Book Title: Vikram Charitra Yane Kautilya Vijay
Author(s): Shubhshil Gani
Publisher: Vidyanand Sahitya Prakashak Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. વર્તમાનકાળના જૈન યુવકેની અમર અને શુદ્ધ ભાવનાને પોપવામાં જૈન સાહિત્ય અગત્યનો ભાગ ભજવે છે. આપણા પૂર્વના જેન આચાર્યો તેમજ જૈન સાધુઓએ પોતપોતાની વિદત્તાથી આ જૈન સાહિત્યની સંકલનાને અમર બનાવી છે. તેમણે અનેક નાના મોટા સાહિત્યમાં જૈન સાહિત્ય છૂપાવી રાખેલું છે. જે આજે આપણા જીવનને પવિત્ર બનાવવા માટે અતિ ઉપયોગી થઈ પડે છે. જો કે જૈનસમાજ જૈન સાહિત્ય તરફ જોઈએ તેવી લાગણી પ્રધાન ન હોવાથી કેટલુંક ઉપયોગી જૈન સાહિત્ય એમજ નાશ પામી જાય છે. પણ બહાર પ્રકાશનમાં આવવા પામતું નથી. આજના બુદ્ધિવાદના જમાનામાં જ્યારે કેટલાક જુના વિચારવાળાઓ જ્ઞાનની આશાતનાના ભયે પ્રકાશન કરતાં અચકાય છે કેમકે કોઈપણ વિશિષ્ટ જ્ઞાનના અભાવે આજે દરેકનું જ્ઞાન મન્તવ્ય જુદું જુદું હોવાથી જૈન સાહિત્ય પુરતા પ્રમાણમાં પ્રકાશન પામતું નથી, એ ઓછી દીલગીરી છે ? છતાંય સમયને લઈને માણસેના વિચારો પ લે છે. આજના વિચારો કાલે બદલાઈ જાય છે, નવા વિચારો જુના થાય છે, જુના સમયરૂપ એરણ ઉપર ધડાઈને નવીન પલ્ટારૂપ થઈ જાય છે. દેવની અનુપમ ઈચ્છાથી આ જુને અને અપ્રસિદ્ધ ગ્રંથ જગત સમક્ષ પ્રકાશન પામે છે. વિક્રમ ચરિત્ર એ એક અપૂર્વ અને રસપ્રાધાન્ય ગ્રંશ હેવાથી સર્વજન પ્રિય થાય તે એમાં કંઈ શંકા ઉઠાવવા જેવું તે નથીજ. સમાજને ઉપયોગી સાહિત્યમાંનું આ એક અપૂર્વ સાહિત્ય સમાજને જે ઉપયોગી અને ઉપકારક થાય તે આજના જમાનામાં પણ આ સાહિત્યને સંપૂર્ણ યશ એના કર્તા શ્રી શુભ'શીલગણિને ફાળે જાય છે, કારણકે આ અપૂર્વ કૃતિ એમની વિદત્તાના પરિણામ રૂપજ છે, આ ગ્રંથના મૂળ કર્તા તેઓશ્રી પોતેજ છે. | વિક્રમ સંવત ૧૨૪૦ લગભગમાં જગચંદ્રસૂરિશ્રી મહાવીર સ્વામિની ૩૫ મી પાટે થયા. જગત્યંદ્રસૂરિ મહાન તપસ્વી હતા. બાર વર્ષ પર્યત આયંબિલની તપસ્યા કરી હોવાથી ચિડના રાણાએ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 604