Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 350
________________ સમ્યકત્વ ઉપર કુલધ્વજની કથા ૩૧. ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે જણાવેલું છે. એક પ્રકારે તે સમ્યક પવિત્ર તત્વરૂચિ નામે છે. દ્રવ્ય અને ભાવથી, નિશ્ચય અને વ્યવહારથી અને ઉપદેશ અને નિસર્ગથી એમ બે પ્રકારનું સમ્યકત્વ જિનાગમમાં કહેલું છે. કારક, રેચક અને દીપક તેમ ક્ષાયિક, શાપથમિક અને ઔપશામિક-એમ ત્રણ પ્રકારે કહેલું છે. ઓપશમિક, સાસ્વાદન, ક્ષાપથમિક અને ક્ષાયિક એમ ચાર પ્રકારે કહેલું છે. તેમાં વેદક નામ વધારવાથી તે સમ્યકત્વ પાંચ પ્રકારનું કહેવાય છે. એ સમ્યકત્વને પાંચ લક્ષણ, પાંચ ભૂષણ અને પાંચ દુષણો કહેલાં છે.” ગુરૂને આવો ઉપદેશ સાંભળી કુલવજે સર્વની સમક્ષ રાગદ્વેષને નિરાકરણ કરનારૂં સમ્યકત્વ ગ્રહણ કર્યું. જ્યારે તેણે સમ્યકત્વ અંગીકાર કર્યું, ત્યારે સુવિચારી ગુરૂ બેભા–“ ભદ્ર! તારે હવે પછી (આજથી માં) હંમેશાં પંચપરમેષ્ઠીના સ્વરૂપનું ચિત્તવન કરવું, સુગુરૂની આરાધના કરવી, જીવદયામય ધર્મ પાળ, સદા કષાયેને છોડી દેવા, ઉત્તમ પુરૂને સંગ કરે, નિત્ય સ્વદાર સંતેષ રાખે, કેઈને દેષ ગ્રહણ કર નહિ, નવતત્ત્વ ઉ૫ર રૂચિ રાખવી, અને સાધુધર્મ તરફ વૃત્તિ રાખવી. ઇત્યાદિ વર્તન કરવાથી તારૂં સર્વ શુભ થશે.” આ ઉપદેશ સાંભળી કુલધ્વજ પિતાને ઘેર જવા માગે ચાલતો થયે, તેવામાં કોઈ બે સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી જોઈ તેમને રાજકુમારે કલહ કરવાનું કારણ પુછયું, તેમાંથી એક બોલી, “રાજકુમાર ! હું લેહકારની સ્ત્રી છું. અને આ રકારની સ્ત્રી છે. મારા મસ્તક ઉપર પાણીને મટે ઘડે છે અને આ સ્ત્રીના મસ્તક પર ખાલી વડો છે, છતાં તેણે મને જવા માટે રસ્તે આપે નહિં. મારા પતિની કારીગરીના જેવું જ્ઞાન સદબુદ્ધિવાલા કયા પુરૂષમાં છે?” તે સાંભળી કુમાર બો, “તારા પતિમાં કારીગરીનું જ્ઞાન કેવું છે?” તે બોલી, “મારો પતિ લેઢાનું માછલું બનાવી તેને આકાશમાં ઉછાળી સમુદ્રમાંથી રને અને માતીઓ આણી આપે છે, તેથી આ રથકારની રમીની સાથે મારી તુલના કરવાની નથી. ” તે સાંભળી પેલી રકારની સ્ત્રી બોલી, “મારો પતિ લાકડાનો અબ્ધ બનાવી આકાશમાં ફરે છે અને તે વડે છ માસમાં બધી પૃથ્વીને જોઈ પાછે પિતાના નગરમાં આવે છે, તેથી આ લેહકારની સ્ત્રીના કરતાં હું વધારે ચડીયાતી છું.” પછી રાજકુમાર તે બંને સ્ત્રીઓને લઈ રાજાની પાસે આવે. રાજાએ તે બંનેનો વૃત્તાંત પુછો એટલે કુમારે તે સર્વ કહી સંભળાવ્યું. પછી રાજાએ તેમના સ્વામી લેહકાર અને રથકારને પોતાની પાસે બોલાવ્યા. તેમાં પ્રથમ લેહકારને માછલું બનાવવાને લેટું આપ્યું. વિજ્ઞાનશાળી લેહકારે લેઢાનું માછલું બનાવ્યું અને તે લઈને તે રાજાના ઓરડામાં આવ્યું, તે રાજા સાથે હર્ષથી ઓરડામાં રહ્યા અને તે માછલા ઉપર પવનના સંદેહને ધારણ કરનારી યંત્રમય ખીલી મારી કે તરતજ તે માછલું પવનવેગે આકાશમાં ઉડ્યું અને સમુદ્રમાં જઈ રને ને ગળી પાછું આવ્યું. તે જોઈ રાજાએ ચિત્તમાં ચમત્કાર પામી તેને પુછયું કે, “ તને આવી કલા કયાંથી પ્રાપ્ત થઈ ?” તે બોલે, “દેવ ! મને દેવતાએ વરદાન આપેલ છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360