Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 342
________________ અગ્યારમા ત્રિત ઉપર મલયકેતુની કથા ૩૧૩ માટે ઇચ્છિત વર માગી લે.” હરિબલે કહ્યું. “તમે કેણ છો?” તેણે કહ્યું કે “હું જલ દેવતા છું.” હરિબલે કહ્યું. “એ હું વર માગું છું કે, જ્યારે મને કષ્ટ આવે, ત્યારે તમારે મારું રક્ષણ કરવું.” તેનું વચન સ્વિકારી જલદેવતાએ કહ્યું કે, “મારા પ્રસાદથી લેકમાં તારું ઉત્તમ સ્વરૂપ થશે.” પછી તે દેવતાના પ્રસાદથી હરિબળ દિવ્ય રૂપવાળે થઈ ગયે. તે ત્યાંથી પિતાને ઘેર ગયે નહિ પણ એક કામદેવના મંદિરમાં જઈને રહ્યો. આ વખતે રાજાની પુત્રી વસંતશ્રી દિવ્ય શરીરવાળે વર મેળવવાની ઇચ્છાથી તે મંદિરમાં કામદેવની પૂજા કરવાને આવી. તે હરિબળને દિવ્યરૂપી જોઈ હર્ષ પામી અને હરિબળ પણ તેણીને જોઈ ખુશી થ. બંનેએ ત્યાંથી ગમન કરવાની ઈચ્છાથી સંકેત કર્યો. તેજ રાત્રે તે પ્રૌઢ સ્ત્રી પુરૂષ હર્ષથી ગાંધર્વ વિવાહવડે લગ્ન ક્રિયા કરી અશ્વારૂઢ થઈ ચાલતા થયા. તેઓ વિશાળ નગરમાં આવ્યા. ત્યાં હરિબળ એક ઘર ભાડે રાખી રાજાની નેકરીમાં રહ્યા. તે નગરના રાજાનું નામ મદનવેગ હતું. તે રાજા તે હરિબળને ક્ષત્રિય જાતિમાં થયેલ જાણતું હતું, તેથી એક વખતે રાજાએ હરિબળને સ્ત્રી સહિત ભેજનને માટે આમંત્રણ આપ્યું. ત્યાં રાજા વસંતશ્રીને જોઈ અત્યંત મેહ પામી ગયે, પરંતુ હરિબળ સાથે હતું, એટલે તે તેણીને મેળવી શકો નહિં, પછી રાજાએ હરિબળને બોલાવી તેની આગળ જણાવ્યું કે, “મારી પુત્રીને વિવાહ મોટા ઉત્સવ સાથે થવાનું છે. લંકાના રાજા વિભીષણની સાથે મારે અદભુત મિત્રતા છે, તેથી તારે જઈને તે વિભીષણને તે ઉત્સવમાં લાવી લાવવા તારા સિવાય બીજે કઈ ત્યાં જઈ શકે તેમ નથી.” રાજાનાં આવાં વચનને હરિબળે કબુલ કર્યું અને તે તરત સમુદ્રના તીર ઉપર ગયે, પરંતુ લંકાનું વહાણ મળ્યા સિવાય તે ત્યાં જઈ શકતે ન હતો, અહિં રાજાએ પોતાની દાસી દ્વારા વસંતશ્રીને લાવી માગણી કરી, ત્યારે વસંતશ્રીએ કહ્યું કે, “જે મારા પતિ નહિં આવે, તે પછી હું તમારું સર્વ વચન માન્ય કરીશ.” તે સાંભળી રાજા મદનવેગ જરા હૃદયમાં ખુશી થયો. સામ વચનથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. સમુદ્ર તીરે રહેલા હરિબળે પેલી જલદેવતાનું સ્મરણ કર્યું, એટલે તે દેવતા હાજર થઈ, જે વચન વિબુધ-દેવતાઓ કહે છે, તે બરાબર પાળવામાં જ આવે છે. જલદેવતાએ કહ્યું, “વત્સ ! તેં મને હમણાં શા માટે યાદ કરેલ છે?” હરિબળે કહ્યું, “હે કૃપાનિધિ દેવતા! મને તકાળ લંકામાં પહોંચાડે.” પછી દેવતાએ તરતજ તેને લંકામાં પહોંચાડશે. હરિબળ લંકામાં જઈ કેઈએક શૂન્ય ગૃહમાં સ્વસ્થ મને રહ્યો. ત્યાં એક તુંબડું લટકતું જોવામાં આવ્યું. તેમાંથી અમૃત લઈ તેણે એક રક્ષા (રાખ) ના ઢગલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360