Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 351
________________ ૩૦૨ શ્રી વિમળનાથ ચરિત્ર, તેવામાં પેલા રથકારે કાષ્ટનો અન્ય બનાવ્યું તે બુદ્ધિમાન સુથારે તે અશ્વ લાવી રાજાની આગળ ધર્યો. ત્યારે કુમાર બોલે, “ આ અશ્વની પરીક્ષા તો હું જાતે કરૂં.” . રાજાએ રથકારને કહ્યું કે, “આ અશ્વ પાછો કેટલે દિવસે અહિં આવશે?” રથકારે કહ્યું, “તે છ માસે પાછો આવશે.” પછી રાજાની આજ્ઞા લઈ કુમાર તે અશ્વ ઉપર ચી (યંત્રમય) બીલીના પ્રયોગથી આકાશ માર્ગો ઉડશે. તે પૃથ્વીનું અવલોકન કરતો હતા. ત્યાં એક સુંદર નગરી જોવામાં આવતાં ત્યાં રહેવાની ઇચ્છાથી તેણે યંત્રની ખીલી પાછી ખેંચી. એટલે તેના આઘાતથી અશ્વ પૃથ્વી ઉપર પડે. કુમાર તે ઉપરથી વિસ્મય પામી ઉતરી ગયો. તે અશ્વના જુદા ખંડ કરી પોતાના માથા આગળ રાખીને રાજકુમાર એક છાયાથી સુંદર એવા આમ્રવૃક્ષની તળે સુઈ ગયો. તે વખતે કઈ માળી ત્યાં આવ્યું. તે આમની છાયામાં સુઈ ગયેલા કુમારને જોઈ વિસ્મય પામ્યા. જ્યારે કુમાર નિદ્રાથી મુકત થયે, ત્યારે તેને નમી અને સન્માન આપી તે માળી પોતાને ઘેર લઈ ગયે. ત્યાં તેને જમાદ્ધિ વાસસ્થાન આપ્યું. પછી કુમાર તે માળીને ઘેર અશ્વને મુકી લીલાવડનગરમાં ફરવા નીકળે. તેવામાં નેત્રને આનંદ આપનારૂં એક જિનેંદ્ર ભવન તેના જોવામાં આવ્યું. તે મંદિરમાં પેસી અહંતપ્રભુને નમી જેવામાં તે પ્રભુની સ્તુતિ ભણતો હતો, તેવામાં તે મંદિરમાં એક પ્રતિહારી આવી. તેણીએ જિનાલયમાંથી સર્વ પુરૂને બાહર કાઢયા. કુમાર તે જોવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં સંતાઈ રહે. તે વખતે સ્ત્રીઓથી પરિવૃત થયેલી રાજકુમારી જિનાલયમાં આવી, ત્યાં નૃત્ય કરી અને પ્રભુને નમી પિતાને ઘેર ચાલી ગઈ. પછી કુમારે બાહર નીકળી કે પુરૂષને પુછયું કે, “આ કયું નગર છે અને તે પુત્રી કેની છે ?” તે પુરૂષે કહ્યું, “વિભુ ! સાંભળો, “આ નગરનું નામ રત્નપુર છે. તેમાં વિજય નામે રાજા છે, તેણે આ જિનચૈત્ય કરાવેલું છે. આ કન્યા ભવન મંજરી નામે તે રાજાની પુત્રી છે. વિજયરાજાએ એક વખતે પિતાના મંત્રીઓને કહ્યું કે, “આ કન્યાને યોગ્ય કયો વર છે?” તે સમયે એ કન્યાએ રાજાને કહ્યું કે, “જે કઈ પુરૂષ ભૂચર છતાં પિતાની શકિતવડે આકાશમાં ચાલી શકે તેવા પુરૂષને હું વરીશ. આ ત્રણ જગતમાં માન્ય એવા બીજા કોઈને પણ વરીશ નહિં. ” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ આ પુત્રીએ દુર્ઘટ પ્રતિજ્ઞા કરી, હવે હું તેની પ્રતિજ્ઞા શી રીતે પૂરી શકીશ?” આવી રીતે તે કન્યાને સમય વીતે છે, અદ્યાપિ તેને તે યોગ્ય વર મળતો નથી. તેથી તે હમેશ અહિં આવી જિનપ્રભુની પાસે નૃત્યગી કરે છે.” આ વાત સાંભળી રાજકુમાર રાત્રે પેલો અશ્વ તૈયાર કરી જ્યારે અર્ધરાત્રિ થઈ, ત્યારે ઉડીને તે રાજકન્યા ભવનમંજરીના ભુવનમાં આપે, ત્યાં તેણીને પલંગ ઉપર અધું ચાલું તાંબલ મુકી પાછો સ્વસ્થાને આવી તેણે તે અશ્વને વીખી નાખ્યો. રાજકુમારી પ્રભાતકાળે પિતાના પલંગ ઉપર તે તાંબૂલ જોઈ આશ્ચર્ય પામતી મનમાં વિચારવા લાગી કે, “રાત્રે આ તાંબૂલ કે નાખ્યું હશે?” બીજે દિવસે તે રાત્રે ખાટી નિદ્રાથી સુતી, તેવામાં પહેલા દિવસની જેમ રાજકુમાર આકાશ માગે આવ્યા. પ્રથમની જેમ તેણે અધું ચાલું તાંબૂલ પલંગ ઉપર મૂકી જોવામાં ચાલવા માંડ્યું, ત્યાં રાજકુમારીએ વેગથી તેના વસ્ત્રનો છેડો મજબૂત પકડી રાખે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360