________________
ભવિષ્યવાણી
[૩૯૧
પોતે સંશોધન શરૂ કર્યું. જુદે જુદે ઠેકાણેથી ખેરાક લાવીને જુદી જુદી વાછડીઓને ખવરાવવાથી જાણી શકાયું કે ક્યાંથી લાવેલે ખેરાક વાછડીએની ભૂખને મારી નાખે છે. સંશોધન ઉપર ખીસામાંથી પાંચ હજાર ડોલરનો ખર્ચ કર્યા પછી તેણે શોધી કાઢયું કે એ ખોરાક P. B. B. રસાયણ વડે દૂષિત થયેલ છે. ૧૯૭૪માં તેણે પિતાની બધી ગાયને કરેન્ટાઈનમાં મૂકવી પડી અને તેને પિતાની ૮૦૦ ગાયને નાશ કરી નાખ પડ્યો. પ્રદૂષણ કર્યું કોર્પોરેશન ફેલાવે છે તે જાણ થયા પછી જેટલા ખેડૂતોએ તેનાથી સહન કરવું પડયું હતું તેમણે મિશિગન કેમીકલ કોર્પોરેશન સામે દાવા માંડ્યાં, અત્યાર સુધી એ કેર્પોરેશને ત્રણ કરોડ ડોલર ખેડૂતોને નુકસાની તરીકે ચૂકવ્યા છે. હજુ ત્રણ દાવા ઊભા છે અને હજી વધુ દાવા થશે. વિજ્ઞાન અને ઉદ્યોગોની પ્રગતિ માટે કોઈ વાર કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે તેનાં આ દષ્ટાંત છે. ખેડૂતે એવો દાવો કરે છે કે આ પ્રદુષણથી અમને પિતાને માથું દુખે છે, ચક્કર આવે છે અને સાંધા દુખે છે. એક ખેડૂતે પિતાની ૬૦૦ ગાયે ગુમાવી. મરેલી ગયેને ખાઈને બીજા પ્રાણીઓ પ્રદૂષણને ભેગ ન બને તે માટે અત્યાર સુધી ૩૨,૦૦૦ કરતાં વધુ ગાયને ઊંડા ખાડા કરીને દાટી દેવામાં આવી છે. માંદી પડેલી ગાયે પીડાયા કરે તે કરતાં તેમને ગોળીથી ઠાર કરીને મારી નાખવામાં આવે છે અને દાટી દેવામાં આવે છે. પશ્ચિમી દેશમાં અમુક ઓલાદની ગાયે વધુમાં વધુ દૂધ આપે એવી રીતે ઉછેરવામાં આવે છે અને અમુક ઓલાદની ગાયે વધુમાં વધુ માંસ માટે ઉછેરવામાં આવે છે. તેમના ખોરાકમાં પ્રદૂષણ જાય એટલે માંસ અને દૂધ દ્વારા માણસના શરીરમાં પણ જાય આથી તેમને મારી નાખીને દાટ દીધા સિવાય બીજો રસ્તો નથી. એક ખેડૂતે ગયા નવેંબરમાં પિતાની ૧૫૦ ગાયે મારી નાખી.
જાપાને અને અમેરિકાએ જે સહન કર્યું તે આપણા માટે આંખ ઉઘાડનારે ભૂતકાળ હવે જોઈએ. રસાયણે, પેટ્રેલ કેમિકલ્સ, કાગળ, તેલની રિફાઈનરીઓ, વગેરે, રંગ વગેરેનાં કારખાનાં વધુમાં વધુ પ્રદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org