Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 401
________________ ૩૮૬] વિજ્ઞાન અને ધર્મ અને તે દરેક નાની ડાળીને છેડે સફેદ ફૂલને ગુછ હેય છે. જેમાં બી ભરેલાં હોય છે. એક પૂરા કદના છેડમાં ૫૦ હજાર જેટલાં બી ઉત્પન્ન થતાં હોવાથી આ ઘાસ ચેપી રોગની જેમ ફેલાય છે. બીજ બહુ હલકાં હોવાથી વાયરામાં એકદમ ઊડે છે અને પથરાઈ જાય છે. તળાવના કાંઠે એનાં ઝુંડના ઝુંડ ઊગી જાય છે. પડતર જમીન, રેલવે લાઈનની બે બે બાજુએ અને જંગલી ઝાડીમાં એને ગીચ ઉછેર થાય છે. ગુજરાતમાં આ બલાએ હજી દેખાવ દીધો નથી, પણ મધ્યપ્રદેશમાં છેક ઈન્દોર અને મહારાષ્ટ્રમાં પૂના સુધી ફેલાયું છે એટલે ગુજરાત પર તેની ચઢાઈ અશક્ય નથી. જુવાર, મકાઈ, ડાંગર, મગફળી, કપાસ, બટાકા તથા ભાજીપલાના વાવેતરમાં આ ઘાસ એકદમ ખીલે છે. જંગલમાં ય સહેલાઈથી ફૂટી નીકળતા ઘાસને ખેતરના પાકની માવજત મળે પછી શું બાકી રહે? એકદમ ઊગે છે આ ઘાસની વિશેષ ભયંકરતા એના બીજની કેટલીક લાક્ષણિકતામાં રહેલી છે. બીજ ખૂબ હલકાં હોવા ઉપરાંત જમીન પર પડવા સાથે તરત જ ઊગી નીકળે છે; અને જેટલાં ખરે એટલાં બધાં જ ઊગે છે! ઊગ્યા પછી છેડ થોડા સમયમાં હૃષ્ટપુષ્ટ થઈને ૪-૫ ફીટ ઊંચા થાય છે અને બરાબર એક વર્ષ સુધી ટકીને લહેરાય છે. એક વર્ષના આયુષ્યમાં એ સેંકડો ને સેંકડો બીજ જમીન પર વેરે છે, જેને હવા દૂર દૂર સુધી પાથરી દે છે. સૂકામાં સૂકી તુમાં પણ આ છેડ સૂકાઈ મરતું નથી. એટલે ઊગ્યા પછી તેને નાશનું પ્રમાણ નહિવત હોય છે. પારથેનિયમની ઘાસની ૨૦ જાત વનસ્પતિશાસ્ત્રીઓએ નેંધી છે, પણ ભારતમાં એક જ, અને જે વધુમાં વધુ ખતરનાક જાત આવી છે તેનું નામ પારથેનિયમ હિસ્ટેરફેરસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408