Book Title: Virprabhuna Vachano Part 1 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 16
________________ काले कालं समायरे એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જોકે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે ? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંતો પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે, પણ તેઓ ખોટા ન પડે. જીવનમાં ભૌતિક સિદ્ધિઓમાં કાળનું મહત્ત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરંતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે જ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે હે ગૌતમ ! ‘સમય' માત્રનો પ્રમાદ ન કરશો. સમય ગોયમ મા પમાય | કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર ફરે છે તે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઈ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે, યુગપદ્ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 170