________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૦૫
હતા અને એ જ ૨૨મી સપ્ટેમ્બરે ગાંડા થયેા હતેા. એ પેાતાને ઇબ્રાહીમ ચારકા તરીકે આળખાવતા હતા અને ઇબ્રાની તથા રશિયન ભાષા ખોલતા હતા.
આ પ્રસંગની વિલક્ષણતાઓને વિચારવાનું ખાજુ પર રાખીએ. અહીં તે એટલું જ જણાવવાનું કે આ પ્રસંગથી એ જુદા ખોળિયામાં પ્રવેશતા આત્મા દેહરૂપ નથી, પણ દેહથી ભિન્ન છે અને નિત્ય છે એ અવશ્ય સિદ્ધિ થાય છે.
પૂર્વે એ વાત કહેવાઈ ગઈ છે કે મુસ્લિમા પુનર્જન્મમાં માનતા નથી. પરંતુ આમ હૈાવા છતાં ય શહેનશાહ ઔરંગઝેબ કે જે ખૂબ જ ધર્માંધ હતા તેણે પણ ‘શાહનામા’માં એવું વિધાન કરવાનું કયાંક વાંચવા મળ્યું છે કે, “પુનર્જન્મના કેટલાક અહેવાલાની સત્યતા વિષે તેમણે જાતે ચાકસાઈ કરી છે.”
જોઆના અને જેકવેલીન:
લંડનના નાનકડા પરગણા હેક ગામના એક શાંત લત્તામાં એ બહેનેા અગિયાર વર્ષોંની જોઆના અને છ વની જેકવેલીન, રિવવારની સવારે હાથમાં હાથ પરોવી દેવળ તરફ જઈ રહી હતી. અચાનક જ ઝડપથી ધસી જતી એક મેટરની હડફેટમાં એ બને આવી ગઈ અને કરુણુ અકસ્માતને ભાગ બની.
ઈંગ્લેન્ડના રહેવાસી, આ છોકરીઓના પિતા પિસ્તાળીસ વર્ષીના જોન પુલાક માને છે કે, ‘અમારી બે પુત્રીના મરણુ પછી સત્તર મહિના બાદ, મારી પત્નીએ જ્યારે બે જોડિયા છેકરીઓને જન્મ આપ્યા ત્યારે મને ચાક્કસ લાગ્યું કે એ બન્ને મહેના અમને પાછી મળી છે.'
અકસ્માત્ મૃત્યુ પામેલી લડનની બે છોકરીએ એ જ કુટુ. બમાં પુનર્જન્મ પામી છે; અને પૂર્વજન્મની તેમની યાદદાસ્ત એવી જ જળવાઈ રહી છે; એટલું જ નહિ પણ આ બે જોડિયા મહેનેાની ખાસિયતા પણ તેના જેવી જ ધરાવે છે. એવું જાણવા મળતાં એ વિષે ઊંડી તપાસ કરવા માટે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના માનસશાસ્ત્ર વિભાગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org