________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री
व्यवहार
सूत्रम्
18
܀܀܀܀
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષ્ય, ૮. વિશેષાવશ્યકમહાભાષ્ય, ૯-૧૦, આવશ્યકસૂત્ર લઘુભાષ્ય તથા મહાભાષ્ય, ૧૧. ઓઘનિર્યુક્તિભાષ્ય, ૧૨. દશવૈકાલિકભાષ્ય, ૧૩. પિંડનિર્યુક્તિભાષ્ય.
આ પ્રમાણે એકંદર તેર ભાષ્યગ્રંથો અત્યારે સાંભળવામાં આવ્યા છે. કલ્પબૃહદ્ભાષ્ય આજે અપૂર્ણ જ અર્થાત્ ત્રીજા ઉદ્દેશ અપૂર્ણ પર્યંત મળે છે. વ્યવહાર અને નિશીથ ઉપરના બૃહદ્ ભાષ્ય ગ્રંથો ક્યાંય જોવામાં આવ્યા નથી. તે સિવાયનાં બધાંય ભાષ્યો આજે ઉપલબ્ધ થાય છે, જે પૈકી મહપંચકલ્પભાષ્ય, વ્યવહારલઘુભાષ્ય અને નિશીથલઘુભાષ્ય બાદ કરતાં બધાંય ભાષ્યો છપાઈ ચૂક્યા છે. અહીં આપેલી ભાષ્યોનાં નામોની નોંધ પૈકી ફક્ત કલ્પલઘુભાષ્ય, મહપંચકલ્પભાષ્ય અને વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતાને જ આપણે જાણીએ છીએ, તે સિવાયનાં ભાષ્યકારો કોણ હતા ? એ વાત તો અત્યારે અંધારામાં જ પડી છે. આમ છતાં, જો કે મારા પાસે કશુંય પ્રમાણ નથી છતાં, એમ લાગે છે કે કલ્પ, વ્યવહાર અને નિશીથ લઘુભાષ્યના પ્રણેતા શ્રીસંઘદાસગણિ
૧. ઓઘનિર્યુક્તિમહાભાષ્ય થોડા સમય પૂર્વે મળ્યું છે. પં. તપોરત્નવિજય મ.ના શિષ્ય મુનિ ધર્મરત્ન વિ.મ. એનું સંપાદન કરી રહ્યા છે.
For Private And Personal Use Only
સંપાત
कीय
18