચન્દ્રસૂરિએ સિદ્ધરાજના રાજ્યકાળ દરમિયાન સિદ્ધહેમની રચના કરી હતી એવું મનાય છે. એ જ રીતે શત્ રાતીન કુમારપાતઃ એ ઉદાહરણ (મલયગિરિ શબ્દાનુશાસન કૃદંત ૩-૨૩, પૃ. ૨૮૭)ના અનુસાર આ.મલયગિરિસૂરિજીએ કુમારપાળના રાજ્યકાળ દરમિયાન એટલે કે વિ.સં. ૧૧૯૯ પછી વ્યાકરણની રચના કરી છે એવું મનાય છે.
આ.મલયગિરિસૂરિએ પોતાના વિષે કે પોતાના ગુરુ વિષે પણ ખાસ ઉલ્લેખ કર્યો નથી. આચાર્યપદસૂચક “સૂરિ' શબ્દનો પ્રયોગ પણ એકાદ ગ્રંથમાં જ જોવા મળે છે. બાકી મલયગિરિણા' આટલો ઉલ્લેખ જ જોવા મળે છે.
આ. મલયગિરિસૂરિજીની ટીકાઓને “માના ધાવણ'ની ઉપમા અપાય છે. ટીકા એટલી વિશદ હોય છે એટલી સરળ અને પ્રાંજલ અને પ્રવાહી એની ભાષા શૈલિ હોય છે કે સામાન્ય વાચક પણ એ ટીકા વાંચવામાં મુશ્કેલી અનુભવતો નથી. સાથે સાથે ટીકાકારનું વૈદુષ્ય પણ ગજબનું છે. કોઈ પણ વસ્તુનું સાંગોપાંગ એવું નિરૂપણ કરે કે વિદ્વાનો પણ માંથુ ડોલાવવા માંડે. આ. મલયગિરિસૂરિની કૃતિઓ વગેરેની વિગત માટે બૃહત્કલ્પસૂત્ર ભા.૬ની આ. પ્ર. પુણ્યવિજયમ.સા.ની પ્રસ્તાવના જોવી.
संपादकीय
For Private And Personal Use Only