________________
*
*
**
.-
- *
વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત,
૨૦૧ સાધુને શુદ્ધ વાસ સ્થાન મલ્યું નહિં. ફકત એક પગ મુકી શકાય તેટલા છકાય જીવ વગરને કઈ ભુમિને ભાગ તેમને દેવગે વાસ કરવાને માટે ઘણું મુશ્કેલીથી મળી શકે. તે ભાગમાં એક પગ મુકી તે સાધુ લેકેને ચમત્કાર ઉપજાવતા અને હૃદયમાં નવકાર મંત્ર સંભારતા કાયોત્સગે રહ્યા. આ સમયે ઈદે જ્ઞાનથી જંબુદ્વીપનું અવલોકન કર્યું, ત્યાં તે કષ્ટથી શરીરને ટકાવી રાખો રહેલા મુનિ તેના જેવામાં આવ્યા. ત્યારે કે હર્ષથી તેમને પ્રણામ કર્યો અને સ્તુતિ કરી. તે વખતે પર્વની જેમ કોઈ મિથ્યાદિષ્ટ દેવ ત્યાં આવ્યું. તેણે સિંહનું રૂપ લઈ તે મુનિને કાર્યોત્સર્ગમાંથી પાડી નાખ્યા, મુનિએ મિથ્યા દુષ્કત કહી પુનઃ કાસગ ધારણ કર્યો, અને તે પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા–“અરે ! જવ, તું એક પગે રહેતાં તને થોડું દુઃખ થયું હશે, પણ તારા પડવાથી બીજા ઘણાં જીવને ક્ષય થાય છે. તે કાસગે રહેતાં તારા અંગ તથા ઉપાંગ જે ભાંગે છે, તે બાહેર વૃત્તિથી ભાંગે છે, પરંતુ તારા અંતરંગે તો આત્માની પુષ્ટિને માટે થાય છે. હે સત્તમ, જે આ કેઈ સિંહનું રૂપ ધરીને આવે છે, તે પિતે બંધુબુદ્ધિથી તારા કમનો ક્ષય કરે છે, તેથી તેને માન આપજે. વ્યાધિને હરનાર સારો વિદ્ય કડવા ઔષધ આપે અને અંગને છેદ કરે, તો પણ તે વૈદ્યને ઘણું દ્રવ્ય આપવામાં આવે છે.”
આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિને પેલા દેવતાએ ઉત્તમ જ્ઞાનના બળથી જાણ લીધા. પછી પૃથ્વીના મલ (અશુચિ) રહિત એવા પિતાના (દિવ્ય) સ્વરૂપને તેણે પ્રગટ કર્યું. પછી તે મુનિને નમસ્કાર કરી અને બંને તે વૃતાંત જણાવી તે દેવતા પ્રથમ કરેલા અભિમાનને છોડી પિતાને સ્થાને ચાલ્યા ગયે. અને સર્વ સાર્થના લેકેએ ભકિત પૂર્વક પ્રણામ કરેલા તે સાધુએ પોતાના ભાવથી જિનધર્મની પ્રશંસા કરી. આ પ્રમાણે હે મુનિ, તમારે પણ નથી કાયમુર્તિનું પાલન કરવું, જેથી તમારું પ્રમથ વ્રત સર્વ પ્રકારે શુદ્ધ થાય.
વળી કહ્યું છે કે, “સાધુપુરૂષ પણ જે ભગ્નસૂત્ર થાય, તે તે અન્ય પાસેથી અર્થ મેળવી શકતો નથી. તેથી તમારે સન્માનના વ્યવસાયથી તે સૂત્રનું રક્ષણ કરવું
૧ સાધુપક્ષે ભગ્નસૂત્ર-એ ટલે સૂત્રના અભ્યાસને ભંગ કરનાર (મંદ) થાય તો બીજા શાસ્ત્ર સંબંધી અર્થ–મેળવી શકતા નથી, તેથી ગુરૂ વિગેરેના સન્માનથી સરાના અભ્યાસનું રક્ષણ કરવું, સાધુ–સાહુકારપક્ષે જે ભગ્નસૂત્ર એટલે વ્યવહારને ભંગ કરનાર થાય છે, તે અન્ય-બીજ પાસેથી તેને અર્થ-દ્રવ્ય મળતું નથી. તેથી સાહુકારે સારા માનથી પિતાના વ્યવસાય ધંધાનું રક્ષણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org