________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
વ્યવહારसूत्रम्
17
આ બે ગાથા પૈકી બીજી ગાથામાં વ્યવહાર નામનો ઉલ્લેખ કર્યો છે, એ વિષય વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદેશાના ભાષ્યમાં -
सीहो तिविट्ठनिहतो, भमिउं रायगिह कविलबडुगत्ति । जिणवीरकहणमणुवसम, गोयमोवसम दिक्खा य ॥ १९२ ॥ [२६१८॥]
આ પ્રમાણે આવે છે. આ ઉપરથી જિનભદ્રગણિ કરતાં વ્યવહારભાષ્યકાર પૂર્વવર્તી છે. એમાં લેશ પણ શંકાને સ્થાન નથી.
આ ઉપરાંત બીજું એ પણ કારણ આપી શકાય કે, ભગવાન શ્રી જિનભદ્રની મહાભાષ્યકાર તરીકેની પ્રસિદ્ધિ છે, એ તેમના પૂર્વવર્તી ભાષ્યકાર અથવા લઘુભાષ્યકાર આચાર્યોને જ આભારી હોય.
આજે જૈન આગમો ઉપર નીચે જણાવ્યા પ્રમાણેના ભાષ્ય ગ્રંથો જોવામાં તેમજ સાંભળવામાં આવ્યા છે :
૧-૨. કલ્પલઘુભાષ્ય તથા કલ્પબૃહદ્ભાગ, ૩. મહત્ પંચકલ્પભાગ, ૪-૫. | વ્યવહારલઘુભાષ્ય તથા વ્યવહારબૃહદ્ભાગ ૬-૭ નિશીથ લઘુભાષ્ય તથા નિશીથબૃહદ્
संपादकीय
17
For Private And Personal Use Only