________________
૧૮૬
શ્રી વિમળનાથ ચરિત્ર. તના રહસ્યને જાણનારા ગુરૂ બેલ્યા. “હે રાજા, અંગને પુષ્ટિ આપનારી આઠ માતાઓ સાધુઓને માનનીય છે.” રાજાએ પૂછયું, “તે આઠ માતાએ કઈ ?ત્યારે ગુરૂ બેલ્યા “હે રાજા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ–એ આઠ (પ્રવચન) માતાઓ છે. તેઓ ચારિત્રરૂપી ગાત્રની પિષક અને રક્ષક છે. મુનિઓએ સેવન કરેલી તે માતાઓ અંતે મક્ષફલને આપનારી થાય છે. જેની ભૂમિના ભાગને સૂર્યના કિરણોને સ્પર્શ થયો છે અને જેની ઉપર લેકે ચાલે છે, એવા માર્ગમાં યુગમાત્ર ( ધુંસરી પ્રમાણ) દષ્ટિ રાખી પોતાના નેત્રો વડે પગલે પગલે ભુમિ-માગશોધતા સાવધાન રહી જે મુનિ મન ધરીને ચાલે છે, તેવી પહેલી ઈર્ષા સમિતિ જંતુઓનું રક્ષણ કરનારી છે, તેથી સાધુએ તેની સમિતિને ભજવી જોઈએ. જે મુનિ એ શુદ્ધ ઇર્યા–સમિતિને પાલે છે, તેની પ્રશંસા વરદત્તની જેમ ઇંદ્ર પણ દેવતાઓની આગળ કરે છે.
વરદતની કથા.. પૂર્વે સ્વચ્છ એવા ગચ્છમાં વરદત નામે એક મુનીશ્વર હતા. તે ગુરૂભકિતવાલા મુનિ મનુષ્ય જન્મના સારરૂપ નિરતિચાર ચારિત્રને પરમ ભકિતથી પાળતા હતા, તેમાં ખાસ કરીને તે કૃતાર્થ મુનિ જીવરક્ષાને માટે પહેલી ઈસમિતિ વિશેષે પાળતા હતા. એક વખતે હીનકર્મ રહિત એવો સૌધર્મેદ્ર સભામાં બેઠે હતા, તેણે અવધિજ્ઞાનથી જંબુદ્વીપ તરફ અવકન કર્યું, તેવામાં ઈર્ષા સમિતિવાળા મહામુનિ વરદત્તને જોઈ તેણે ત્યાં બેઠાં બેઠાં તેને નમસ્કાર કર્યો. તે જે વિસ્મય પામેલા સર્વ દેવતાઓએ કહ્યું. “ સ્વામિન, હમણાં આપે કેને નમસ્કાર કર્યો ? ” ઇદ્ર બોલે, હે દેવતાઓ, જે પ્રશંસનીય બુદ્ધિવાલાની સર્વ રાજાઓ સેવા કરે છે, તેવા વરદત્ત નામે એક મુનિ પૃથ્વી ઉપર રહેલા છે, તે ચારિત્રગુણના ગૌરવવાલા, ઈસમિતિવડે યુક્ત અને દુર્થોન રૂપી શત્રુથી મુક્ત છે, તેમના ગુણે પૂજનીય છે, તેથી તેઓ મારે પણ માનનીય છે, અને તેઓ ત્યાં ભુમિ ઉપર રહ્યા છતાં હું અહિંથી તેમને નમસ્કાર કરું છું. જે પિતાના જીવિતનો ત્યાગ કરે પણ ઉત્તમ એવી ઈર્યાસમિતિને ત્યાગ ન કરે, તેવા પોતાના કમથી નિર્દોષ એવા સાધુ કેને વંદનીય ન હોય ?” ઈદ્રનાં આવાં વચન સાંભળી સમ્યકત્વને ધારણ કરનારા દેવતાઓએ પણ તે વરદત્ત મુનિને ઇદ્રની જેમ મન, વચન અને કાયાવડે વંદના કરી. આ વખતે કોઈ એક મિથ્યા દષ્ટિ દેવ હતું, તેણે જિનના ધમ વચનની જેમ ઈંદ્રના તે વચનને સત્ય માન્યું નહિં. તેણે ચિંતવ્યું કે આ લોકમાં પિતાનું જીવિત કોને ઇઇ નથી ? જે જીવિતને માટે મનુ માન છોડીને શું નથી કરતા? આ પૃથ્વી ઉપર કેઇપણ જીવને જેનાથી કદિપણ તૃપ્તિ થતી નથી, તેવા જીવિતને કીટ, પતંગ વિગેરે જંતુ ને માટે કોણ છોડી દે ? આ પૃથ્વી લેકમાં રહેલા સર્વ પ્રાણીઓના પ્રાણ, ધન, જીવિત, સ્ત્રી અને આહારના કર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org