________________
શીલવત ઉપર શીલવતીની કથા આ વચન સાંભળી રાજા બોલ્યો. “હે ક્ષમાનિધિ, આતો મેંજ તમારી ઉપર અનર્થ કર્યો, તે મારો અપરાધ ક્ષમા કરે.” શીલવતી બોલી. “હે નરાધીશ ! આ તમારો અપરાધ નથી, તેમ આ મંત્રીઓને પણ અપરાધ નથી, કારણ કે સંસારી જીજ એવા હોય છે. અંતરના છ શત્રુઓના વર્ગમાં કામને પ્રથમ માનેલો છે; કારણ કે તેને લઈને બીજા કોઇ વિગેરે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે, કામ, કેપ, લેભ માન, હર્ષ ને મદ એ અંતરના છ શત્રુઓનો જે વર્ગ છે, તેનો ત્યાગ કરવાથી માણસ સુખી થાય છે. જે બાહેરના શત્રુઓ છે તેનાથી એ અંતરના શત્રુઓ બલવાનું છે. વ્યાકરણમાં પણ બહિરંગ વિધિથી અંતરંગ વિધિ બલવાનું છે. એમ કહ્યું છે કે ધર્મથી અર્થ દ્રવ્ય નામને પુત્ર ઉત્પન્ન થાય અને તે અર્થ દ્રવ્યના મૂલમાંથી કામરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે તે કામને લઈને તેનો પિતા અર્થ દ્રવ્ય ક્ષય પામે છે અને પછી તેને પિતામહ પિતાને પિતા ધર્મ પણ ક્ષય પામે છે. પુરૂષ સ્વદારા (સ્ત્રી)સંતોષી થવાથી શુદ્ધને સૌને બચાવનાર થાય છે અને પરસ્ત્રામાં પ્રીતિ વાલે થવાથી તે આ વિવની અંદર નિર્ધન, નિર્બળ અને રતિ વગરને થઈ ૨હે છે.” ઇત્યાદિ વિવિધ વાકયો વડે શીલવતીએ રાજા અરિદમન અને તે ચારે મંત્રીઓને પ્રતિબોધ આપી ઉત્કૃષ્ટ એવી શીલવતની સંપત્તિને પ્રાપ્ત કરનારા કરી દીધા. તે પછી કામાકુર વિગેરે તે મંત્રીઓએ શીલવતીને કહ્યું કે, “તમોએ અમેને ધર્મદાન આપ્યું છે, તેથી તમે આજથી અમારા ગુરૂણી છે. પાષાણના જેવા અમોને ઉચે પ્રકારે સંતાપ કર્યા શિવાય અમારી અત્યંત કલ્યાણતા અને વિશ્વમાં શૃંગારતા ક્યાંથી પ્રાપ્ત થાય? “પછી રાજાએ તે વખતે પોતાની બહેનની જેમ શીલવતીને માન આપી અને વસ્ત્ર અલંકારોથી સત્કાર કરી તેણીને ઘેર પહોંચાડી.
રાજા અરિદમન વિગેરે લોકો પોતપોતાના ધર્મમાં તત્પર થઈ વર્તતા હતા, તેવામાં દમણ નામના સૂરિ ઘણાં સાધુઓના પરિવાર સાથે ત્યાં આવી ચડ્યા. તે ખબર જાણી રાજા, ચાર મંત્રીઓ, મંત્રરાજ અજિતસેન અને શીલવતી સતી તે સર્વ શ્રીગુરૂને વંદના કરવાને ગયા ગુરૂએ હિતકારી અને નિર્મલ એ ધર્મોપદેશ આપ્યો. પછી રાજાએ કરકમળની અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું. “આ શીલવતી વામા છતાં પોતે શીલવાલી
૧ વ્યાકરણમાં શબ્દનું રૂપ સિદ્ધ કરવામાં જે નિયમો લાગે છે, તેમાં જે નિયમ શબ્દના અંદરના ભાગને લાગુ પડે તે અંતરગ વિધિ અને બાહરના ભાગને લાગુ પડે તે બહિરંગ વિધિ કહેવાય છે. જ્યાં તે બંને નિયમ લાગુ પડતા હોય ત્યાં અંતરંગ નિયમ બળવાન થઈને લાગુ પડે છે.
૨ કલ્યાણતા-સુર્વણતા અથવા મંગલિકતા અને વિશ્વમાં શૃંગારતા. પાષાણુ ને સંતાપતપાવવાથી તેમાંથી સુવર્ણ નીકલે છે અને તે વિશ્વમાં શૃંગારરૂપે વપરાય છે. ( ૩ વામા એટલે સુંદરી અને પક્ષે વિષમ. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org