Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 403
________________ ૩૮૮] વિજ્ઞાન અને ધર્મ પરિશિષ્ટ [૯] ઓ, વિજ્ઞાન ! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હજારે ગાચો લાખે મરઘા-બતકાં અને કરડે માછલાં ! રસાયણનાં અને બીજા ઉદ્યોગના કારખાનાંઓમાંથી જે ઝેરી રસાયણે કચરા રૂપે ફેકાઈને ધરતી, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે તેથી હાથીથી હંસ સુધી અને ગાયેથી માછલાં સુધી હજારો ઢેર અને લાખે પક્ષીઓ મરી રહ્યાં છે એટલું જ નહીં પણ આ રાસાયણિક ઝેરે માણસનો પણ ભાગ લઈ રહ્યાં છે. ઈ. સ. ૧૯૨૯ પહેલાં પિલિકલેરિનેટેડ બાઈ ફેનીલ્સ નામનાં રસાયણની શધ થઈ ત્યારે કેઈને ખબર ન હતી કે રસાયણ વિજ્ઞાનની દષ્ટિએ આ એક અજાયબી છે. અને બીજી બાજુ જીવસૃષ્ટિ માટે ગંભીર જોખમરૂપ પણ છે. વરસે જતાં તેમના ઉપગ ઉદ્યોગમાં વધવા લાગ્યા. પ્લાસ્ટિકને નરમ બનાવવા, ઈમારતી રંગને સુંદર બનાવવા, રમ્બરને વધુ સ્થિતિસ્થાપક બનાવવા, લખવાની શાહીમાં ચળકાટ લાવવા અને બીજા ઘણાં કામમાં તેમને ઉપગ ધાવા લાગ્યું. આ રસાયણે રંગ, સ્વાદ કે ગંધ ધરાવતાં નથી. તેઓ વીજળી અને આગને પ્રતિકાર કરે છે અને ઉષ્ણતાના સારા વાહક છે. આથી વીજળીનાં સાધન બનાવતા કારખાનામાં તેમને ઉપગ વધવા લાગે. અહીં તેમને ઉપગ સીલ કરેલાં સાધનમાં જડબેસલાક પૂરી રાખેલી દશામાં થાય છે. તેથી તેમાં તે ભયરૂપ નથી. પરંતુ બીજા અનેક ઉદ્યોગમાં તેમનો ઉપયોગ ઉઘાડી દશામાં થતું હોવાથી અને કારખાનાંના કચરા સાથે તેમને પણ નિકાલ થતું હોવાથી તેઓ વનસ્પતિસૃષ્ટિ અને જીવસૃષ્ટિ માટે બહુ જોખમી છે. અમેરિકાની હડસન નદીને કાંઠે આ રસાયણોને ઉપયોગ કરનાર ઘણું કારખાનાઓ છે અને તેમને કચરો આ વિશાળ નદીમાં જાય છે. મચ્છીમારે તેમાંથી મોટા પ્રમાણમાં માછલાં પકડતા હતા. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408