________________
શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહોત્સવ.
૨૧૯ બની ગયા, અને સુંદર આદરથી પ્રભુના જન્મની દિશા તરફ સાત-આઠ પગલાં ચાલી નમન કરી અને પ્રભુની સ્તુતિ કરી પિતપોતાના આસનો તરફ પાછા આવ્યા. પછી સૌધર્મ પિતાના સેનાપતિ નિગમેપી દેવને બોલાવીને કહ્યું કે, “સર્વ દેવતાઓને બોલાવ્ય.” પછી ઇંદ્રની આજ્ઞાથી તે નૈમેષી દેવતાએ નામથી અને અર્થથી યેગ્ય. એવી સુઘાષા નામની એક યોજન પ્રમાણવાલી ઘંટાને ત્રણવાર વગાડ. તેની સાથેજ એકે ઉણા બત્રીસ લાખ વિમાનોની અંદર ઘંટાઓના પ્રતિ દવનિ થઈ રહ્યા. તે સાંભળી સર્વ દેવતાઓ તત્કાલ સાવધાન થઇ ગયા, જ્યારે તે ઘંટાઓનો નાદ વિશ્રાંત થયે, ત્યારે સેનાપતિ નિગમેમેષીએ આ પ્રમાણે કહ્યું. “હે દેવતાઓ, આજે શુભપર્વને દિવસ છે, કારણકે શ્રી જિન ભગવાનનો જન્મ થયો છે. તેથી ઇંદ્ર પતે ત્યાં જવાના છે, માટે તમે પણ સત્વર જાઓ.” સેનાપતિનાં આ વચન સાંભળી સર્વે સમ્યકત્વધારે દેવતાઓ રૂચિ-કાંતિને ધારણ કરતાં તત્કાળ હર્ષથી ગમન કરવા માટે સાવધાન થઈ ગયા. કેટલાએક ઇંદ્રની આજ્ઞાના બલથી, કેટલાએક વચનના બલથી, કેટલાએક તે મહોત્સવ જેવાની ઈચ્છાથી અને કેટલાએક પિતાની સ્ત્રીના વશથી–એમ સર્વ દેવતાઓ (અતિત્વરાયુક્ત) સર્વ રીતે વિવિધ વાહનોને લઈ ત્યાં જવાને ઊત્સુક બની ગયા. તે કાલે ઈદ્રની આજ્ઞાથી પાલક નામ: દેવતાએ પાંચસે લેજન ઉંચું, લાખ જન વિસ્તારવાળું, અનેક સ્તંભવાલું, વાગતી ઘુઘરીઓથી શોભતું, અને તોરણની શ્રેણીથી વિરાજમાન પાલક નામનું એક પ્રધાન વિમાન બનાવ્યું. તેની અંદર સૌધર્મેદ્રને માટે પાદપીઠ, ઉલેચ અને રત્નમય પીઠિકાએ સહિત એવું એક રમણીય સિંહાસન બનાવ્યું. ઇંદ્રના સરખા દેવતાઓ, દેવીઓ, સાસદે અને અંગરક્ષકને માટે બીજા ઘણાં પીઠ-આસનો ત્યાં નિર્માણ કર્યા. પછી સ્વહિત કરનાર સૌધર્મ ઈંદ્ર પરિવાર સાથે પિતાને ગ્ય આસને બેઠે. તે કાલે દેવતાઓએ ગાયન કરવા માંડ્યું. પછી પ્રયાણ કરવામાં ચતુર એ
બત્રીસ લાખ વિમાનવાસી દેવતાઓથી વીંટાઈને ઉત્તર દિશાને માર્ગે તિરછો ચાલી અસંખ્ય દ્વીપોનું ઉલ્લંધનકરી નંદીશ્વર દ્વીપમાં આવ્યો અને તે (૬) વાસના યુકત સૌધર્મ કે ત્યાં પોતાનું વિમાન સંક્ષિપ્ત કર્યું. પછી સર્વ દ્વીપને ઓલંગી નગરમાં જઈ તેણે પ્રભુના જન્મગૃહને ઉચે પ્રકારે ત્રણ પ્રદક્ષિણા કરી. તે ગૃડની ઈશાન દિશામાં પિતાનું વિમાન રાખી પોતે સૂતિકા ગૃહમાં ગયો અને ત્યાં જિનભગવાનને અને તેમની માતાને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો “માતા, તમારે ભય રાખ નહીં, અમંગળ દૂર કરવું, તમારા પુત્રને જન્મોત્સવ કરવાને માટે હું અહિં આવ્યો છું.” પછી શ્યામાદેવીને અવસ્થાપિની નિદ્રા આપી તે ભકિત કરવામાં ચતુર એવા ઇકે પિતાના પાંચ સ્વરૂપ બનાવ્યાં. માતા પાસે અન્ય પ્રતિબિંબ (પ્રભુ તુલ્ય પ્રતિમા) સ્થાપના કરી પોતાની એક મૂર્તિએ ગશીર્ષ ચંદનવાલા બંને હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા. એક મૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org