Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 396
________________ ભવિષ્યવાણી [૩૮૧ લીનાબહેન અનુ: અમૃત મેદી પરિશિષ્ટ [૭] પૃમાં જીવ છે.” જૈનદશનની માન્યતાને સચોટ પુરા [ ઊગતા પથ્થરોનું ગામ વીરાવાડા ]. આપણા ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં ધાન પાકતું નથી, વનસ્પતિ ઊગતી નથી, ઊગે છે કેવળ પથ્થરો. અને ઊગ્યા પછી. વૃક્ષેની જેમ એ ધીરે ધીરે વધે છે. છે ને અચરજની વાત! માની ન શકીએ એવી પણ વાત નથી ? અને છતાંય સાવ સાચી વાત છે. પથ્થર ઊગવાની આ વાતની વિચિત્રતા તે એવી છે કે પાકા બાંધેલા રૂડા-રૂપાળા મકાનના રસોડામાં, શયનખંડમાં કે મુખ્ય ખંડમાં પણ એકાએક પથ્થર ફૂટી નીકળે છે અને પછી વધવા માંડે છે ! કેવળ સુરંગે ચાંપીને જ એને તેડી ફેડી ખસેડી શકાય છે. અને આવી તોડફેડથી મકાનને થતા નુકસાનનુ ખર્ચ ગ્રામપંચાયત ભોગવે છે! આ ગામનું નામ છે વીરાવાડા. સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરથી માત્ર ૧૫ કિલ્લેમિટર ઉપર જ આવેલું છે. ખૂબીની વાત એ છે કે ગામની બહાર પગ મૂકો એટલે ઝાડ, પાન, વનસ્પતિ અને ધાનનાં ખેતરે લહેરાતાં હોય. એક માત્ર ગામમાં જ એમાંનું કશું જ હોતું નથી. પથ્થરનું જંગલ આવા અજબગજબ ગામની મેં જિલ્લા માહિતી અધિકારી મનેજ આહવા અને અમારા જુવાન તસવીરકાર કરણ સોલંકી સાથે મુલાકાત લીધી અને આ બધું જોઈ-જાણી વધુ પૂછપરછ કરવા અને પાકી ખાત્રી કરવા ગામના સરપંચ મહમદમિયાં છેટુમિયાં મલેકની મુલાકાત લીધી, ચુમ્મતેર વર્ષના જેફ જમાલભાઈ ઈડરિયાની મુલાકાત લીધી, એકધાર્યા ૪૫ વર્ષથી એ ગામમાં ઉછરેલા કરીમભાઈ મનસૂરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408