Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 407
________________ ૩૯૨] વિજ્ઞાન અને ધર્મો ષણ ફેલાવે છે. તેમનું પ્રદૂષણ હવા, પાણી ને જમીન ઉપર ફેલાય છે. મુંબઈમાં ચેંબુરની આસપાસના વિસ્તારા પ્રદુષણના ભાગ બન્યા છે. ઘણું પ્રદૂષણ સમુદ્રમાં ફેલાય છે. પાણી સાથેના રાસાયણિક પ્રક્રિયામાં પાણીમાંના એક્સિજન વાયુ વપરાઈ જાય છે આથી આવા પાણીમાં જો માછલાનું ટોળું આવી ચડે તે તેએ ગૂગળાઈને મરી જાય. મુંબઈના દરિયાકાંઠે કોઈ વાર લાખા સડેલાં માછલાં આવે છે તેનું કારણ આ જ છે. થાડાં વર્ષો પહેલાં વડાદરા પાસે એક તળાવડીમાં સરકસના હાથીએ પાણી પીવા ગયા. તે પીને રિમાઈને મરી ગયા કારણ કે તે તળાવમાં એક રાસાયણિક કારખાનાનું પ્રદૂષણુ પડતું હતું. યુરોપ, અમેરિકા અને જાપાનની સરખામણીમાં આપણાં રાસાયણિક અને બીજા ઉદ્યોગા કશી વિસાતમાં નથી એમ કહીને એ બામતમાં આંખ આડા કાન કરવા જેવુ' નથી, કેમ કે આપણા દેશમાં પણ રાસાયણિક ઉદ્યોગે દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આ વિકસિત દેશના અનુભવમાંથી આપણે બધપાઠ લેવા જોઈએ. Jain Education International લે. વિક્રમાદિત્ય [ ક્લેશમાંથી સાભાર ] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408