Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 392
________________ Fભવિષ્યવાણી [૩૭૭ –ટુ બકા કોઈ ચીજને ખાસ કરીને છેડેને દેશવિહીન અને ઉન્નત બનાવવા માટે ‘ટુ બરબેંકી ધાતુ વપરાવા લાગ્યું. ૧૯૦૬ની ૧૮મી એપ્રિલે એક આશ્ચર્યજનક ઘટના બની. સાનફ્રાન્સિસ્કમાં સાંતરોઝા નામનું આખું ગામડું નાશ પામ્યું, પરંતુ ત્યાં આવેલ બરબેંકને બગીચે સુરક્ષિત રહ્યો. એ જોઈ બરબેંકે કહ્યું, “મેં વૃક્ષોને પ્યાર કર્યો છે, એ પ્રકૃતિ–તાદાગ્યે જ મારા પ્રયાગક્ષેત્રનું રક્ષણ કર્યું છે. તેમણે લખ્યું છે, અનાદિકાળથી પૃથ્વીતળ ઉપર વૃક્ષરાજી ટકેલી છે. તે તેનું પતીકું વ્યક્તિત્વ તથા એની જોરદાર સંકલ્પશક્તિ નહીં હોય એવું તમે ધારો છે? શ્રી જયેજ વૈશિંગ્ટન કાર્વર ન હોવા છતાંયે બહુમાન્ય બન્યા હતા. બાળપણથી તે વનસ્પતિની સંગતમાં મેટા થયા હતા. તેમણે “છેડોનું દવાખાનું શરૂ કર્યું હતું. ગામેગામથી બીમાર છોડવા એની પાસે આવવા લાગ્યા અને પુનઃ પ્રફલિત થવા લાગ્યા. એમના એક પ્રોફેસર કહે છે, “દેશને કૃષિપ્રેમ જીવતા હોય છે ત્યાં સુધી જ દેશ જીવંત રહી શકે છે.” મોટો થઈને કાર્વર મહાન કૃષિવિજ્ઞાની બને. પિતાના વિદ્યાર્થીઓ માટે તે ખૂબ પરિશ્રમ કરતે હતે. રેજ વહેલી સવારે ચાર વાગે ઊઠીને જંગલમાં જતો અને ઘણા છોડ લઈને કાર્વર પાછો આવતે. તે કહેઃ “પ્રકૃતિ સર્વોત્તમ શિક્ષિકા છે અને બીજાઓ ઊંઘતા હોય છે ત્યારે હું પ્રકૃતિ પાસેથી ઘણું બધું શીખી લઉં છું. ઢળતી રાતના અંધારામાં ઈશ્વર મને બતાવે છે કે મારે કઈ કઈ જનાઓ પૂરી કરવાની છે. એક દિવસ તેણે મગફળીના છેડને પૂછયું, “તારું રહસ્ય શું છે?” પટ દઈને છેડે જવાબ દીધે, “વ્યવસ્થા, ઉષ્ણતામાન અને હવાનું દબાણ.” સાત દિવસ અને સાત રાત એમના પર પ્રયોગ કરીને કાર્વરે મગફળીના ૨૧ પ્રકાર તૈયાર કર્યા. મરતાં પહેલાં પોતાના એક મિત્રને એક ફૂલ બતાવીને કાર્વરે કહ્યું, આ ફૂલને સ્પર્શ કરતાં જ હું અનંતમાં પહોંચી જઉં છું. એ સ્પર્શ પાર્થિવ નથી.... અદશ્ય જગતમાંથી જાણે એક નાજુક અવાજ આવતે ન હોય !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408