________________
મંત્રી સુબુદ્ધિની કથા આવાં વચન સાંભળી મંત્રીએ વિચાર્યું કે, “માંસ ભક્ષક રાક્ષસને દયા નથી અને આ અબળા સ્ત્રીને બળ નથી એ સ્વાભાવિક છે. પુરૂષપણું જ ધર્મ તથા સુખના કારણરૂપ છે. જે પુરૂષત્વ ન હોય તે ધર્મ તથા સુખ ક્યાંથી હોય ! બીજાનું રક્ષણ કરતાં જે કદિ પ્રાણ જતા હોય તો ભલે જાય, પણ તેમ કરવાથી ધર્મની ઉન્નતિ થાય નહિ, માટે હું એવું કરૂ કે, જેથી મારા પ્રાણ પણ બચે, રાક્ષસને પરાભવ થાય અને આ બાળા સુખી થાય. જે પ્રાણિનું હિત કરનારું સત્વ હોય, સિદ્ધિની સમૃદ્ધિને આપનારી બુદ્ધિ હોય અને શરીરને યૌવન આપનારી દયા હોય, તોજ એ સર્વ વાત બનવાને સંભવ છે. એ સર્વ અર્થની સિદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ ધર્મથી થવાની છે, તો હું આ વખતે સમ્યક પ્રકારે ધર્મ આશ્રય કરું, કે જેથી મને સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેવા સમ્યકત્વને ધારણ કરનારા પુરૂષ આગળ ગંધર્વ (ગ ) શુદ્ધ ગંધર્વ બને છે, પાવક–અગ્નિ પાવક–પવિત્ર કરનાર બને છે અને કેશ (શસ્ત્ર) કેશ (સુવર્ણ) રૂપ બને છે. વધારે શું કહેવું; પણ તે સમ્યકત્વધારી નરની પાસે માંસભક્ષી રાક્ષસ પુણ્યજન (યક્ષ) બની જાય છે, ચમરાજ ધર્મરાજ બની જાય છે, પિશાચ કુબેર જે થઈ જાય છે, ચંડાળ ભદ્ર-સારી જાતિને થઈ જાય છે, સર્પ ભેગી થઈ જાય છે. કેસરી સિંહ હરિ (અધ) થઈ જાય છે અને ચિતરો ચિત્રકા (ચિત્રરૂપ થંભિત) બની જાય છે. એવી રીતે સત્ય પરાયણ પુરૂષની આગળ સર્વ પદાર્થો સત્ય થઈ જાય છે અને અસત્યપરાયણ પુરૂષની આગળ તેજ પદાર્થો અસત્ય થઈ જાય છે. તે ઉપરથી સાબીત થાય છે કે, સમ્યકત્વ સિદ્ધિનેજ આપનારું છે. અહિં જે આ પદાર્થો છે તે મુખ્ય અને ગૌણ અર્થવાળા હોવા જોઈએ. તે પદાર્થોને જ્યાંસુધી ખો મર્મ સમજાય નહીં ત્યાં સુધી અર્થ સિદ્ધિ થતી નથી. તેથી હું પ્રથમ આ રાજકન્યાની વાણીનું બરાબર વરૂપ જાણું લઉં. પછી મારી બુદ્ધિના બળથી વિચાર કરી લેકેનું કલ્યાણ થાય તેવું કાર્ય આગળ કરીશ.” આવું વિચારી તે મંત્રીએ રાજકન્યાને તે રાક્ષસની કાંઈ વિશેષ હકીકત પછી, એટલે તે ભય પામેલી રાજકન્યા આદર તથા ગૌરવ સાથે આ પ્રમાણે બેલી. “ભદ્ર ! તે રાક્ષસ આ દંડની આગળ રહીને હંમેશાં કાંઈક મંત્ર જપે છે, તે અવસરે અને ભેજનને અવસરે તે મૌન ધારણ કરે છે, તે વખતે જે તમે આ દંડ તમારા હાથમાં ગ્રહણ કરશે, તો તે રાક્ષસ તમને કાંઈ કરવાને અને તે હરી લેવાને સમર્થ થઈ શકશે નહીં. વળી તેની પાસે એક ખાટલે અને બે કણેરની સેટીઓ છે. તે ત્રણે વસ્તુઓ પ્રભાવવાળી છે. તે લઈને જ તમારે તેને છોડ, તે શિવાચ છોડે નહીં. તેમાં જે કાળા રંગની સોટી છે, તે ખાટલા ઉપર પછાડવાથી તે ખાટલે ધારેલે સ્થાને જઈ પહોંચે છે અને જે રાતા રંગની રોટી છે, તે પછાડવાથી પિલો ખાટલે સ્વેચ્છા ૧ દેવોન વિષ. ૨ ભગવાન અને સર્પ પક્ષે ફણયુકત. ૩ સત્ય શુભ ૪ અસત્ય-અશુભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org