Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 345
________________ ૩૧૬ શ્રી વિમળનાથ ચરિત્ર આવ્યો અને તે પિતાને ઘેર આવ્યો. પૃથ્વીમાં મોટા પુરૂષોને પણ ચડતી પડતી થાય છે. આ મરી ગયેલે જીવ કેમ થ? એમ આશ્ચર્ય પામવાનું નથી કારણ કે, મરેલો દેડકે મેઘના જલથી જીવતે થાય છે. જેમ ગળ શુકી ગઈ હોય, પણ તે જલથી અનંત જીવવાળી થાય છે, એવી જ રીતે નિર્જીવ એવા કાષ્ટાદિક પણ લેકેની સમક્ષ સજીવ થયેલા જોવામાં આવે છે, તિલકનું વૃક્ષ અંગારામાંથી પ્રગટી નીકળે છે, એવું પણ કવચિત્ર સંભળાય છે. જ્યારે જલ યોગ થવાથી એમ બને છે, તે પછી અમૃતની શી વાત કરવી? અથવા તેના બીજરૂપે અવયવ રહે છે, તેથી તેમાં કઈ જાતને બાધ આવતે નથી તેમજ જિનાગમમાં પણ તેને બાધ આવતો નથી, કારણ કે અહિં જે ચિતામાંથી મનુષ્ય પ્રાણીની ઉત્પત્તિ કહેલી છે, તે લેકરૂઢીથી કહેલી છે. જિન ભાષાથી કહેલી નથી. અહિં હરિબળ અને તેની બે સ્ત્રીઓ એમ ત્રણે મળીને જ્યાં વાર્તા કરતા હતા, તેવામાં રાજા ત્યાં આવ્યું તે વખતે કુસુમશ્રીએ કહ્યું કે, હે સ્વામી, દ્વાર ઉપર રાજા આવ્યો છે તેથી તમે અદશ્ય રહી અમારું સ્વરૂપ જુઓ, કે જેથી રાજાને પણ તમારી જાણ ન થાય” પછી હરિબળે તેમ કર્યું એટલે કુસુમશ્રીએ ગૃહદ્વાર ઉઘાડયું. રાજા એકાકી પાપબુદ્ધિથી ઘરમાં પેઠા. કુસુમશ્રીએ રાજાને આસન આપી પુછયું કે, “અત્યારે રાત્રે આ૫નું આગમન શા માટે થયું છે?” રાજાએ કહ્યું “તમે બંને યુવતિઓને બોલાવાને માટે.” કુસુમશ્રી બોલી “આપ રાજાને તે ઘટતું નથી. અતિશય રૂપવાળી પ્રજા પણ તમારે પ્રજાપતિની જેમ પ્રજારૂપજ હોવી જોઈએ. તમે તેમાં મોહિત ન થાઓ.” આ પ્રમાણે તેને સમજાવી વા છતાં પણ જ્યારે તેણે આગ્રહ છોડે નહિં, ત્યારે તેણીએ ફરીવાર કહ્યું કે, “આજનો દિવસ રાહ જુવે, કારણ કે, અમારે પતિ મરણને શોક છે. જે શોક ન પાળીએ તો લેકે નિંદા કરશે.” તેની આવી વાણું સાંભળી રાજા તે દિવસે પોતાને ઘેર ગયે પછી હરિબળે પેલી જળદેવીનું સ્મરણ કર્યું, એટલે તે આવીને હાજર થઈ તેણે તેને તે વૃત્તાંત જણાવ્યું, તે ઉપરથી તે એક દેવ અને દિવ્ય આભૂષણે આપી ચાલી ગઈ. પ્રાતઃકાળ થયે, એટલે તે હરિબળ દિગ્ય વેષ ધારણ કરી: બીજા દંડધારી દેવને સાથે લઈ હર્ષ પામતે રાજાની પાસે આવ્યો. પ્રતિહારે ખબર આપતાં રાજા અને મંત્રી શિવાય બધી સભા હર્ષિત બની ગઈ. તેણે રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પુછયું કે, “યમરાજને ઘેર કુશળ છે?” તેણે કહ્યું, “હે વિભુ, યમરાજને ઘેર કુશળ છે.” રાજાએ પેલા દેવને જોઈને પુછયું કે “આ કોણ છે ?” “આ યમરાજાના દૂત છે” તેણે ઉત્તર આપ્યો. પછી તે દૂત રાજા પ્રત્યે બોલ્યો, “રાજન ! આ હરિબળે તમારા કહેવા પ્રમાણે યમરાજને કહ્યું, તે ઉપરથી તેઓએ હૃદયમાં હર્ષ પામીને મને મોકલ્યો છે, અને મારે મુખે કહેવરાવ્યું છે કે, તમે હર્ષથી સર્વ ઉત્તમ પરિવાર લઈને એક વખત મારે ઘેર આવશે તે પછી અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360