________________
૨૧૪.
શ્રી વિમળનાથ ચરિત્ર, દશમા પઘસરોવરના સ્વમના દર્શનથી તમારા પુત્ર અનેક સુવય ને સંતોષ કરનારા, કમલાવલિથી શોભતા અને તાપને હરનારા થશે. અગીયારમા સમુદ્રદર્શન નના સ્વમથી તમારા પુત્ર ધીવરપુરૂષને સતત સેવવા યોગ્ય રનોના સ્થાનરૂપ. અપરિમિત પ્રમાણવાલા, અને સદા વિધુમાં પ્રીતિવાલા થશે. બારમા વિમાનદર્શનના સ્વમેથી તમારા પુત્ર દેવતાઓના નૃત્ય તથા મીતથી યુકત અને ઇંદ્રના સાંનિધ્યવાલા થશે. તેરમા રત્નરાશિના સ્વમના દર્શનથી તે અનેક વર્ણવાલા રત્નોથી યુકત ચિંતિત અને થને આપનારા નાયકરૂપ થશે. અને ચૌદમા અશિના સ્વપ્ન દર્શનથી તમારા પુત્ર
પ્રતાપથી દિશાઓના સમૂહને આક્રમણ કરનારા, દેવતાઓના પ્રમુખ, પવિત્ર જડતાને હરનારા અને શુદ્ધિ કરનારા થશે.
આ પ્રમાણે શ્યામાદેવીને કહી અને જિન ભગવાને નમી તે ઇંદ્ર નંદીશ્વર (દ્વીપે, ગયા અને ત્યાં અડ્રાઈઉત્સવ કરી પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી શ્યામાદેવીએ પોતાના પતિ-રાજા પાસે જઈ તે સ્વપ્નની વાત કહી. જે સાંભળી રાજા હર્ષના ભારથી પ્રિયા પ્રત્યે બે “દેવી, તમે જે સ્વપ્ન જોયાં છે, તે શુભ અને ઉત્તમ પુત્રને આપનાર છે. તે વિષે મેં પૂર્વે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે. હવે આપણે બંનેને સર્વ પ્રકારની સંપત્તિ થશે, કદિપણ વિપત્તિ થશે નહીં. પુત્રની ઉત્પત્તિ થશે. ગુરૂ ઉપર ભકિત થશે, સર્વજન સેવક બનશે, રાજ્યની વૃદ્ધિ થશે, ઉત્કૃષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થશે. કાર્ય સિદ્ધિ થશે, સર્વ લેકમાં પ્રસિદ્ધિ થશે અને ઉત્તમ વસ્તુની સમૃદ્ધિ મલશે.” ઇના કહેવાથી પ્રથમથી એ અર્થ તે જાણનારી રાજપત્ની શ્યામાદેવીને પતિના આ વચનથી બમણે હર્ષ પ્રાપ્ત થયે. જ્યારે સુંદર પ્રભાત કાલ થયે, એટલે સર્વ કાર્ય સમૂહ કર્યા પછી રાજાએ માણસો મોકલી સ્વપ્નના લક્ષણોને જાણનારા વિદ્વાનને બોલાવ્યા. પિતાની રાgીને સમાપમાં પડદામાં રાખી પ્રથમથી ગઠવી રાખેલા આસન ઉપર તે સ્વખપાઠકને અનુક્રમે બેસારી અને તેમની આગળ ફલ પુપનો સમૂહ મૂકી રાજા આ પ્રમાણે બે“હે વિદ્વાને મારી રાણીએ ગજેંદ્ર વિગેરે ચૌદ સ્વને સ્પષ્ટ રીતે જોયા છે, તો તેને એનું મને શું ફલ પ્રાપ્ત થશે? તે નિવેદન કરે.તે સાંભળીને તે શાસ્ત્ર કવિ પર. સ્પપર વિચાર કરવા લાગ્યા. જ્યારે તેને ખરા અર્થ સમજવામાં આવ્યો, ત્યારે તેઓમાં
૧ પાસરોવર પક્ષે અનેક સ્વય-સારા પક્ષીઓને સંતોષ કરનાર, પુત્રપક્ષે અનેક સારી વયવાલા-યુવાન પુરૂષોને સંતોષ કરનારા. ર પાસરોવર પક્ષે કમલાવલ-કમળ શ્રેણીથી શોભતા. પુત્રપક્ષે કમળાવલિ-લક્ષમીની શ્રેણીથી શેભતા. ૩ તા-ગરમી પક્ષે સંસારને તાપ ૪ સમુદ્રપ ધીવર એટલે ઢીમર પુરૂષ અને પુત્રપક્ષે બુદ્ધિમાન પુરૂષો. ૫ સમુદ્રપક્ષે વિધુ-ચંદ્ર અને પુત્રપક્ષે વિધિક્રિયા. ૬ અગ્નિપ પ્રતાપ-ઘણ તાપ અને પુત્ર પ્રતાપ-તેજ ૭ અગ્નિ ઘ જતા એટલે ટાઢથી અકડાવું તે અને પુત્રપણે જડતા જડપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org