Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 347
________________ ૩૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર. દેવતાએ પ્રગટ થઈને તેની ઘણુ સ્તુતિ કરી. પરંતુ તેથી ભૂત દોષને આપનારા રાગદ્વેષ તેને થયા નહિં. છેવટે તેને વસ્ત્રાભરણે આપી તે દેવી આકાશમાં ચાલી ગઈ, રાજા પ્રભાતે પૌષધને પારી પિતાને ઘેર આવ્યો એવી રીતે તે મલયકેતુ રાજા સદાકાળ પર્વના દિવસમાં પોધ કરવા લાગ્યા. અંતે મૃત્યુ પામીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવતા થ, આવી રીતે અન્ય ધન્ય જનોએ પણ એ પૌષધ વ્રતની આરાધના કરવી કે જેથી ભવભવ સર્વ અર્થની સિદ્ધિ થાય. इति एकादशं व्रतम्. કેઈઅતિથિને કાંઈ પણ આપીને પછી જમવું, તે જન કહેવાય છે. તે સિવાય તે આ લેકમાં કાગડા વિગેરે પણ પિતાના ઉદરનું પિષણ કરે છે. કદિ તે પ્રમાણે હંમેશાં ન થાય, તે વિવેકી પુરૂ પૌષધના પારણને દિવસે તે પાત્રને ભેજન આપીને જ જમવું જોઈએ. જે પુરૂષ તે અતિથિસંવિભાગ નામનું વ્રત આરાધે છે, તે શાંતિમતીની જેમ અવશ્ય સુખનું પાત્ર બને છે અને જે તેની વિરાધના કરે છે, તે પલોચનાની જેમ આલેક તથા પરેલેકમાં દુઃખને પામે છે. - શાંતિમતી અને પવચનાની કથા સંપત્તિમાં વિશાળ અને ભરતક્ષેત્રના મંડનરૂપ વિશાળ નામના નગરમાં શ્રાવકના શુદ્ધગુણવાલે સાધારણ નામે શ્રાવક રહેતું હતું. તેને એક શાંતિમતી નામે પુત્રી હતી. તે બાળવિધવા હતી અને બીજી પધના જેવા લેનવાળી પોચના નામે પુત્રી હતી, તે સધવા હતી એક વખતે તે બંને રહેનેએ ગુરૂની પાસે હર્ષથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને તેમાં અતિથિસંવિભાગનું વ્રત વિશેષપણે ગ્રહણ કર્યું. તે ઉત્તમ બંને બહેનો સુખથી વ્રત પાળતી હતી, તેવામાં એક વખતે વર્ષાઋતુ આવી. તેમાં નિરંતર વૃષ્ટિ થયા કરતી હતી. તે કાલે અપકાય જીવોને વધ થવાના ભયથી મુનિએ ભિક્ષાટન કરતા નહિં. કારણ કે, તપસ્વિની એવી મર્યાદા છે. તેને લઇને તે બંને હેનોએ પાંચ દિવસ સુધી ઉપવાસ કર્યા. પાંચમા દિવસની રાત્રિને અંત ભાગે પલેચનાએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “શાંતિમતીને ગળે બંધાયેલી હું સુધાનું કષ્ટ શા માટે વેહું? જેને માટે બીજા દેહને સંદેહ રહે એવા આ દેહમાં હું અત્યંત દુઃખી થાઉં છું.” આ પ્રમાણે ચિંતવી તેણીએ પ્રભાતકાળે છુપી રીતે ઘણું ભજન કરી લીધું. સુધાના જેવી બીજી વેદના નથી. તેને માટે ગાંધારીનું આ પ્રમાણે વચન છે. “હે વાસુદેવ! જરાવસ્થા, નિર્ધનતા, વિધવાપણું અને પુત્રને શેક. એ બધા કષ્ટોન કરતાં પણ સુધાનું કષ્ટ વધારે છે.” માતા પિતાએ માન્ય, દાતાર અને શાંતિવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360