________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાના
[૨૯
પાંચને બદલે ત્રીસ સુધી પહેાંચી ગઈ. અને ત્યાર પછી તે તે સંખ્યા ૯૨ સુધી પહેાંચી અને આજ તે ૧૦૩ મૂળતત્ત્વા છે એવી માન્યતા સ્થિર થઈ છે.
આગળ ઉપર પરમાણુવાદના પ્રકરણમાં આપણે આ અંગે વિસ્તારથી જોઇશું કે જૈનદર્શનના મતમાં માત્ર પરમાણુ જ મૂળતત્ત્વ છે. તેમાંથી જ પાણી, અગ્નિ વગેરે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે. એટલે પૃથ્વીના પરમાણુમાંથી પૃથ્વી જ બને છે તેમ નથી. જેમાંથી પૃથ્વી અની તે જ પરમાણુમાંથી કચારેક પાણી, અગ્નિ વગેરે પણ બની શકે છે. એટલે જડસૃષ્ટિમાં જૈનદર્શનના હિસાબે એક જ તત્ત્વ છે. જડપરમાણુ અને ચેતનસૃષ્ટિમાં પણ એક જ તત્ત્વ છે. ચેતન – જડના મૂળતત્ત્વના વિચાર કરવા હોય તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય, એમ પાંચ રૂપે થઇ શકે ખરા. એ દૃષ્ટિથી બધું મળીને છ જ મૂળતત્ત્વ થાય છે. આજનું વિજ્ઞાન જે ૧૦૩ તત્ત્વા કહે છે તે બધાં ય માત્ર પુદ્ગલાસ્તિકાયના જ વિસ્તાર છે,
અહીં તે એટલુ જ ોવાનું છે કે મૂળતત્ત્વાની માન્યતામાં પણુ વૈજ્ઞાનિકોની વિચારધારા સતત પરિવર્તનશીલ જ રહી છે. હજી પણ કોણ જાણે એમની છેલ્લી માન્યતામાં પણ કેટકેટલાંક પરિવર્તને આવતાં જશે ? ‘જોસ' અને ‘વિટા’ નામના વૈજ્ઞાનિકો પણ કહે છે કે, “અમને હવે સમજાતું જ નથી કે મૂળતત્ત્વા હકીકતમાં કેટલાં છે ?”
(૬) પૃથ્વીનું' સ્થિરત્વ : પૃથ્વી સ્થિર છે કે કુરતી છે એ વિષયમાં પણ વૈજ્ઞાનિકાનાં મંતવ્યે સતત વિરોધી અને પરિવર્તનશીલ જોવા મળે છે.
પાશ્ચાત્ય જગતમાં પણ જો ધાર્મિક દૃષ્ટિએ પૃથ્વીના સ્થિરત્વ ઉપર વિચારવામાં આવે તો ખાઈબલમાં તે પૃથ્વીને સ્થિર માનવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org