________________
શ્રી જિનેશ્વરદેવની પૂજા ઉપર દેવપાળની કથા.
૧૦૩ કેટલાએક દિવ્ય અલંકાર પહેરનારા અને સુંદર આકૃતિવાલા ઉત્તમ પુરૂષે આલેકમાં રહેલા છે ત્યારે મને નિરાધાર અને અપાર કારાગાર વિગેરેની પીડા થઈ પડી છે. હવે ધર્મ, અર્થ અને કામથી રહિત એવા આ જીવિતથી સયું, તેથી હું કંઈ ઉપાય કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઊં ” આ પ્રમાણે માર્ગમાં વિચાર કરતે નિર્ભાગ્ય ચાલતો હતું, ત્યાં આગળ એક મહાન પર્વત આવ્યું. તે જોઈ ભૂગપાત કરવા માટે તે પર્વત ઊપર પતે ચડે. તેવામાં સુગંધિ પવન વાયો, સુગંધી જલની અને પુની વૃષ્ટિ થઈ અને ચેલ–વસ્ત્ર ઊડતાં જોવામાં આવ્યાં. તે જ સમયે ઊત્તમ વૃાવાલા મહાન પર્વત ઉપર આકાશના ગઠ્ઠરમાંથી દુંદુભિને ધ્વનિ સંભલા. તરતજ તે વિસ્મય પામી જેવામાં ત્યાંથી આગળ ચાલે છે તેવામાં કમળ ઉપર બેઠેલા, દેવ દાનાએ સેવેલી અને સાધુઓના સમુદાય પરિવારવડે યુકત એવા શ્રીમાનદેવ કેવલી મુનિને તેણે અવલક્યા. કેવલી તેને જોઈ આ પ્રમાણે બેલ્યા, “ અરે ! તું દુઃખને લઈને મરવાને ઈચછે છે, પરંતુ પાપથી ઉત્પન્ન થયેલું આ દુઃખ તે તારે મૃત્યુ વશ થયા છતાં પણ રહેવાનું છે. તે જડબુદ્ધિથી પૂર્વે મુનિને દાનાંતરાય કર્મ કર્યું હતું, તેથી તેં લાંભાતરાય નિકાચિત બાંધેલું છે તેને લઈને તને કઈ પણ ઠેકાણે પણ લાભ થશે નહી.” કેવલીના આવા વચન સાંભળી તે દુર્ભાગ્ય છે. “ભગવન, “મારે પૂર્વભવ કહે ” કેવલી બોલ્યા, “પુષ્કરાર્ધ દ્વીપના ભરત ક્ષેત્રમાં રથપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રાપીડ નામે રાજા હતો. તેને તે સમયે જગદ્વરનામે સમાનવને મિત્ર હતો. તે જગદ્વર મિથ્યા દષ્ટિ કુશાસ્ત્રાના સમૂડમાં કુશળ અને અકુશળને આશ્રિત હતું. એક વખતે તે ઉદ્યાનમાં ગયો ત્યાં ધર્મેશ્વર નામના ઉત્તમ સૂરિને જોઈ તેમને ઉપહાસથી પ્રણામ કરીને કહ્યું કે, “મને કંઈક ધર્મને ઉપદેશ કરે.” ગુરૂ બોલ્યા, “મનુષ્યએ દુર્લભ એવું મનુવ્યત્વ મેલવીને શુભવાસનામાં તત્પર રહી દેવ, ગુરૂ અને ધર્મના તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તેમાં સર્વજ્ઞ, સર્વ પૂજિત, અઢાર દેથી રહિત અને અતિશના સમૂહથી યુકત એવા શ્રી વિતરાગને દેવ સમજવા, જે પુરૂ ભક્તિથી શ્રીજિનેશ્વરને નમે છે અને શકિતથી તેમની પૂજા કરે છે, તેઓ દેવપાળની જેમ અદ્દભુત કલ્યાણ પ્રાપ્ત કરે છે.
દેવપાળની કથા. જંબુદ્વિીપમાં આવેલા ભરત ક્ષેત્રના મધ્યમખંડની અંદર હસ્તી અને અકથી વિરાજિત એવું હસ્તિનાપુર નામે નગર છે, તેમાં સિંહના જે બલવાનું સિંહથ નામે હતું. તે નગરમાં જિનદત નામે એક ભાવિક શ્રાવક હતું તેને ઘેર દેવપાળ નામે એક ગેવાળ રહેતો હતો તે ભદ્રિક સ્વભાવને હતે. એક વખતે વર્ષાકાલ આવતાં દેવપાળ
૧ ભૃગુપત-શિખર ઉપરથી પડવું તે. તેને લોકો ભૈરવ ૫ અથવા કંપાત પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org