Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 341
________________ ૩૧ર છે. શ્રી વિમળનાથ ચરિત્ર, - પ્રાજ્ઞજનેએ જિનાગમમાં કહ્યું છે કે, ચાર પર્વોમાં પ્રતિભાધર શ્રાવકોએ સર્વથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવું. અને બાકીના સશકત શ્રાવકોએ એજ પ્રમાણે પીષધવ્રત સર્વથી પાળવું તથા દેશથી અ૯૫ શકિતવાળા શ્રાવકે એ દેશથી ચાર પ્રકારનું પૌષધવ્રત પાળવું. ગૃડસ્થ શ્રાવકને દેશથી પૌષધ કરવામાં શી હરકત આવે? કારણ કે, પૂર્વ પુરૂએ તે જ શ્રાવકધર્મ કહે છે, પરંતુ જે તે પૌષધવ્રતનું પાલન ન કરે, તે વ્રતને ભંગ થાય છે, માટે સર્વ ગૃહસ્થ શ્રાવકેએ પર્વને દિવસે તે શકિત પ્રમાણે ગ્રહણ કરે જોઈએ. જેમ હમણાં પૌષધમાં શરીરને (દેશથી) સત્કાર કરવામાં આવે છે, તેમ ઈર્ષીરહિત (મધ્યસ્થ) સાધુઓએ આહારનો સંબંધ પણ તેજ જાણી લે. જે પુરૂ કર્મરૂપી રોગમાં ઔષધરૂપ એવા સુંદર પૌષધને પાળે છે, તેઓ શ્રીમલયકેતુની જેમ દેવતાઓને પ્રશંસનીય થાય છે. શ્રી મલયકેતુની કથા. - ભુવન નામના નગરમાં મલયકેતુ નામે રાજા હતું. તેને નય નામને બુદ્ધિનું પાત્ર એક મંત્રી હતા. એક વખતે તેઓ બંને બહેરના ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં સાનથી આચારને ઉપદેશ કરનારા એક ધ્યાની મુનિ તેમના જેવામાં આવ્યા. તે મુનિને ઉપદેશ સાંભળી તે બંનેએ પોતાના પાપને ત્યાગ કરી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. તેમાં વિશેષપણે પૌષધવ્રત સ્વીકાર્યું. એક વખતે રાજાએ મંત્રીની સાથે પૌષધવત ગ્રહણ કર્યું. એક પહેર સ્વાધ્યાય કર્યા પછી રાજાએ મંત્રીને કહ્યું કે, “મને કઈ ધર્મકથા કહે.” ત્રિીએ કહ્યું, “કાંચન નામના નગરમાં વસંતસેન નામે રાજા હતા. તેને અનંગસેના નામે પત્ની હતી. તે સ્ત્રીની કુક્ષિથી રૂ૫ તથા સૌભાગ્યથી યુકત અને વરની ઈચ્છા રાખનારી વસંતશ્રી નામે એક પુત્રી થઈ. તે નગરમાં બુદ્ધિથી શ્રેષ્ઠ હરિબ નામે એક ઢીમર રહેતો હતો. એક વખતે તે ધીવરે સાધુ પાસેથી દયા ધર્મ સાંભળે. તે ઉપરથી તેણે વિચાર્યું કે, “સર્વ ઠેકાણે સર્વ જીવદયામય ધર્મ સાંભળવામાં આવે છે, પરંતુ ખરો જીવદયામય ધર્મ તે જેનેજ પાળે છે મારા કુલમાં તે પ્રાણીઓના વધ ઉપર જ સદા પ્રાણવૃત્તિ (આજીવિકા) ચાલે છે, તેથી હું દયા શી રીતે પાળી શકું? જે પિતાને વ્યવસાય છે દેતે મુખ ગણાય છે, તથાપિ “ મારા કાંટામાં જે પહેલે મત્સ્ય આવશે તેને હું સદાને માટે છે મુકીશ.” એ તેણે નિયમ લી. એક વખત તે મય લેવાને નદીમાં ગમે ત્યાં કાંટો નાખે, તેવામાં એક મેટો મસ્ય તે કાંટા સાથે આવી લાગ્યો, તે મર્યને કે બાંધી તેને નિમળ જળમાં છોડી મુકો. પછી ફરીવાર કાંટે નાખતા દૈવયોગે પાછો તેજ મત્સ્ય આવ્યો તેને ફરી પાછો છોડી મુકે એવી રીતે સંધ્યાકાળ સુધી તેને તેજ મત્સ્ય આવ્યો અને તેને ત્યાં સુધી છેદ્ય મુ. પ્રાંતે તે મત્સ્ય ધીવરને કહ્યું કે, “ હું તારા સત્વથી પ્રસન્ન થયો છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360