________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ ઉત્તર આવ્યો. એમાં જણાવ્યું હતું કે, શાન્તાદેવીની વાત સાચી છે. હાલ તે મારા ભાઈ કાંજીમલ દિલ્હીમાં છે. તેમને શાન્તાદેવીને મેળાપ કરાવે.”
ત્યાર બાદ કાંજીમલની સાથે તેને મેળાપ કરાવ્યું. એને જોતાં જ શાન્તાદેવીએ તેમને ઓળખી લીધા. અને કહ્યું કે, “તમે મારા દિયર છે.” ત્યાર પછી કાંમલે કેટલાક પ્રશ્નો પૂછયા, જેના શાન્તાદેવીએ બરોબર જવાબ આપ્યા.
પછી તે તેના ભૂતપૂર્વ જન્મના પતિ કેદારનાથ પણ આવ્યા. સાથે તેમને દસ વર્ષનો પુત્ર હતો. દીકરાને શાન્તાદેવી પ્રેમભરી આંખે જોઈ રહી. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કેદારનાથે પૂછેલા તમામ પ્રશ્નોના સાચા ઉત્તર મળ્યા. અશ્રુભરી આંખે તેમણે કહ્યું કે
મારી ખાતરી થઈ છે કે આ મારી પૂર્વજન્મની પત્ની જ છે.” શાન્તાદેવીએ પુત્રને ઝડપથી રમકડાં લાવી આપ્યાં. શાન્તાદેવીએ મથુરા જવાની તીવ્ર ઈચ્છા દર્શાવી. “જે મને મથુરા લઈ જવામાં આવે તે, હું મારા પતિનું મકાન ઓળખી કાઢું.” તેમ તેણે કહ્યું. પછી પિતાના મકાનનું, વિશ્રામઘાટનું, દ્વારકાધીશના મંદિરનું, રસ્તાઓ અને ગલીઓનું, આબાદ વર્ણન કર્યું. જાણે કે તે ત્યાં વસેલી હોય. પિતાના મકાનમાં રૂપિયા દાટેલા છે એમ પણ કહ્યું.
શાન્તાદેવી તેનાં માતા-પિતા અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાથે મથુરા જવા રવાના થયાં. ટ્રેનમાં બેઠા પછી શાંતાદેવી અસાધારણ પ્રસન્ન દેખાવા લાગી. મથુરા નજીક આવતાં તેના આનંદનો પાર ન રહ્યો. તે બોલ્યા કે જે ગાડી ૧૧ વાગે મથુરા પહોંચશે તે દ્વારકાધીશના મંદિરના પટ બંધ થઈ જશે.” પટ બંધ થઈ જવા એ મથુરાની ખાસ ભાષા છે. સ્ટેશન આવતાં એના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. ટ્રેન પ્લેટફોર્મ પાસે આવી કે તે બોલી ઊઠી. મથુરા આવ્યું.”
પૂર્વજન્મની જેને ખબર છે એવી શાન્તાદેવી મથુરા આવે છે.” એ સાંભળી સ્ટેશન પર ઊતરી અનેક માણસે આવ્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org