Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૮] વિજ્ઞાન અને ધર્મ વિશ્વની એવી રીતે નેતાગીરી કરશે કે જેવી રીતે તે મહાભારત પહેલાં કરી રહ્યો હતો.” ભારતમાં અત્યારે પણ એવા દિવ્યદર્શીએ મળી આવે છે કે જેઓ સૂક્ષમ જગતમાં ચાલી રહેલી હિલચાલને આધારે નિકટ ભવિષ્યની સંભાવનાઓને પ્રકટ કરી દે છે અને તેમનું કથન સાચું પણું હોય છે. જ્યારે સ્વર્ગવાસી નહેરુના મૃત્યુની, શ્રી. લાલબહાદુર શાસ્ત્રીના. વડાપ્રધાન બનવાની અને પાકિસ્તાનના કાશ્મીર પરના આક્રમણની કેઈ કલ્પના પણ કરતું ન હતું ત્યારે ઉપરોક્ત ત્રણે બાબતોની ભવિષ્યવાણી મહાત્મા વિશ્વરંજન બ્રહ્મચારીએ કરી હતી. તે સમયે આ કથનને સર્વ રીતે અવિશ્વાસપાત્ર અને બકવાદ માનવામાં આવ્યું હતું, પરંતુ સમય આવ્યે ત્રણે ઘટનાઓ સાચી પુરવાર થઈ. એ જ બ્રહ્મચારીજીએ નવયુગના આગમન સંબંધી સાર્વજનિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુંઃ “શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી થોડા જ સમય માટે વડાપ્રધાન રહેશે. તેમનું મૃત્યુ ભારતવર્ષની બહાર થશે. ત્યાર પછી એક મહિલા વડાપ્રધાન બનશે. આ દિવસોમાં વ્યાપક ઉતાર-ચઢાવ આવશે પરંતુ એ બધામાં નોંધપાત્ર ઘટના હશે–દેશમાં એક મહન આધ્યાત્મિક કાંતિ. આ કાંતિનું સંચાલન જે કે મધ્ય ભારતમાંથી થશે, તે તેને સંબંધ ભારતવર્ષના દરેક પ્રાંત સાથે હશે. ઉત્તર અને દક્ષિણ ભારતને એક સાંસ્કૃતિક સૂત્રમાં બાંધવાનું શ્રેય આ નવી ક્રાંતિના સંચાલક જ પ્રાપ્ત કરશે. થોડા જ દિવસમાં ભારત નવા આદર્શોની સ્થાપના કરશે કે જેમને આખી દુનિયાના લોકે માનશે. લેકે સ્વેચ્છાથી પિતાની બૂરાઈઓને છેડીને ઉત્તમતાના માર્ગ પર ચાલી નીકળશે. આગળ ઉપર હરીફાઈ રૂપિયા, પૈસા કે પદપ્રતિષ્ઠા માટે નહીં હોય, પરંતુ એ બાબતની હશે કે કયે મનુષ્ય કેટલે સત્ય. નિષ્ઠ, કેટલે ઈમાનદાર, અને કેટલે દાની તથા કેટલે સેવાભાવી.. પરિશ્રમી અને સાહસિક છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408