Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 354
________________ ગણધર દેશના અને પ્રભુને પરિવાર, ૩૨૫ ભગવાન શ્રી વિમલનાથ પ્રભુની ઊપર પ્રમાણે દેશના સાંભળી કેટલાએક પુરૂએ દીક્ષા લીધી અને વિવેકી એવા શિરભૂત પ્રમુખ શ્રાવક વ્રત અંગીકાર કર્યો. વાસુદેવ સ્વયંભૂએ સમ્યકત્વને પ્રહણ કર્યું અને બીજા પણ અવિરત જનેએ તે ગ્રહણ કર્યું. પ્રભુએ એક પહેર સુધી દેશના આપ્યા પછી બીજે પહેરે મંદિર ગણુધરે આ પ્રમાણે દેશના આપી. “હે ભવિજન ! આ સંસાર એક દુઃપાર (દુઃખે પાર પામી શકાય એવા) બારા સમુદ્રના જેવો છે. જન્મ, મૃત્યુ, જરા અને રંગરૂપી ચપળ કલેથી તે વિરાજિત છે. ધરૂપી વડવાગ્નિથી તે યુકત છે, તેની અંદર ગવરૂપી પર્વતને વાસ છે. માયારૂપી તેની વેલા છે, લેભરૂપી ગંભીર આવર્ત ઘુમરીઓથી તે દુસ્તર છે, જીવનિરૂપ મઘરના સમૂહથી તે ચારે તરફ વ્યાપ્ત છે. આશ્રવદ્વા૨૩૫ નદીઓના કાદવવાળા જલથી તે પૂરાએલે છે. હાસ્યરૂપી ફીણથી તે પ્રસરેલો છે. શ્રેષરૂપી પ્રચંડ પવન વડે તે દુઃસહ છે, કુદર્શનરૂપી દુર જલ વડે તે ભરેલો છે. તે હંમેશા તૃષ્ણાની વૃદ્ધિ કરના, જલજંતુઓથી યુકત, નીચ તથા ઉચ્ચ ગોત્રથી સંકલિત અને જેમાં અનેક મનુષ્ય કાદવમાં ખુચી ગયેલા છે. જેનું સ્થાન સમ્યકત્વ છે, જેમાં વ્રતરૂપી ફલક-પાટીયા છે જેમાં ગુણના સમૂહરૂપ દેરડાં છે, નિશ્ચળ મનરૂપી જેમાં ડોલ છે, જેમાં શુકલ ધ્યાનરૂપી કત ધ્વજ છે, ગુરૂરૂપ જેના ખલાસી છે, સારા નિયમરૂપી જેના સઢે છે, ક્ષમારૂપી જેમાં હલેસાં છે, જેમાં જ્ઞાનરૂપી ધ્રુવને તારે છે, જેમાં સંતોષરૂપી અટાળી છે, જેમાં તપના ભેદરૂપી પીલિંદ છે. અને જેમાં દયારૂપ નાલિકા છે, એવું ઉત્તમ વહાણ જે પુણ્યવાનું નરને પ્રાપ્ત થાય છે, તે પુરૂષ તે સંસાર સમુદ્રને તરીને મહાનંદ મોક્ષરૂપી ઉત્તમ નગરમાં અવશ્ય જાય છે.' આ પ્રમાણે બીજે પહેર પૂર્ણ થતાં મુખ્ય ગણધર મંદિર સ્વામી દેશનાથી વિરામ પામ્યા. પછી દેવ, અસુર અને મનુષ્ય પોતપિતને સ્થાને ચાલ્યા ગયા. એવી રીતે સેવા કરનારા ઉત્તમ દેવતાઓ શ્રી વિમલપ્રભુનું સુખસંપત્તિને શરણ આપનારું સમવસરણ સ્થાને સ્થાને કરતા હતા. કેવલજ્ઞાન થયા પછી બે વર્ષ ઉણ પંદર લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિહાર કરતાં શ્રી વિમળનાથ પ્રભુને આ પ્રમાણે પરિવાર થયું હતું. અડસઠ હજાર (૬૮૦૦૦) સાધુઓ, એક લાખ અને આઠ (૧૦૦૮૦૦) સાધ્વીઓ, અગીયારસે (૧૧૦૦) ચૌદ પૂર્વધારી. અડતાલીશ (૪૮૦૦) અવધિજ્ઞાની, પંચાવનસો (૫૫૦૦) મન:પર્યવ જ્ઞાની, તેટલાજ (૫૫૦૦) કેવલજ્ઞાની, નેવું સો (૧૦૦) વંકિય લબ્ધિવાલા, ત્રણ હજાર અને બસો (૩૨૦૦) સુપ્રસાદી એવા વાદીઓ, બે લાખ અને આઠ હજાર શ્રાવકે અને ચાર લાખ અને ત્રીસ હજાર (૪૩૪૦૦૦) શ્રાવિકાઓ. પ્રભુ પોતાનો નિર્વાણ સમય જાણી સંમત્તગિરિ ઉપર ગયા અને ત્યાં છે હજાર મુનિઓની સાથે તેઓએ અનશન વ્રત અંગીકાર કર્યું. તે પવિત્ર કાંતિવાલા પ્રભુએ એક માસ સુધી અનશન પાયું. આષાઢ માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં કાગે રહેલા અને શુદ્ધ શુકલ ધ્યાનથી વિરાજતા શ્રી વિમલનાથ ૧ મર્યાદાતટ. ૨ તૃષા અને પક્ષે વાસના. ૭ ઉંચા નીચા ગાત્રા પક્ષે પર્વતે ૮ વહાણુનું બંધારણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360