________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી
વ્યવહારसूत्रम्
પ્રભાવ હોવાથી તેઓનુ વતન ગુજરાત હશે, અથવા એમનું વિચરણ ગુજરાતમાં રહ્યું હશે એવું વિદ્વાનો અનુમાન કરે છે.
- સૌરાષ્ટ્રના કેટલાક રીવાજો અને સ્થળોનો ઉલ્લેખ એમની ટીકાઓમાં આવતો હોવાથી Iી સૌરાષ્ટ્રમાં પણ એમનું વિચરણ વિશેષ રહ્યું હોય એમ અનુમાન કરી શકાય.
આ.મલયગિરિસૂરિ આગમો અને અન્ય ગ્રંથોના ટીકાકાર તરીકે જાણીતા છે. એમણે “શબ્દાનુશાસન” એટલે કે સંસ્કૃત વ્યાકરણ પણ રચેલું એ પાછળથી જાણવામાં આવ્યું.
મલયગિરિસૂરિજીએ ટીકામાં શબ્દોની વ્યુત્પત્તિ વગેરે કરતી વખતે વ્યાકરણના જે જ સૂત્રો ટાંકેલા તે સૂત્રો પહેલાં તો પાણિની કે સિદ્ધહેમ વગેરે વ્યાકરણના સમજી સંપાદકો તે તે વ્યાકરણના સૂત્ર નંબર ટાંકતા હતા. એમાં કેટલાક સૂત્રો એવા પણ આવતાં કે જે પ્રચલિત કોઈ પણ વ્યાકરણમાં ન હોય ત્યારે વિદ્વાનોને મૂંઝવણ થતી. જ્યારે મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનો પત્તો લાગ્યો ત્યારે વિદ્વાનોને ખ્યાલ આવ્યો કે ટીકાકારશ્રીએ ટીકામાં સર્વત્ર સ્વકૃત વ્યાકરણના જ સૂત્રો ટાંક્યા છે. આ વ્યાકરણ સંપૂર્ણ નથી મળતું પણ જેટલું મળે છે તેનું પં. બેચરદાસજીએ સંપાદન કર્યું છે. “મલયગિરિ શબ્દાનુશાસન' નામે પ્રગટ થયું છે. જેમ સિદ્ધહેમ,વ્યાકરણના “ધ્યાને દૃશ્ય’ સૂત્રના
संपादकीय
20
For Private And Personal Use Only