Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 318
________________ પાંચમા વ્રત ઉપર દેવદત્ત અને જયદત્તની કથા. ર૮૯ ખાડાની દીવાલની અંદર એક વિવર તેના જેવામાં આવ્યું તરતજ તે શાખાને છે દઈ તિ શુદ્ધ હૃદયવાલે દેવદત્ત નિર્ભય થઇ તે વિવરમાં પેઠે. તેમાં આગળ જતાં પેલી સ્ત્રીની સાથે રહેશે અને અન્ય દુખેના ભારથી મુકત થયેલો એક વિદ્યાધર સિંહાસન ઉપર બેઠેલો તેના જેવામાં આવ્યો. દેવદતે તે સ્ત્રીને પ્રણામ કરીને કહ્યું, “હેન આ શું બન્યું? તું અહિં કયાંથી આવી? અને આ અગ્રણે પુરૂષ કેણ છે?” તે બોલી-“હે અમૃતના સિંધુ બંધુ, અમારા બંનેને સંબંધ સાંભળ, વિદ્યાધરોથી વિરાજિત એવા રમણીય વૈતાઢય પર્વત ઉપર રથનૂપુરચક્રવાળ નામે નગર છે. તેનગરમાં આ રત્નચૂડ નામે મારા સ્વામી સદા રાજ્ય કરે છે. તે વૈતાઢય પર્વતમાં મુખ્ય ભવનરૂપ એવું આ અમારા બંનેનું કીડા સ્થાન છે. કારણકે, વિદ્યાધરને અને દેવતાઓને એક કીડા સ્થાન હોય છે. એક વખતે અમે બંને એક દારૂણ અટવીમાં ક્રીડા કરવાને આવ્યા. ત્યાં ચંદ્રશર્મા નામની એક વ્યંતરીએ આશ્રિત કરેલું ઘાટું આંબાઓનું વન હતું. તેમાં એક આંબાના વૃક્ષને ફળેલું જોઈ મારા પતિ ખુશી થયા. તે વનના દેવતાની રજા લીધા શિવાય તેમણે તે આંબાનાં ફલે ગ્રહણ કર્યા. તત્કાળ ક્રોધ પામેલી તે દેવીએ મારા પતિને બાંધી લીધે. પછી હું એક છરી ખેંચી મારું મસ્તક છેદવાને તૈયાર થઈ, તે દેવીએ આવી મારે હાથ પકડયો અને કહ્યું કે, “વત્સ ! આવું સાહસ કેમ કરે છે? તું ઇચ્છિત વરદાન માગી લે.” મેં કહ્યું, “મારે તે માટે જે વર છે, તે વરજ છે. બીજા વરની કાંઈ જરૂર નથી. તે મારા વરને બંધનમાંથી છેડી દ્યો અને વેગથી પિતાના અમૃતરસથી તેની ઉપર સિંચન કરે.” દેવીએ કહ્યું, “હું તેના બંધને મેક્ષ તે કરીશ, પણ જ્યારે તે કઈ મુસાફરના ભાતાનું ભજન કરશે, ત્યારે તે તદ્દન સાજો થશે. પછી તારે તે મુસા. ફરને હાથની ચાલાકીથી કુવામાં નાખી દે.” તે દેવતાના કહેવાથી મૂઢ બુદ્ધિવાલી એવી મેં તને કુવામાં નાખે. હે બંધુ, તે ભ્રાંતિથી થયેલા મારા નવા અપરાધને તું ક્ષમા કરજે. ઉપકાર કરનારા પુરૂષને અપકાર કરે એ મોટું પાપ છે. હવે મારી ઉપર પ્રસાદ કરી તું વૈતાઢય પર્વત ઉપર આવ્યા કે જેથી અમે બંનેને તારા સમાગમનું સુખ પ્રાપ્ત થાય.” પછી હૃદયને હર્ષિત કરનારા તે બંને દંપતિ તે કૃતાર્થ એવા દેવદત્તને ઉપકાર કરવા માટે પિતાના પર્વત ઉપર માન પૂર્વક લઈ ગયા અને ત્યાં તેને હર્ષથી અનેક નિષ વિદ્યાઓ આપી, તેથી તે વિદ્યાધર બની ગયે. દુઃખી સ્થિતિ વખતે દાન આપવાથી મા ફલ થાય છે. તેને માટે કહ્યું છે કે, “સંપત્તિમાં નિયમ, શકિતમાં સહનતા, યૌવનવયમાં વ્રત અને દરિઘમાં દાન એ ઘણું અલ્પ હય, તો પણ તેથી મોટો લાભ થાય છે.” પછી ત્યાં દેવદત્ત વિદ્યાધરની ઉત્તમ કન્યાઓને પરણ્યો અને તેણે પોતાના ૧ વરદાન અથવા પતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360