________________
શ્રી વિમલનાથ ચરિત્ર. અક્ષરવાળા તામ્રપ રાજાને આવ્યાં. ત્યાં રાજાને કઈ પણ માણસ તેમાં લખેલી લિપીને ઉકેલી શક્યો નહીં. તેથી રાજાએ પોતાના નગરમાં પટહ વગાડનારા માણસોની પાસે સારા નાદવાળો પટ વગડાવ્યું, પરંતુ તે લિપિ વાંચી શકાય તેવી ચતુરાઈના અભાવને લઈને કેઈએ તે પટનો સ્પર્શ કર્યો નહીં. આ ૫ટહ સુબુદ્ધિ મંત્રીના સાંભળવામાં આવ્યું, ત્યારે તેણે તે પટહવાળા માણસને પૂછયું કે, “આ શું છે ! તેણે જવાબ આપ્યો કે, “રાજા તરફથી એક સરોવર ખોદાય છે, તેમાંથી અક્ષરવાળા તામ્રપત્રો નીકળ્યાં છે, પણ તે લિપિને જાણનારો કોઈ મળતો નથી. જે પુરૂષ તે લિપિ જાણનાર હોય તે પુરૂષને રાજા ઉત્સવથી રાજકન્યા સાથે પોતાનું અધું રાજ્ય આપે છે.” આ વચનો સાંભળી અઢાર લિપિઓના જાણનારા તે મંત્રીએ પૃહા સાથે તે પટનો સ્પર્શ કર્યો. તત્કાલ તે રાજાને જાહેર કરવામાં આવ્યું. તત્કાલ રાજાએ તે મંત્રીને પિતાની પાસે બોલાવ્યો અને પિલા તામ્રપત્ર બતાવ્યાં. મંત્રીએ તે તામ્રપત્રની અંદર જે લખેલું તે પુટ રીતે વાંચી સંભળાવ્યું. તેમાં લખ્યું હતું કે, “આ તામ્રપત્રવાળી ભૂમિમાં અગીયાર હાથ નીચે સારા વર્ણનું સાડીબાર કરોડ સુવર્ણ રહેલું છે.” રાજાએ તે પ્રમાણે તપાસ કરતાં આશ્ચર્ય કરનારૂં તેટલું સુવર્ણ તેમાંથી નીકળી આવ્યું. પછી પિતાના ઠરાવ પ્રમાણે રાજાએ મંત્રીને આપવા માંડ્યું, ત્યારે તે મંત્રીએ પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કર્યો, “જે હું અધું રાજ્ય લઈશ તો મારે અહિં રહેવું પડશે અને તેમ કરવાથી
કેમાં ધર્મની સ્થાતિ નહીં થાય. તેથી અર્ધરાજ્યની કીંમતના પ્રમાણમાં રત્ન અને વાહને લઈ રાજા જિતશત્રુને બતાવું કે જે ઉપરથી તેની બુદ્ધિ ધર્મ તરફ વળે” આ પ્રમાણે વિચાર કરી મંત્રીએ રાજાને કહ્યું કે, “હે રાજા, મારે અધું રાજ્ય જોઈતું નથી. બીજું જે કાંઈ આપને રૂચે, તે મને આપે. ” પછી રાજાએ રાજકન્યા સહિત રત્ન, સુવર્ણ અને ઉંચી વસ્તુઓથી ભરેલાં પિતક (નાનાં હાડકાં) સહિત આઠ વહાણ મંત્રીને આપ્યાં. તે સર્વ ગ્રહણ કરી અને રાજકન્યા સાથે વિવાહ કરી કયવિકય-વેપાર કરતો તે મંત્રી ત્યાં નિરંતર સુખે રહેવા લાગ્યો. એક દિવસે પિતાને જવાને અવસર આવ્યું એટલે રાજાની આજ્ઞા મેળવી પેલા આઠ વહાણોને ઉંચી જાતની વસ્તુઓથી ભરી, પિતાના શેડ અને રાજકન્યાને સાથે લઈ, સુંદર પરિવાર અને લદ્દમી સહિત, રનના દીપકરૂપ એવા તે રત્નાદ્વીપમાંથી ચાલી નીકળે. દયાળુ અને સારી વાસનાવાળા તે મંત્રીએ પિતાના શેઠ સાગરદત્તને ઘણું માન આપી પિતાના વહાણોના રક્ષણ માટે રાખે. સર્વ વહાણોનો સમૂહ ચાહતો થયે, ત્યારે સાગરદત્ત શેઠે મનમાં વિચાર્યુ કે એક સામાન્ય માણસ છતાં આ મંત્રી સાક્ષાત્ વામી સમાન દેખાય છે, તો જે હું તેને આ સમુદ્રમાં નાખી દઉં તો ભાગ્યયેગે મને હિતકરનારી એવી આ લક્ષ્મી અને પ્રિય ભોગ સહિત પ્રાપ્ત થશે. આવું વિચારીને તે જડબુદ્ધિવાળા સાગરદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org