________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
વ્યવહારसूत्रम्
19
ક્ષમાશ્રમણ હોય તેવો જ સંભવ વધારે છે. કલ્પલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય એ બેમાંની ભાષ્યગાથાઓનું અતિ સામ્યપણે આપણને આ બંનેય ભાષ્યકારો એક હોવાની જ માન્યતા તરફ જ દોરી જાય છે.” (બૃહત્કલ્પ પ્રસ્તાવના ભાગ - ૬)
ટીકા અને ટીકાકાર - આચાર્ય મલયગિરિ સૂરિ આ. મલયગિરિસૂરિ વિક્રમના ૧૩મા ૧૪મા સૈકામાં થયા છે. તેઓ આગમો આદિ ગ્રંથોના મહાન ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે.
શ્રી જિનમંડનગણિના કુમારપાળ પ્રબંધમાં મળતી વિગતો મુજબ તેઓ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ.ના સમકાલીન હતા. આ હેમચન્દ્રસૂરિ ની સાથે જ વિદ્યાભ્યાસ કરવા નિકળેલા. દેવીએ એમને કહ્યું કે તમારે કાશ્મીર ભણવા માટે જવાની જરૂર નથી. તમારે જે જોઈએ તે માંગી લો. ત્યારે આ.હેમચન્દ્રસૂરિએ રાજપ્રતિબોધકતાની માંગણી કરી, આ. મલયગિરિસૂરિએ આગમોની ટીકા કરવાની શક્તિ માંગી. (આ. દેવેન્દ્રસૂરિએ કાંતિનગરીના જિનાલયને સેરિસક ગ્રામમાં લઈ જવાનું માંગ્યું)
આ.મલયગિરિસૂરિની ટીકામાં આવતા કેટલાંક શબ્દપ્રયોગો ઉપર ગુજરાતી લોકરૂઢિનો
संपाद
कीय
19
For Private And Personal Use Only