Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 338
________________ દશમા વ્રત ઉપર કાકજધની સ્થા, અંગમર્દક-એમ ચાર નરરત્ન હતા. જે ભંડારી હતી તેને હાથે ભંડારમાં એકઠો થયેલ વસ્તુસંચય કદિપણ ક્ષય પામતે નહિં, એવી તેનામાં પ્રસિદ્ધ લબ્ધિની સિદ્ધિ હતી. જે રસોઇઓ હતું, તે પસવાળી એવી રઈ કરતે કે જે જમવાથી માણસેને છ માસે ક્ષુધા લાગતી હતી. જે શવ્યાપક હતા. તે એવી પથારી પાથરતો કે જેમાં જે રોગી હોય અથવા જેને નિદ્રા ન આવતી હોય તેવા માણસને પણ નિદ્રા આવી જતી હતી. જે અંગમર્દન હતો તે જ્યાં સુધી તેલવડે ખૂબ અંગમર્દન કરે, ત્યાં સુધીમાં તે તેલને રોગની સાથે બાહર કાઢી શકતો હતો. રાજા વિચારધવળ તે ચાર રત્નની સાથે રહી સમ્યક્ રત્નત્રયની ઇચ્છા રાખતો દિવસ નિગમન કરતું હતું. પણ તેને પુત્ર ન હેવાથી તે દયા લાવી રાજ્ય ચલાવતે, કારણકે, પાછળ અનાથ એવી પૃથ્વીને દુષ્ટલોકો દુઃખી કરે છે. આ વખતે પાટલિપુત્રના રાજા જિતશત્રુએ આવીને તે વિશાળ નગરીને એ ઘેરો ઘાલ્યો કે જેથી લોકોના આગમ તથા નિર્ગમ (અવર જવર) અટકાવી દીધા. આવા શત્રુના સૈન્યના આવવાથી રાજા વિચારધવળના ઉદરમાં ઉગ્રશુલ ઉત્પન્ન થયું અને તેથી તત્કાળ તેનું મૃત્યુ થયું. તેને દીક્ષા લેવાને મને રથ હતો, તેથી તે દેવલોકમાં ગયે, ધર્મની ઈચ્છા પણ ઘણાં સારા ભાગ્યથી જ થાય છે. પછી નગરજનોએ રાજદ્વારને દરવાજે ભયથી તરત ઉઘાડો, એટલે જિતશત્રુરાજા અંદર જઈ રાજ્ય ઉપર આરૂઢ થઈ ગયો. તેણે પેલા રાજાના ચાર પુરૂષની પરીક્ષા કરી. એક વખતે અંગમર્દકે રાજાના અંગનું કે મળ મર્દન કર્યું અને સર્વ અંગમાંથી તેલ આકર્ષી લીધું, પણ બીજાની પરીક્ષા લેવાને માટે તેણે રાજાની એક જંઘામાંથી તેલ એ મ્યું નહિ પછી તે અંગમર્દકે કહ્યું કે, “આ પૃથ્વીમાં જે કંઈ બુદ્ધિમાન પુરૂષ આ જંઘામાંથી તેલ ખેંચી લે, તેને હું કિંકર થઈને રહું. ” કઈપણ પુરૂષ તે જંઘામાંથી તેલ ખેંચી શકો નહિં. પછી તે જંઘા ટી સ્થલ બની ગઈ. તે ઉપરથી તે રાજાનું નામ કાકજંઘ એવું પડયું. રાજા જિતશત્રુ હવે ત્યારથી કાકજંઘના નામથી સર્વત્ર પ્રખ્યાત થયો. કેઈપણ તેનું મુખ્ય નામ કહેતું નહિં. પેલા ચારે નરરને યતિ થઈને ગુણી બની મેક્ષે ગયા. " - એક વખતે સોપારક નગરમાં દુકાળ પડે, તેથી કંકાશ પિતાનું કુટુંબ લઈને વિશાળી નગરીમાં આવ્યું, પરંતુ તે સમયે ત્યાં કોઈપણ સ્વજન તેના જેવામાં આવ્યું નહિં. તે રાજાનો મેળાપ કરવાની ઈચ્છાથી બાહેર દેશકુટી પુર્ણકુટીમાં ર. રાજાની અટારીમાંથી શાળના દાણા લાવવા માટે તેણે કાઇના પારેવા બનાવી તેને ખીલાઓના યંત્ર પ્રયોગથી મોકલવા માંડયા. તે પારેવા તે શાળના દાણા લાવીને તેની પર્ણકુટીમાં પાછા આવતા, અને તેથી તે પિતાના કુટુંબનું ભરણપોષણ કરવા લાગ્યા. એક વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360