Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 353
________________ ૩૨૪ શ્રી વિમળનાથ ચરિત્ર, પુરૂને શિક્ષા કદિપણ ન કરી શકે. જે ચિત્તમાં રાગદ્વેષ ધારણ કરે નહિં અને સર્વત્ર સમતાને ધારણ કરે, તે દેવ પૂજવાથી શુભાશુભ શી રીતે આપી શકે ? જે દેવ કારણને લઈને લોકોને આધારરૂપ એ અવતાર ધારણ ન કરે, તે દેવ બલથી લઈ લે નહીં, આપે નહિં, કાંઈ કહે નહિં અને રક્ષણ પણ કરે નહિં, બીજા સામાન્ય પુરૂષના હાથ જે શસ્ત્રધારી હોય, તો તે રક્ષણ કરનારા થાય છે. તે તે દેવના હાથ શસ્ત્ર વગરના છે, તેથી તે દિન, હલકા અને બળવગરના છે. તે દેવની પાસે લક્ષ્મીને આપનારી લક્ષ્મી નથી, તેમજ જે કર્તા તથા હર્તા નથી, જેને પિતાનો અને પારકાને ભેદ નથી, તેનાથી ખેદ શી રીતે નાશ પામે? તે તારે દેવ પિતે વાહન વગરને છે, તો બીજાના વાહનને કેમ સહન કરી શકે? તેને પત્ની નથી, તો તે તારી પત્નીને અને તેને રૂપ નથી, તે તે તારા રૂપને પણ કેમ સહન કરી શકે? માટે વાહનવાળા, લક્ષમી, સ્ત્રી અને શસ્ત્રવાલા, અને અધિક અવયવવાળા ભકતવત્સલ દેવને તું આશ્રય કર્યું. વળી હે સત્તમ! જે ગુરૂ તારા મનમાં નિરંતર રહ્યા કરે છે, તે ગુરૂ પણ કેઈનું રક્ષણ વિગેરે કરી શકે તેવા નથી. માટે જે ગુરૂ અરિષ્ટની શાંતિ કરે, જોતિષ જોઈ આપે, રોગ હોય તે વૈદું કરે, વેદ પ્રમાણે વ્યવહાર કરે, બીજાને શાપ આપે, પોતાના જનનો અનુગ્રહ કરે, કામ વખતે જય આવે, ભકતેના પાપ પિતે લે, અને જેના મનમાં જેવું રૂચે તેવું હિતકારી બેલે, તેવા મમતા મેહવાળા ગુરૂને ભજ. તારે સર્વ દેવ કે જે સર્વને હિતકારી છતાં પોતે વાંછાથી રહિત અને દયાએ સહિત છે, તેને તું મારા પિતાને હિતકારી માને છે, પણ તેનાથી તારૂં હિત શી રીતે સિદ્ધ થાય ? જેમાં બ્રાહ્મણ વિગેરેને સર્વનું દાન, યજ્ઞ વિગેરેમાં સોમરસનું પાન, જલના પ્રમાણ વગરનું તીર્થ અને પુત્રાદિ સંતાન-એ સ્વ ને આપનારું છે જેમાં મરેલા પિતૃઓને પણ પુત્રો તૃપ્ત કરે છે, ભજનની વેલાયે કાગડાઓ પાત્ર ગણાય છે, અને વૃક્ષ, સર્પ તથા ગાય વિગેરેની પૂજા કરવી કહેલી છે, જેમાં પત્નીવાલા પણ ગુરૂને લેકે આદરથી માને છે, સામાન્ય દેવદેવીઓને પિતાને જીવ પણ અપાય છે અને જેમાં અઢારે વર્ણો રહેલા છે. તેવા ધર્મનું તું આચરણ કર્ય” તે નિમિત્તિયાનાં આવાં વચનો સાંભળી કુમાર છે, “મારા હૃદયમાં સર્વ દેવ, નિઃસંગ ગુરૂ અને જીવદયાથી રમણીય ધર્મજ વસી રહ્યા છે. આકાશમાં ગતિ કરનાર મારે અશ્વ, હૃદયને પ્રિય એવી સ્ત્રી અને રક્ષણ રહિત આ મારા પ્રાણ જે જતા હોય, તો તે ભલે જાય, પણ હું નિશ્ચલ અને નિમલ એવા મારા સમ્યકત્વને ત્યજીશ નહિં.” આ કુમારનો દઢ નિશ્ચય જાણી તે મિથ્યાણિ દેવ મિશ્રદષ્ટિ (મધ્યસ્થ બની ગયો. તત્કાળ તેણે અશ્વ અને તેની સ્ત્રી પ્રગટ કરી અને તેને આદરથી સત્કાર કરી પછી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. કુમાર પણ પિતાને સ્થાને ગયે. તેણે અનુક્રમે રાજયને પ્રાપ્ત કરી આ પૃથ્વી ઉપર સમ્યકત્ત્વનું સ્થાપન કર્યું. કારણ કે, પ્રજા રાજાને અનુસરનારી થાય છે. તે ચિરકાળ રાજ્યને અને વિધિ પ્રમાણે સમ્યકત્વને પાળી છેવટે દીક્ષા લઈ મોક્ષને પ્રાપ્ત થશે. એવી રીતે જે મનુષ્ય પોતાના હૃદયમાં સદા અતિચાર રહિત સમ્યકત્વને ધારણ કરે છે, તે મનુષ્ય ધન્ય અને સુકૃતી (પુન્યશાળી) આત્માઓમાં ગણનીય થાય છે. इति सम्यक्त्त्वम्. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360